________________
૨૧૮
ચાપત્ર મહાપુરુષોનાં ચરિત પ્રતિક્રમણ કરવા જાગેલી ગણિનીએ તેને શબ્દ સાંભળે. ગવાક્ષનું દ્વાર ખોલીને જોયું તે સમગ્ર જીવલેકના રૂપને તિરસ્કાર કરનાર, નવીન ખીલતા યૌવનવાળી, કરુણ દુઃખવાળું, દીનતાવાળું રુદન કરતી, કેળના પત્ર માફક કંપતા શરીરવાળી એકલી રમણીને જોઈ, તેની પાસે આવીને ગણિનીએ પૂછયું કે, હે પુત્રી ! શા કારણે આમ દુઃખવાળું રુદન કરે છે? તું એકલી અહીં ક્યાંથી આવી? ત્યારે રુદન કરતાં કરતાં તેણે કહ્યું કે- હે ભગવતી ! વૈતાઢયથી ભર્તારની સાથે અહીં આવી છું. તે મને અહીં મૂકીને જળ લેવા માટે ગયા છે, ગયાને ઘણે સમય થયેલ છે. તે એવા સ્વાધીન નથી કે, મારા વિયેગનું દુઃખ ક્ષણમાત્ર પણ સહી શકે. માટે તેમાં કંઈક કારણ હોવું જોઈએ. આ કારણે મારુ હૈયું થડકે છે. તે હે ભગવતી ! મારા શરીરનાં બંધને છેદાઈ જતાં હોય, અંગ છેદતાં હોય, આંખે અંધારાં આવતાં હોય તેમ કંઈ દેખી શકાતું નથી. મસ્તક ફૂટી જાય છે. મારા પગ ઉપડતા નથી, હવે તે પ્રાણ ધારણ કરવા પણ સમર્થ નથી; તો હે ભગવતી ! મને બચાવે.” ત્યારે ગણિનીએ કહ્યું કે, તે હાલ ઉપાશ્રયમાં આવી જા, અહીં રહેલી હઈશ, તે તારો પતિ અહીં આવશે, તે ધીરજ રાખ. લગભગ રાત્રિ પૂર્ણ થવા આવી છે. આ નગરમાં દુષ્ટબુદ્ધિવાળા પુરુષે નથી, જેથી કરીને અકશળપણાની શંકા થાય. જે અલ્પ સમયમાં તારો ભર્તાર પાછા નહિ આવે તે, હ’ તેની શધ કરાવીશ. હવે તું ઉપાશ્રયમાં પ્રવેશ કરીને નિરાંતે રહે, એમ મધુર વચનથી સમજાવીને તેને ઉપાશ્રયમાં પ્રવેશ કરાવ્યું.
પિતાની ભાયએ ઉપાશ્રયમાં પ્રવેશ કરેલે જાણીને તે યુવાન ત્યાંથી ચાલ્યા ગયે. તેણે વામનને વેષ ધારણ કર્યો. ત્રણે ભાર્યાઓને દરરોજ જેતે ત્યાં રહેલો હતે. વામનરૂપ ધારણ કરનારા તેણે કોઈને ગીતથી, કોઈને ચિત્રામણ આલેખીને, બીજાઓને વીણુ વગાડવાના વિદથી એમ સર્વ નગરને આકર્થે. જે જેને પ્રિય હોય, તે પ્રકારે તેને અનુસરીને કળા બતાવવામાં સર્વ નગરને ગાંડું કર્યું, અર્થાત વશ કર્યું. ઈશાનચંદ્ર રાજા પણ તેને તરફ સદુભાવવાળે થે. બીજી બાજુ પ્રિયદર્શન અને અનંગસુંદરીએ વિદ્યાધરીને પૂછ્યું કે “તારા ભર્તાર કેવા હતા?” તેણે કહ્યું કે, “સુંદર રૂપવાળા” ત્યારે એકના વર્ણમાં, બીજીમાં સિંહલદ્વીપના વેપારી અને શ્રાવકપણ વડે વિસંવાદ ઊભું થાય છે. પછી સાધ્વીજીએ શિખામણ આપી અને તે જ પ્રમાણે તે બંનેની સાથે અભ્યાસ કરતી તપ-ચરણનુષ્ઠાન સેવન કરવામાં તત્પર બની. તે ત્રણે નારીઓ વય, રૂપ, વિજ્ઞાન, શીલ, સુખ-દુઃખમાં, સમાનતામાં એક સરખી હતી. નગરમાં લકવાદ ચાલ્યા કે “આ ત્રણે નારીઓ તપચરણમાં તલ્લીન છે. ગીતકળા-વિજ્ઞાનમાં તેમની તુલના કે અધિકતામાં કેઈ આવી ન શકે. કેઈ પણ પુરુષ સાથે લગાર પણ બેલતી નથી. એક વખત રાજસભામાં વાત ચાલી કે-“આ નગરમાં ઉપાશ્રયમાં આવેલી અતિશય રૂપવંતી ત્રણ યુવતીઓ છે, જે બ્રહ્માના સ્વર્ગના અભ્યાસના ફલ સરખી રહેલી છે, કોઈ પણ પુરુષ તેને બેલાવવા સમર્થ નથી. ત્યારે વામને કહ્યું કે, “હું ક્રમસર તેમને બોલાવીશ. મારું તમે સામર્થ્ય જુઓ–” એમ કહીને રાજાના કેટલાક મુખ્ય પુરુષને સાથે લઈને સાવીના ઉપાશ્રય સન્મુખ ગયે. નગરલે કે તેની પાછળ ગયા. ત્યાર પછી પ્રવેશ કરતાં તેઓએ બારણુમાં દ્વાર પાસે સાથે. સાથે આવનારને પ્રથમથી તેણે ભણાવી રાખ્યા હતા કે, ત્યાં ગયા પછી તમારે મને એક કથાનક પૂછવું એમ તેઓને કહીને ઉપાશ્રયે ગયે. વામન દેવના પગમાં પડ્યો અને તેણે કહ્યું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org