________________
શાદ્વૈત ચૈત્યો આગળ સ’ગીત, નાટચ-પ્રેક્ષણક
૨૧૭
પોતાના આત્માને કોલાહલવાળા કર્યાં, તેને જો. હે સુંદરાંગી ! શ્યામ મણિનાં કિરણાથી આચ્છાદિત શરીરવાળે! કાઈક યુવાન વિદ્યાધર પેાતાની ભાળી પત્નીને વારવાર છેતરે છે. ઉત્તમ પદ્મરાગમણિનાં કરણા વડે ઉજ્જવલ · અરે આ દીપક છે’ (રખે તેમાં પતંગીયું અંપલાવે ) તેવી શકાથી ઢગાએલી કોઈક ભેળી વિદ્યાધરી રેશમી વસ્ત્રથી દીપક આલવે છે, તે જો. લીલારગની મણિનાં કિરણાની શાભાથી ઉત્પન્ન થયેલી યવના અંકુર (જવારા)ની બુદ્ધિવાળી ભાળી વિદ્યાધરીએ વડે તે કચરાઈ જશે, તેવા ભયથી તેના દૂરથી ત્યાગ કરે છે. દરેક તીથ કરાના પોતાના વર્ણ સરખા વણુ વાળાં રત્નાવડે બનાવેલી પ્રતિમાઓની કાંતિ પરસ્પર મળી જવાથી • આ અમુક તીર્થંકર છે' તેમ ભેાળી-મુગ્ધ વિદ્યાધરીએ તેના રૂપથી જાણી શકતી નથી. આ પ્રમાણે આશ્ચર્યયુક્ત મોટા વૈતાદ્યપર્વતના શિખર ઉપર અત્રીશ પ્રકારના અંગહાર–ભેદવાળું નાટ્ય જોયુ. તથા એકસા આઠ(૧૦૮) કરણાથી શાભાયમાન, તથા સેાળસખ્યા-પ્રમાણ પદ્માદિક પિડિબંધ વડે મનોહર, વળી કાંઈક ચારભેદવાળા ગેયરસથી યુક્ત, ચાર પ્રકારના અભિનયથી શેાભિત, મનેાહર નવપ્રકારના નાટ્યરસ સહિત, તત, વિતત, ધન અને શુષિર એવા ચારપ્રકારના વાજિ ંત્રાથી સજ્જ, લય-તાલની સમાનતાવાળું ગીત, તેમાં કર્ણ અને મનને આનંદ આપનાર અપૂર્વ સંગીત સાંભળીને નયનાને અને મનને આનંદ આપનાર જન્મત્ત્તવાભિષેક–સમયનું પ્રેક્ષણક-નાટક ઈચ્છા પ્રમાણે જોઈ ને સુંદરભકિત-સહિત પ્રભુ-પ્રતિમાઓને વંદન કરીને, ત્યાર પછી શાશ્વત ચૈત્યાને જીહારીને પોતાના ભવને આવ્યો. પાતાની ભાર્યાં આગળ તેણે કહ્યું કે, ‘ આવું તે પહેલાં કોઈ વખત જોયુ નથી.’ આ સ` જોઈને હું મારા જન્મને કૃતાર્થ માનું છું. તેણે પૂછ્યું કે, તમારે જન્મ કયા સ્થળે થયા છે ? જેથી તમે ન જોયું ? તેણે કહ્યું કે હું સિંહલદ્વીપના નિવાસી છું. અમારા કુલમાં કુલદેવતા યુદ્ધ છે. હું વેપાર-નિમિત્તે જતા હતા. વચમાં સમુદ્રમાં વહાણુ ભાંગી ગયું, મારા પ્રાણ કંઠે આવ્યા, તે સમયે વિદ્યાધરે મને સમુદ્રમાંથી બહાર કાઢયા અને પુત્રપણે સ્વીકાર્યા. વળી તારી સાથે મારાં લગ્ન કર્યાં. ત્યારે તેણે કહ્યું કે- તે કારણે જ આજ સુધી આવાં પ્રેક્ષા ન જોયાં. બાકી દરેક વર્ષે યાત્રા-મહેાસવા તે પ્રવતે જ છે. તે બંનેને પરસ્પર અત્યંત સુંદર પ્રીતિ ઉત્પન્ન થઈ. ક્ષણવારના પણ વિરહ તેએ સહી શકતા નથી. સાથે શયન કરવું, સાથે ભ્રમણ કરવું, સાથે જ કાર્યો કરવાં, વિયેાગ-રહિત એવા તે બન્નેને કાળ સાથે જ પસાર થાય છે. આ પ્રમાણે વિષય–સુખ અનુભવતા તેએના દિવસો પસાર થઈ રહેલા અને સંસાર પણ વહી રહેલા છે.
કોઈક સમયે બુદ્ધદાસે કહ્યુ કે, આપણે ક્રીડા-નિમિત્તે ભરતા ંમાં જઇ એ. તેણે પ્રત્યુત્તર આપ્યા કે ભલે એમ કરીએ. ત્યાર પછી વિદ્યાવળથી બંને પદ્મિનીખેટક નામના નગરમાં ગયા. રાત્રિના છેલ્લા પહેારમાં સાધ્વીજીના ઉપાશ્રયની બહાર નીચે ઉતર્યા. તેણે ભાર્યાને કહ્યુ કે તુ થોડા સમય અહી ઉભી રહે કે જ્યાં સુધી હું પાણી લઇને પાછે આવું. તેણે કહ્યું કે, તમે જલ્દી પાછા આવી જશે. ત્યાર પછી ઘેાડી ભૂમિ ચાલીને ત્યાં જ સંતાઇને તેના રક્ષણ માટે ઉભે રહ્યા. તેટલામાં ઘેાડીવાર પછી પેલી વિદ્યાધરી પતિ પાછા ન ફરવાના કારણે એકાકી હરણી માફક ગભરાયેલી ચારે દિશાએ અવલેાકન કરવા લાગી. ત્યાર પછી સ્ત્રી-સ્વભાવથી, વળી રાત્રિને। અંધકાર હૈાવાથી, ભયથી કંપતા શરીરવાળી તે પોક મૂકીને રુદન કરવા લાગી,
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org