________________
૨૦૦
વિરભદ્રને વિજ્ઞાનાતિશયવાળે વૃત્તાન્ત
શબ્દ લક્ષણ-વ્યાકરણ જાણીને, છંદ, અલંકાર, દેશી, કેષ, નિઘંટુ આદિ શાસ્ત્રોને અભ્યાસ કર્યો, શા પરિણુમાવ્યાં, કવિપણું પામે, બીજાનાં કરેલાં કાવ્યના ગુણદોષને પરીક્ષક થયે, આ કારણે પોતે સુકુલમાં જન્મેલો હોવાથી, દેખાવડો હોવાથી, કળા અને વિદ્યામાં પારંગત થયેલ હોવાથી આવતી ગમે તે કન્યાને લેવા ઈચ્છતું નથી. તે મેં વિચાર્યું કે “આ સારા રૂપવાળી અને કળામાં નિપુણ હોવાથી એગ્ય છે.” તે સાંભળીને મેં કહ્યું કે હું પણ તેવા જ વરની શોધમાં સમય પસાર કરતો રહે છું, કારણ કે આ મારી પુત્રી પણ એવા જ પ્રકારની છે કે, જે ગમે તેવા વરને ઈચ્છતી નથી. તે હે ભગવંત! વર-કન્યા શેધવાના ઉદ્યમવાળા અમારા બંનેનાં ચિત્ત એક સ્વરૂપે થયાં છે, મેં મારી પુત્રી આપી. વીરભદ્ર આવ્યું. વિવાહ થ. ઉચિત કાર્યો કર્યા કેટલાક દિવસ અહીં રોકાઈને તે વહુને લઈને પોતાના નગરમાં ગયા. કઈક સમયે સાંભળ્યું કે- રાત્રિના છેલ્લા પહેરમાં જાણી શકાતું નથી કે, વીરભદ્ર વાસ
કયાં ગયા ? એકલી મારી પુત્રી સુદર્શનાનો ત્યાગ કરીને ગયા. એક વામન પુરુષે તેની કેટલીક બાતમી કહી, છતાં તે બરાબર સમાચાર કહી શકતો નથી. તે હે ભગવંત! હવે ખરેખર તેનાં પ્રગટ દર્શન થશે કે નહિ? ગણધર ભગવંતે કહ્યું કે- “સાવધાન થઈ સાંભળે. તમારે જમાઈ એવું વિચારીને નીકળી ગયે કે- મેં કળાઓ ગ્રહણ કરી, કવિપણું મેળવ્યું, વિવિધ પ્રકારના મંત્ર સિદ્ધ કર્યા, ગુટિકા-પ્રયેગે જાણ્યા, નવીન યૌવનવાળો છું, સર્વ વિજ્ઞાનમાં પ્રવીણ બને છું, આ પ્રમાણે વડીલેના ભયવાળા મને ભણેલું આ સર્વ નિરર્થક છે, માટે દેશાંતરમાં જાઉં. અ વો કરીને ઘરમાંથી નીકળી ગયે. ગુટિકાના પ્રયોગથી પિતાનું રૂપ શ્યામવર્ણવાળું કર્યું. પછી ગામ, નગર, મડમ્બ વગેરે સ્થાનમાં કરવા લાગે. કોઈક સ્થળે વીણા વગાડવાને પ્રયોગ કરતે, કેઈક સ્થળે ચિત્રકર્મ બતાવત. કેઈક સ્થાને પત્રચ્છેદ કરવાની નિપુણતા બતાવત, ક્યાંઈક કવિપણું પ્રગટ કરતો, બીજા કઈ
સ્થાનમાં મૃદંગ-વાજિત્રે વગાડવાની કળા બતાવત, સર્વત્ર જય મેળવતા હતા. એમ ફરતાં ફરતાં તે સિંહલદ્વીપ ગયે. ત્યાં રત્નપુર નામનું નગર હતું. ત્યાં રત્નાકર નામનો રાજા હતું, ત્યાં શંખ નામના શેઠની દુકાનની ઓસરીમાં બેઠો. દીર્ઘકાળ જોયા કર્યા પછી શેઠે તેને પૂછયું કે- “હે પુત્ર! તું કયાંથી આવે છે?” તેણે કહ્યું કે- “જબૂદ્વીપથી ઘરેથી રીસાઈને નીકળે છું. આ વતાં આવતાં દેશાંતરે જોવાની ઇચ્છાથી અહીં આવ્યો છું.” શંખશેઠે કહ્યું કે- તે આ ઠીક ન કર્યું, કારણ કે અવિનયના વાસવાળું યૌવન છે, ઈન્દ્રિયે ચપળ છે, પ્રકૃતિથી મીઠું બોલવાના સ્વભાવવાળ લેક હોય છે, દેશાંતરે દૂર હોય છે. કાર્યોની ગતિ વિષમ હોય છે, તું સુકુમાર સ્વભાવવાળે છે, તે પણ અહીં આવ્યું, તે સુંદર થયું. તેને લઈને શેઠ પોતાના ઘરે ગયા. બંને જણે સ્નાન કર્યું. સુંદર વ પહેર્યા. યથાવિધિ ભેજન કર્યું. તાંબૂલનું સન્માન કરતા બહાર નીકળ્યા. શેઠે વીરભદ્રને કહ્યું કે, પુત્રવગરના મારે તું પુત્ર છે, તે તારે તારા ઘરની જેમ અહીં રહેવું, ઈચ્છા પ્રમાણે દાન આપજે, તારી ઇચ્છા પ્રમાણે ભેગે ભેગવજે, આ મારા સર્વ દ્રવ્યને તું જોવે અને દાન આપે, તે જીંદગીપર્યત ખૂટે નહિ, તેટલું મારી પાસે ધન છે. વીરભદ્રે કહ્યું કે- “હે પિતાજી! ખરેખર હું કૃતાર્થ થયો કે, તમારી છત્રછાયા-આજ્ઞાવશવતી પણું મેં પ્રાપ્ત કર્યું. જેઓ વડીલેની આજ્ઞાના અધિકારી થાય છે, તેઓ ખરેખર ધન્ય છે. એ પ્રમાણે તે બંનેના પિતા-પુત્રપણુના સંબંધવાળા દિવસે પસાર થઇ રહ્યા હતા હતા.
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org