________________
૨૧૦
પિન્ન મહાપુરુષોનાં ચરિત તે નગરમાં રત્નાકર રાજાની પુરુષષિણી અનંગસુંદરી નામની પુત્રી હતી. શંખશેઠને વિનયવતી નામની પુત્રી હતી. તે તેની પાસે દરરોજ જતી હતી. વીરભદ્ર વિનયવતી ભગિનીને પૂછ્યું કે- તું હંમેશા ક્યાં જાય છે? તેણે રાજપુત્રીની યથાસ્થિત હકીકત કહી. વીરભદ્રે પૂછયું કે, ઘરમાં તે કર્યો વિનોદ કરતી રહે છે? ત્યારે વિનયવતીએ કહ્યું કે, “કેઈક વખત વીણ–વિનોદ કરતી, કેઈક સમયે પત્રછેદ્યાદિ કાર્ય કરતી, કેઈક વખત ચિત્રકાર્ય ચિતરવામાં સમય પસાર કરતી દિવસે પસાર કરે છે. કેઈ વખત નાટક-પ્રેક્ષણ વિધિમાં, કેઈ વખત બિન્દુમતી, અક્ષર
શ્રુત, બિન્દુસ્યુત, પ્રશ્નોત્તર, પ્રહેલિકાના વિનદ વડે સમય પસાર કરે છે. તેમ છે, તે હું પણ ત્યાં આવીશ.” તેણે કહ્યું કે- ત્યાં બાળક એવા પણ પુરુષને પ્રવેશ થઈ શક્યું નથી.” તેણે કહ્યું કે હું તેમ કરીશ, જેથી પરિચય થાય તે પણ હું પુરુષ છું તેમ કઈ જાણી શકશે નહિ, ભગિની સાથે અનંગસુંદરીના ભવનમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રિયતમ પ્રત્યે કેપ પામેલી હંસિકાનું ચિત્રામણ આલેખતી રાજકુંવરીને દેખી. વિનયવતીને પૂછયું કે, “આ કોણ છે?” તેણે કહ્યું કે-“આ મારા પડોશમાં રહેનારી અને ઘણા દિવસથી તમને જોવા અને મળવાની ઉત્કંઠાવાળી હતી. તેણે કહ્યું કે, સારું કર્યું કે લાવ્યા. ત્યાર પછી રૂપ–પરાવર્તન કરેલા વીરભદ્રે પૂછયું કે- તમે તે વિરહાતુર હંસિકા આલેખન કરવાનું શરૂ કર્યું, પણ વિરહાતુરની દૃષ્ટિ આવી ન હોય. અનંગસુંદરીએ કહ્યું કે “તે તમે ચિત્રવર્તિકા લે અને વિરહિણીની જેવી દષ્ટિ કે આકાર હોય, તેવી આલેખન કરો.” પછી વીરભદ્દે હંસિકાનું આલેખન કર્યું,
પ્લાન મુખ, અશ્રુથી ભીંજાયેલ નયન, ઉઘાડેલી પાંખ અને મળવાની તીવ્ર ઊત્કંઠાવાળી, રેકેલી સર્વ ચેષ્ટાવાળી, હૃદયથી જાણે કંઇક ચિંતન કરતી હોય, દુસહ પ્રિય-વિરહની વેદના સહન ન કરી શકતી હોય તેવી, ચાંચમાં ગ્રહણ કરેલ બિસખંડવાળી, વગર ક પિતાની ચેષ્ટાથી જ શેકાવેગને જાણે કહેતી હોય તેવી હંસિકા અને તેનું સૂચન કરતી ગાથાઓ આલેખી. આલેખીને અનંગસુંદરીને બતાવી.
“અહો વિજ્ઞાનાતિશય ! અહો! હંસિકાની ભાવસુચક અવસ્થા” એમ લાંબા સમય સુધી એક ધ્યાનથી જોઈને વળી તેની પ્રશંસા કરીને અનંગસુંદરીએ કહ્યું કે, આટલા કાળ સુધી તું કેમ અહીં ન આવી? વીરભદ્રે કહ્યું કે, વડીલવર્ગની શંકાથી અનંગસુંદરીએ કહ્યું કે- “હવે તારે દરરોજ જરૂર અહીં આવવું. કેઈ બીજી કળામાં તારે પરિશ્રમ છે કે? વિનયવતીએ વચ્ચે જવાબ આપ્યો કે, “દિવસે જતાં આપોઆપ સ્વામિનીને ખબર પડશે. ત્યારે રાજકુમારીએ કહ્યું કે, “ઠીક કહ્યું” એમ કહીને વિનયવતીને ઠપકે આ કે, આમાં તારે જ અપરાધ છે કે, આટલા સમય સુધી તું એને ન લાવી. નામ પૂછયું એટલે વીરભદ્ર જાતે જ કહ્યું કે- વીરમતી” પછી તાંબૂલાદિકથી પૂજા-સત્કાર કર્યો. પિતાના ભવને ગયા. સ્ત્રીનો વેષ બદલી નાખે. પૂર્વ પુરુષવેષ ધારણ કર્યો. શેઠે પૂછયું કે- હે પુત્ર ! તું કયાં ગયે હતે? કારણ કે તને ખેળવા આવનારાઓને કંટાળીને ગમે તેમ આડા અવળા જવાબ આપ્યા. તેણે પ્રત્યુત્તર આપ્યું કે, “બહાર ઉદ્યાનમાં બેઠા હતા.” શેઠે કહ્યું કે- “ઠીક.” બીજા દિવસે પણ તેવી જ રીતે ત્યાં પ્રવેશ કર્યો. તે સમયે અનંગસુંદરી વણ-વિનોદ કરતી હતી. વીરભદ્રે કહ્યું કે- આ તંત્રી ખરાબ સ્વરવાળી છે. કારણ કે, આમાં મનષ્યને વાળ પેસી ગયેલે છે. વળી તમે ષડૂજ ગ્રામ બેલ્યા તેમાં ષડૂજ ચાર કૃતિવાળે હોય છે. તેમાં પણ સંવાદી, વિવાદી, અનુ વાદી, વાંદી, જેવા જેવા હોય તે તે પણ તંત્રીને સ્પર્શ કરવી. એ વગેરે કહેવાયેલી અનંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org