________________
૨૦૮
ચોપન્ન મહાપુરુષોનાં ચરિત અંધકારને હટાવ્યું, કેટલાકએ જિનશાસન અંગીકાર કર્યું. તેટલામાં પ્રથમ પિરિસી પૂર્ણ થવાને સમય થયો, એટલે ભગવંત સમવસરણમાંથી ઊભા થયા, પછી તીર્થકર ભગવંતના પાદપીઠ ઉપર ગણધર ભગવંત બિરાજ્યા. તે જ પ્રમાણે ધર્મ કહેવાનું શરૂ કર્યો.
એ સમયે એક વામન દેહવાગે ત્યાં આવ્યું. તેણે ગણધર ભગવંતને વંદના કરી. ગુરુએ બહુમાનપૂર્વક તેને ધર્મલાભ આપે. તે પછી એક વણિક આવ્ય, તેણે પણ વંદન કરી કહ્યું-“હે ભગવંત ! હું ઘણું પુત્રીઓના દુઃખથી અત્યંત દુઃખી હોઈ તેની ચિંતારૂપ સમુદ્રમાં ડૂબી ગયેલે “ શું કરવું ? ” એની મૂંઝવણમાં રાત-દિવસ પસાર કરતો અને તેની હૃદય-વેદનાવાળે હું આપની પાસે આવેલું છું. હે ભગવંત ! મારી એક પુત્રી તે એવા રૂપતિશયવાળી છે કે સમગ્ર યુવતી-સમુદાયને તેણે જિતી લીધા છે. તેના યૌવન–આરંભને નવીન લાવણ્ય-પ્રવાહ જેમ જેમ ઉલ્લાસ પામે છે, તેમ તેમ જાણે લજજા પામતા હોય, તેવા વરે મારા હૃદયમાં પ્રવેશ કરે છે. હું વિચાર કરું છું કે– વૈભવને વ્યય કરાવનાર, કુલને કલંક લગાડનાર, મૂર્તિમાન જાણે ચિંતા હોય તેવી પુત્રીઓ ભાગ્યશાળીઓને હોતી નથી. વળી માતા-પિતાઓને પુત્રી માટે આવા પ્રકારની ચિંતા હોય છે– “ સારા કુળમાં ઉત્પન્ન થયેલે, સારારૂપવાળો, કળાઓમાં નિષ્ણાત થયેલે હાય, વિનીત, ધનવાન, વયયુક્ત, સમાન ચિત્તવાળો પતિ જે પુત્રીને મળે તે બહુ સારું. વળી કઈ પ્રકારે દૈવયોગે પતિને અણગમતી કે વિધવા થાય, કે પતિ પરદેશ ચાલ્યો જાય, તે નક્કી તે પિતાના કુળને કલંક લગાડનારી અપકીર્તિની ખાણુરૂપ થાય છે. આમ ચિંતામાં વ્યાકુળ થયું હતું, ત્યારે તેની માતાએ મને પૂછયું કેહે આર્યપુત્ર ! આજે આમ ચિંતામાં પરવશ થયા છે તેમ જણાવ છે” મેં જવાબ આપે કે, “તેં બરાબર મારી ચિંતા સમજી લીધી. તેણે કહ્યું કે ચિંતાનું જે કારણ હોય, તે કહો. મેં કહ્યું કે- “એક તે આ અસાર સંસારમાં નિવાસ, બીજું ઘરવાસનું બંધન, ત્રીજું આ તારી પુત્રી, હવે આ ગ્યવયવાળી થઈ છે, તે કઈ ઉત્તમકુળવાળા સાથે તેનો વેગ કરાવી દે. ત્યારે પત્નીએ કહ્યું કે - “હે તે ગર્ભાધાનથી માંડી આજ સુધી કલેશનું ભાજન થઈ છું. કન્યાદાન આપવાનું કાર્ય તમારે કરવાનું છે. તે તમને જે કંઈ માન્ય હોય, તેને આપ માત્ર જે પ્રકારે હું ભાવીમાં અત્યંત દુઃખભાજન ન બનું–તેમ આર્યપુત્રે કાર્ય કરવું.”
પુત્રી સ્તન પુષ્ટ થવાના આરંભ-સમયે પિતાને મહાઆવર્તમાં નાખે છે, વૃદ્ધિ પામતી નદી દરેક વર્ષ જેમ તટને ઉખેડે છે, તેમ પિતાને પણ મૂંઝવણના આવર્તમાં નાખે છે તેમાં સંદેહ નથી. એમ બોલતે હું આસન પરથી ઉભે થેયે અને શેરીના માગે ગયે. શંખપુરથી આવેલા એક સાર્થવાહને જોયા. પરસ્પર વાતચીત કરતાં પરસ્પર સાધર્મિકપણુની પ્રીતિ ઉત્પન્ન થઈ.
હવે કઈક સમયે શંખપુરનિવાસી અષભદત્ત નામના તે સાર્થવાહ મારા ઘરે આવ્યા હતા, ત્યારે તેણે મારી પાસે બેઠેલી પ્રિયદર્શના પુત્રીને જોઈને, લાંબા કાળ સુધી તેની સામે નજર કરીને વિચારીને પછી પૂછયું કે, શું આ તમારી પુત્રી છે? મેં કહ્યું કે, “હા, કયા કારણથી તમે તેના તરફ જોયા કર્યા પછી મનમાં કંઈક ચિંતવ્યું ? તેણે કહ્યું કે “કારણ સાંભળે, મારો વીરભદ્ર નામને પુત્ર છે, તે બાલ્યકાળથી સાધુ પાસે રહીને કળાઓમાં સારે પારંગત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org