________________
કુથુસ્વામી, અરસ્વામી ચક્રવતી-તીથકરોનાં ચરિત્ર
૨૦૦
ગુણસમૃદ્ધ એવું તીથ આપ પ્રવર્તાવે. તે આપના પ્રભાવથી ઘણા પ્રાણીઓ ભવસમુદ્રના પાર પામશે. જાણવા લાયક સમગ્ર ભાવેાને જાણનાર ! જન્માંતરમાં ઉપાર્જન કરેલ ગુણસમુદાયવાળા ! હું તીથ કર ભગવંત ! ભન્ય જીવાના ઉદ્ધાર કરવા સમર્થ એવું તીથ આપ પ્રવર્તાવેા.” આ પ્રમાણે બંદીજનની જેમ લેાકાંતિક દેવા વડે સ્તુતિ કરાયેલા કુથુસ્વામીએ ચક્રવતી પણાના ત્યાગ કરી વૈશાખ માસની અમાવાસ્યાએ ચારિત્ર અંગીકાર કર્યુ. ત્યાર પછી કેટલેાક કાળ વિચરીને ભવ્યજીવને માક્ષમાગ બતાવીને વૈશાખ કૃતૃતીયાના દિવસે કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રના ચેગ થયે છતે તેમને દ્વિવ્ય કેવલજ્ઞાન પ્રગટ થયું. દેવાએ સમવસરણની રચના કરી. ગણધરાને દીક્ષા આપી. ધર્મકથા કહી, ત્યાર પછી પંચાણુ હજાર વર્ષનું સર્વાંયુ પાલન કરીને પ્રભુ ‘સમ્મેત’પર્યંતના શિખર ઉપર સર્વ દુઃખ-રહિત મેાક્ષ પામ્યા.
શ્રીમહાપુરુષારત વિષે શ્રીકુથુસ્વામી ચક્રવર્તી અને તીર્થંકરનું ચરિત્ર પૂર્ણ કર્યું`** [3૨–૩૩]
(૩૪-૩૫) શ્રીઅરસ્વામી ચક્રવર્તી અને તીથંકરનું ચરિત્ર
ગર્ભાધાનથી માંડીને તેનાં ચિહ્નો વડે કેટલાક મહાપુરુષા ઉત્પન્ન થાય છે, જેનાથી સમગ્ર જગત સુખવાળુ થાય છે, જબુદ્વીપ નામના આ જ દ્વીપમાં દક્ષિણભાગના મધ્યખ’ડમાં હસ્તિનાપુર ' નામનું નગર હતું. ત્યાં સમગ્ર પ્રતિપક્ષને જિતનાર અત્યંત રૂપસ...પત્તિથી દેખાવડા
"
સુદન ' નામના રાજા હતા. તેને રિતના રૂપથી અધિક રૂપ-સ`પત્તિવાળી દેવી સરખી ૮ દેવી ' નામની મહારાણી હતી, તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલાક કાળ પસાર કર્યાં.
ܕ
કોઈક સમયે ખાલવસંતઋતુ-સમયે શિયાળાના ઠંડા પવન બંધ થયા, ત્યારે આંખા ઉપર મંજરીના ગુચ્છાએ ફૂટ્યા હતા, કોયલના ટહૂકાર સંભળાતા હતા, બકુલપુષ્પની સુગંધ ફેલાઈ હતી. માનિની સ્ત્રીના માનભંગ કરવામાં દક્ષ કણેરનું વન વિકસિત થયું હતું. આવા પ્રકારના ખાલવસ તસમયના ફાલ્ગુન શુક્લબીજના દિવસે ત્રૈવેયક દેવલેાકથી ચ્યવીને: કુંથુનાથ ભગવ ́તના નિર્વાણ પછી હજાર ક્રોડ વ ન્યૂન એવા પત્યેાપમના ચેાથા ભાગના કાળ વીત્ય પછી ચૌદ સ્વમ–સૂચિત દેવી મહારાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ક્રમે કરી ગર્ભ વૃધ્ધિ પામવા લાગ્યા. કેટલાક દિવસ અધિક એવા નવ માસ વીત્યા પછી માશીષ શુક્લદશમીના દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રના યાગ થયે છતે . માતાને વેદના ઉત્પન્ન કર્યા વગર ભગવંતના જન્મ થયા. સ્વમમાં સુંદર ચક્રના આરા દેખેલ હેાવાથી તેમનું · અર ' એવું નામ સ્થાપન કર્યું. અનુક્રમે વૃધ્ધિ પામ્યા, ચક્રવતી પણું... પણ પ્રાપ્ત થયું. છએ ખંડની સાધના કરીને પ્રત્યક્ષ વ્યભિચારી પત્નીની માફક રાજલક્ષ્મીનો ત્યાગ કરીને માશી` શુક્લએકાદશીના દિવસે શ્રમણપણું અંગી કાર કર્યુ.. કેટલેાક સમય છદ્મસ્થ-પર્યાય પાલન કરીને કાર્તિક કૃષ્ણુદ્વાદશીના દિવસે કેવલજ્ઞાન મેળવ્યું. · પદ્મિની ખેટ નામના નગરમાં આવ્યા. ગધરાને દીક્ષા આપી. દેવતાઆએ સમવસરણની રચના કરી. ધર્મકથા આરંભી. સંસારનું સ્વરૂપ સમજાવ્યું. માક્ષનુ સુખ પ્રગટ કર્યું. કેટલાક જીવાની કમની ગાંઠ તેાડી નાખી, મેહજાળ દૂર કરી, આવરણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org