________________
(૩૨-૩૩) શ્રી કુંથુસ્વામી ચક્રવર્તી અને તીર્થંકરનું ચરિત્ર
પુણ્યરાશિની જેમ પુણ્યવડે કેટલાક ઉત્તમ આત્માઓને જન્મ થાય છે, કે જેમની ઉત્પત્તિથી આ ભરતક્ષેત્ર નાથવાળું થાય છે. શ્રી શાંતિસ્વામી પછી અર્ધ પલ્યોપમને કાળ ગયા પછી શ્રીકુંથુજિનની ઉત્પત્તિ થઈ. કેવી રીતે? તે જણાવે છે-જંબૂઢીપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં દક્ષિણના મધ્યખંડમાં હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં સમગ્ર શૂરવીર રાજાઓના સમુદાયને જિતનાર “શ્રીનામનો રાજા હતા. તેને દેવાંગનાઓની રૂપસંપત્તિને તિરસ્કાર કરનાર ઈન્દ્રાણી જેવી “શ્રી” નામની મુખ્ય મહાદેવી હતી. તેને તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર થયે.
કેઈક સમયે જળવાળા શ્યામ મેઘની પંક્તિવાળું ગગનમંડલ વર્તતું હતું, તથા ચારે બાજુ વિજળી ઝબુકતી હોવાથી દિશાઓ પ્રકાશવાળી દેખાતી હતી, મરક્તમણિના અંકુર સરખી સ્વચ્છ લીલી વનસ્પતિઓના સમૂહથી પૃથ્વીમંડલ શોભી રહેલું હતું. તેવા સમયમાં શ્રાવણ કૃષ્ણનવમીના દિવસે સુખે સૂતેલી શ્રીદેવીએ રાત્રિના છેલ્લા પહેરમાં ચક્રવતી અને અને તીર્થકરના જન્મને સૂચવનાર ચૌદ મહાસ્વમાં જોયાં. જાગીને વિધિપૂર્વક પતિને નિવેદન ક્ય. પતિએ પણ સ્વાદેશના ફળ તરીકે પુત્ર-જન્મ કહીને અભિનંદી. ત્યારથી માંડીને ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો, નવ મહિના અને સાડાસાત દિવસ પૂર્ણ થયા, ત્યારે વૈશાખ કૃષ્ણ ચતુર્દશીના દિવસે કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે, ત્યારે શ્રીદેવીએ સુખપુર્વક પુત્રને જન્મ આપે. પૂર્વના ક્રમે સુરેન્દ્ર જન્માભિષેક કર્યો. પિતાએ પણ વધામણ-મહોત્સવ આદિક ઉચિત કાર્યો કર્યા. “સ્વપ્નમાં માતા સ્તૂપ દેખીને જાગ્યાં હતાં, તથા પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે બાકીના પ્રતિપક્ષોને કુંથુ સરખા થયેલા જોયા.' આ કારણે ભગવંતનું “કુંથુ” એવું નામ સ્થાપન કર્યું. પૂર્વ ક્રમે પ્રભુ કળા અને વયમાં વૃદ્ધિ પામ્યા, વિવાહ કર્યો, ચક્રવતી થયા, તેમને દેહ પાંત્રીશ ધનુષ ઊંચાઈવાળે હતું તથા તપેલા સુવર્ણ સરખી દેહની કાંતિ હતી, પૂર્વના ક્રમ પ્રમાણે તીર્થકરના ચરિત્રને બાધ ન આવે તેમ ચકવતી પણાને અનુભવ કરીને તેના ત્યાગની બુદ્ધિ ઉત્પન્ન થવાથી સ્વયંબુદ્ધ હોવા છતાં પણ લેકાંતિકાએ પ્રતિબોધ કર્યો. તે આ પ્રમાણે- “હે ફરી જન્મ ન લેનાર ! તમે જય પામે. હે ભુવનના એકનાથ ! આપ તેવા પ્રકારનું નાથપણું કરો, જેથી જીવને કર્મ અને ભવની ઉત્પત્તિ થાય જ નહિ. જેવી રીતે ચક્રવતી થઈને આપે લોકને સમગ્ર ભયથી મુક્ત કર્યા, તે પ્રમાણે ધર્મચકવતીપણુ વડે હે જગતના નાથ ! લેકને શાંતિ પમાડે. હે જિનેન્દ્ર ! સદુભાવ અને જ્ઞાનરહિત અમારા સરખાએ આપની આગળ કેવી રીતે પ્રાર્થના કરવી? તે અમે જાણતા નથી. તે પણ બળાત્કારે લજજા છેડીને ગમે તેવા શબ્દોથી અમે પ્રાર્થના કરીએ છીએ. હે તીર્થેશ્વર ! અણસમજુને ઈષ્ટ, અનિષ્ટ, સંસારમાં રખડવાનું કારણ એવું રાજ્ય છોડીને જીને નિતિ-સુખ કરનાર એવું તીર્થ પ્રવર્તાવે. હે જગતના નાથ ! ઉત્તમ પ્રકારના પર હિત કાર્ય કરવાના વ્યવસાયવાળા તમારા સરખા કલ્પવૃક્ષથી અધિક જગતમાં કેટલા મહાપુરુષે થશે ? તે કહે. હે ભગવંત ! સંસાર-સાગર પાર પમાડવા સમર્થ, ઉત્તમ સંપૂર્ણ પીડા વગરનું, નિર્વાણુ-ગમન કરાવનાર તીર્થ આપ પ્રવર્તાવે. હે ભગવંત ! દુઃખરહિત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org