________________
૨૦૫
શ્રી શાંતિસ્વામી ચક્રવતી અને તીર્થકર થયાં. ચકવતપણે કેટલેક કાળ પસાર કર્યો. ધર્મચક્રવતી પણું જીવદયાના પરિણામના હેતુ ભૂત તીર્થંકરપણું છે. રાજ્ય અસંયમ અને પાપના હેતુભૂત છે. તેઓ તે મહાનુભાવ હોવાથી તેમને તે બન્ને વિરોધ વગરના છે. શાંતિનાથ ભગવંતને રાજ્ય અને ધર્મચક્રવર્તીપણું પરસ્પર અવિરેધવાળાં હોવાથી બને એકી સાથે વાત કરી શકે છે. ક્ષાત્રધર્મ માટે સારભૂત શત્રુસૈન્યને પરાજિત કરી મૃત્યુ પમાડનાર ખર્શ તથા સમગ્ર જીવને અસાધારણ શાંતિના હેતુ ભૂત ક્ષમા, ધારના અગ્રભાગ પર રહેલ અગ્નિમાંથી ઉડતા તણખા વડે શત્રુને વિનાશ કરનાર ચક્ર અને જીવરક્ષા કરવાના ચિત્તવાળું ધર્મચક્ર એક સાથે વાસ કરે છે. તે તીર્થકર ચક્રવતીને સ્ત્રીરત્ન વગેરે ચૌદ રત્ન પણ તેવા તેવા પ્રસંગે પ્રાપ્ત થાય છે અને ઉપશમ, વિવેક, સંવર, તથા નિસ્પૃહતા પણ સમયે સાથે રહે છે. પર અને સ્વકાર્યના વ્યાપાર સાધી આપનાર નવ નિધિઓ તથા તેમના વિષે તૃણમણિ વિશે સમભાવ સ્વરૂપ મુક્તતા પણ સાથે વાસ કરે છે. - આ પ્રમાણે તીર્થંકરનામ-સહિત ચક્રવર્તી પણાનું પચ્ચીશ હજાર વર્ષ પાલન કરીને તીર્થંકરનામગોત્ર કર્મ જ્યારે ઉદયમાં આવ્યું, તે સમયે સ્વયં બુધ હોવા છતાં લેકાંતિક દેએ પ્રતિબંધ કર્યો. જેઠ કૃષ્ણત્રવેદશીના દિવસે ચક્રવતી પણાને તણખલાની જેમ ત્યાગ કરીને સંસાર–સાગર તરવા માટે નાવડી સમાન પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ત્યાં જ આંબાના વૃક્ષ નીચે ધ્યાનાંતરિકામાં વર્તતા હતા, ત્યારે ક્ષપકશ્રેણીના ક્રમે ચાર ઘનઘાતિકને ક્ષય કરીને ભૂત, ભવિષ્ય, વર્તમાન વિષયક પદાર્થોને જણાવનાર કેવલજ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાન કેવા પ્રકારનું? સમગ્ર આવરણના ક્ષય થવાથી પ્રગટ થયેલું, ત્રણે ભુવનના તમામ પદાર્થોને જણાવવા સમર્થ સામાન્ય-વિશેષ સ્વરૂપવાળું એક પ્રકારનું કેવલજ્ઞાન. ત્યાર પછી દેવેએ સમવસરણ તૈયાર કર્યું. ગણધરેને દીક્ષા આપી. તેમની નિશ્રાએ ધર્મદેશના આપી. સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રમય મેક્ષમાર્ગનું વર્ણન કર્યું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ-નિમિત્તે બંધાતાં કર્મોની નિંદા કરી. પ્રાણુઓ બોધ પામ્યા, કેટલાકએ સમ્યકત્વ અંગીકાર કર્યું, કેઈએ અણુવ્રત લીધાં, કેઈ ઉત્તમ આત્માઓએ મહાવતે અંગીકાર કર્યા, નેહ–પાશે છેદ્યા, કોઈકે હવેલડી છેદી નાખી, રાગ-દ્વેષ–મલને હણી નાખ્યા, કેટલાકએ હલુકમી બનીને જિનેપદિષ્ટ અવિસંવાદી મોક્ષમાર્ગ પ્રાપ્ત કર્યો.
આ પ્રમાણે ભવ્યજીવેરૂપ કમલખંડને વિકસિત કરતા, સંસાર અને મોક્ષના માગને પ્રકાશિત કરતા, સંસારનું અસારપણું વિચારતા, પચ્ચીશ હજાર વર્ષ સાધુ-પર્યાયનું પાલન કરીને બાકી રહેલાં ચાર ઘાતકર્મને ક્ષય કરીને કેવલિ-સમુઘાત-વિધિથી આયુષ્યકર્મ સાથે વેદનીયકર્મ સરખું કરીને “સમેત શૈલીના શિખર ઉપર શૈલેશીકરણના વિધાનથી આયુષ્ય, નામ, ગેત્ર, વેદનીય રૂ૫ ભવ સુધી રહેનારાં કર્મોને એકી સાથે ખપાવીને સિદ્ધિપુરી નગરીમાં શાશ્વત નિવાસ કર્યો. તે ભગવંતે પચીશ હજાર વર્ષ કુમારભાવમાં, તેટલાં જ માંડલિકપણામાં, તેટલાં જ વષે વળી ચક્રવર્તિપણુમાં, અને તેટલા જ વર્ષ દીક્ષા પર્યાયમાં મળીને સર્વ આયુષ્ય લાખ વર્ષનું પૂર્ણ કર્યું. - શ્રીમહાપુરૂષ ચરિતમાં શ્રી શાંતિસ્વામીનું ચકવતી અને તીર્થકર એમ ઉભય પદવીવાળું ચરિત્ર પૂર્ણ કર્યું. [૩૦-૩૧].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org