________________
(૩૦-૩૧) શ્રી શાંતિનાથ સ્વામી ચક્રવતતીર્થકરનું ચરિત્ર
શ્રીધર્મનાથ તીર્થકર ભગવંત પછી પિણ પાપમન્યુન ત્રણ સાગરેપમ પછી શ્રી શાંતિસ્વામી ચક્રવતી અને તીર્થકર એમ એકી સાથે બે પદવીવાળા ઉત્પન્ન થયા. કેવી રીતે? – સુકુલમાં જન્મેલા, ગુણવાન પરકાર્ય કરવામાં તત્પર એવા મહાસત્ત્વશાલી પુરુષો આ જગતમાં કેઈ ઉત્પન્ન થાય છે કે, જેના વડે આ ભુવન અલંકૃત થયેલું છે.
જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં વૈતાદ્ય નામના શ્રેષ્ઠ પર્વતની ઉત્તરશ્રેણીમાં રથનપુર ચકવાલપુર નામનું નગર હતું. ત્યાં અમિતતેજ નામને રાજા રહેતા હતા, તેને સુતારા નામની ભગિની હતી. તેને પિતનપુરના અધિપતિ શ્રી વિજય રાજા સાથે પરણાવી હતી. કેઈક સમયે અમિતતેજ રાજા પિતનપુર નગરે શ્રી વિજય અને સુતારાને મળવા માટે ગયો. તે સમયે આખા નગરમાં ધ્વજા-પતાકાઓ ઉડતી હતી અને નગરલોકો પ્રમોદ કરી રહેલા હતા અને રાજમહેલમાં તે વિશેષ આનંદ-ઉત્સવ પ્રવર્તતે હતા. ત્યારે વિસ્મયથી વિકસિત નેત્રવાળે તે આકાશમાંથી રાજાના ભવનાંગણમાં નીચે ઉતર્યો, શ્રીવિજય રાજાએ ઉભા થઈ તેને સત્કાર કર્યો. બીજાં ઉચિત કાર્યો કર્યા. સિંહાસન પર બેઠા. અમિતતેજ રાજાએ ઉત્સવનું કારણ પૂછયું. ત્યારે શ્રીવિજય રાજા કહેવા લાગ્યા- “ આજથી આઠ દિવસ પહેલાં પ્રતિહારે નિવેદન કરેલ એક નિમિત્તિય આવ્યું. તેને આસન આપ્યું એટલે તે બેઠે. મેં તેને પૂછ્યું કે, આવવાનું કારણ હોય તે કહે. ત્યારે તેણે કહ્યું કે, હે મહારાજ! મેં નિમિત્ત અવલોકન કર્યું, તેમાં પિતનાધિપ ઉપર આજથી સાતમે દિવસે મધ્યાહ્ન સમયે ઈન્દ્રાશનિ પડશે. તે કાનને અપ્રિય લાગે તેવું વચન સાંભળીને મંત્રીએ પૂછ્યું કે, તે તારા ઉપર શું પડશે? તેણે કહ્યું કે, તમે કેપ ન કરશે. નિમિત્તબલથી જે મેં જાણ્યું, તે પ્રમાણે જ મેં તમને કહ્યું છે, તેમાં મારે કઈ પ્રકારનો ભાવદોષ નથી. “તે દિવસે મારા ઉપર સુવર્ણની વૃષ્ટિ થશે.” એ પ્રમાણે તેણે કહ્યું, ત્યારે મેં તેને પૂછ્યું કે આવા પ્રકારનું નિમિત્તશાસ્ત્ર, તું ક્યાં ? તેણે કહ્યું કે, “અચલ સ્વામીની દીક્ષા વખતે મેં પિતા સાથે દીક્ષા અંગીકાર કરી, ત્યાં હું અષ્ટાંગ નિમિત્ત ભર્યો. પછી હું યૌવનવય પાયે, કઈ કન્યા પૂર્વે મને અપાયેલી હતી. મારા ભાઈઓએ મને દીક્ષા છોડાવી. કર્મ–પરિણતિના યોગે ત્યાર પછી મેં તેની સાથે લગ્ન કર્યું. ત્યાર પછી સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ નિમિત્તના અનુસારે જોયું, તે પિતનાધિપતિને વિજળી પડવાને ઉપદ્રવ થશે.” આ પ્રમાણે કહ્યું –
ત્યારે એક મંત્રીએ કહ્યું કે રાજાને સમુદ્રના મધ્યભાગમાં વહાણમાં બેસાડી જેથી ત્યાં વિજળી પડવાને સંભવ નથી. બીજાએ કહ્યું કે–દૈવ-
નિગને પલટાવવા કેઈ સમર્થ થઈ શકતું નથી. કારણ કે એક વખતે રાક્ષસને આપવાનો વારો આવ્યો, તેમાં એક બ્રાહ્મણપુત્રને અર્પણ કરવાનું હતું, પણ માતાને રુદન કરતી દેખીને એક ભૂતે માતાને આશ્વાસન આપીને તેના વારાના દિવસે ભૂત તેને પર્વતની ગુફામાં લઈ ગયા. ત્યાં પહેલાં આવેલા એક અજગરે તેનું ભક્ષણ કર્યું. તેથી કરીને જીવનું તૂટેલું આયુષ્ય પાલન કરવુંટકાવી રાખવું અત્યંત મુશ્કેલ છે. ફરી વળી ત્રીજા મંત્રીએ કહ્યું કે નિમિત્તિયાએ પિતનાધિપતિને વધ કહેલે છે, નહીં કે શ્રીવિજ્ય મહારાજને.” સાત દિવસ પોતનાધિપતિ તરીકે બીજા કોઈની સ્થાપના કરો એમ મંત્રણું કરીને વૈશ્રવણયક્ષને મેળવીને રાજ્યને અભિષેક કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org