________________
Roo
ચેપન્ન મહાપુરુષનાં ચરિત સાતમા દિવસે દિવસના મધ્યભાગમાં મેઘ ઉત્પન્ન થયે, વિજળીલતા ચમકવા લાગી. મેઘનો ગરવ ગડગડ શબ્દ કરવા લાગ્યું. ત્યાર પછી ચારે બાજુ ચમકારે કરતી વિજળી યક્ષગૃહમાં પડીને યક્ષની પ્રતિમાને વિનાશ કર્યો. હું તે સાત રાત્રિ સુધી પૌષધશાળામાં પિૌષધ કરીને રહેલે હતે. નગરલેકેએ મને અભિનંદન આપ્યું અને ફરી મારે રાજ્યાભિષેક કર્યો. નિમિત્તિયાની પૂજા કરી. તેથી કરીને વધામણ-ઉત્સવનું આ કારણ છે.”
આ સાંભળીને અમિતતેજે કહ્યું કે- “નિમિત્તશાસ્ત્ર સંદેહ વગરનું છે અને રક્ષણને ઉપાય પણ સુંદર કર્યો.”
ત્યાર પછી શ્રી વિજયરાજા સુતારા રાણી સાથે બહાર ઉદ્યાનમાં ગયા. ત્યાં સુવર્ણની કાંતિવાળા મૃગલાને જોઈને સુતારાએ કહ્યું કે હે પ્રિયતમ! આ મૃગલે ઘણો સુંદર છે, તે મને કીડા કરવા માટે તેને લાવી આપે. ત્યારે રાજા પોતે જ તેને પકડવા દયો, એટલે મૃગલે પલાયન થયો, થેડી ભૂમિ ગયા પછી આકાશમાં ઉડી ગયા. તેટલામાં મહાદેવીએ ચીસ પાડી કેહિ દેવ! કુકકુટસપે મને કરડી, તેનાથી મારું રક્ષણ કરે. હે દેવ! મને બચાવોએમ સાંભળીને એકદમ દેડી આવ્યું. તેટલામાં તે તે મૃત્યુ પામી. રાજા પણ તેની સાથે ચિતામાં પેઠે. અગ્નિ સળગવા લાગ્યું. તેટલામાં બે વિદ્યાધરે આવ્યા. તેમાંથી એકે પાણીને મંત્રીને તેની પર છાંટ્યું. એટલે તાલિની વિદ્યા અટ્ટહાસ્ય કરતી નાસી ગઈ. રાજા પણ સ્વસ્થ થયે. તેણે કહ્યું કે, “આ શું?” વિદ્યાધરે કહ્યું કે-અમે પિતા-પુત્ર અમિતતેજને સ્વાધીન છીએ. અમે જિનચંદન માટે ગયા હતા. પાછા આવતા હતા, ત્યારે સુતારાને અશનિ ઘેષ લઈ જતું હતું, તેને આકંદ-શબ્દ સાંભળે અને યુદ્ધ કરવા સજ્જ થયા, ત્યારે સુતારાએ અમને કહ્યું કે મહારાજ તાલિની વિદ્યાથી ઠગાય નહિ અને જીવિતને ત્યાગ ન કરે, તે પ્રમાણે તરત ઉદ્યાનમાં જઈને વ્યવસ્થા કરે.” તેથી પિતા-પુત્ર અમે અહીં આવ્યા છીએ. વેતાહિની વિદ્યા સાથે ચિતામાં ચડેલા તમને જોયા. તે દુષ્ટવિદ્યા ભાગી ગઈ. પછી તમે ઉભા થયા. સુતારાનું અપહરણ થયું જાણું રાજા ચિંતામાં પડયો. તેઓએ કહ્યું કે, વિશ્વસ્ત બનો. તે પાપી ક્યાં જવાનું છે?” એમ સાત્ત્વન આપીને વિદ્યાધરે ગયા.
આ વૃત્તાન્ત અમિતતેજે જાણ્ય. અમિતતેજ અને શ્રી વિજય અમરચંચા નગરીમાં અશનિષ પાસે ગયા. બહાર રહીને અશનિઘુષ પાસે દૂત મોકલ્યા. તે ત્યાંથી પલાયન થ તેની પાછળ બંને દેડડ્યા. ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનવાળા અચલની પાસે અશનિષને જે. અમિતતેજ પાસે એક વિદ્યાધર સુતારા રાષ્ટ્રને ત્યાં લઈ આવ્યો.
ત્યાર પછી ઉપશાન્ત થયેલા વૈરવાળા કેવલિની સમીપે ધર્મ શ્રવણ કરે છે. અવસર મળતાં અશનિષે કહ્યું કે-“મેં દુષ્ટભાવથી સુતારાનું હરણ કર્યું ન હતું. પરંતુ વિદ્યા સાધીને પાછા ફરતાં મેં તેને દેખી, પૂર્વના સ્નેહના કારણે તેને ત્યાગ કરવા સમર્થ ન થયે, તેથી કપટથી શ્રીવિજયને વેતાલિની વિદ્યાથી ભ્રમણામાં નાખીને સુતારાને લઈને હું આવ્યું. તે દુષ્ટભાવ વગરના મને ક્ષમા આપવી.” એ સાંભળીને અમિતતેજે કહ્યું કે હે ભગવંત! ક્યા કારણથી આને સુતારા ઉપર નેહ થયે? ત્યારે કેવલી ભગવંત કહેવા લાગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org