________________
૧૯૮
ચપન્ન મહાપુરુષેનાં ચરિત વેદનાઓ સહન કરતા તેઓ વિચરે છેતે સમયે સૌધર્માધિપતિએ આવીને વંદના કરી વિનંતિ કરી કે હે ભગવંત! આપને અત્યંત પીડા કરનાર આ રોગોને મટાડી આપું?” ત્યારે લગાર હસતાં હસતાં ભગવંતે કહ્યું કે, “શું કાયમના કે આ ભવ પૂરતા રોગ દૂર કરશે ? સૌધર્માધિપતિએ કહ્યું કે, રેગના અત્યંત વિનાશ તે સમગ્ર કર્મોને ક્ષય થવાથી થાય છે, હું તે માત્ર થોડા કાળ પૂરતા તમામ રેગે દૂર કરી શકું. તે સાંભળી ભગવંતે થુંક-ઔષધિ ગ્રહણ કરી અને તે ડાબા હાથની તર્જની આંગળી ઉપર ચેપડી એટલે પહેલાંના રૂપ કરતાં પણ અધિક રૂપાળી સુવર્ણ વર્ણ જેવી અંગુલી દેખાવા લાગી. ભગવંતે કહ્યું કે, “હે મહાસત્ત્વશાલી ! પૂર્વ કર્મના દેષથી વ્યાધીઓ ઉત્પન્ન થાય છે, ઉદયમાં આવેલાં તે કર્મો જે સમતાથી સહન કરવામાં આવે તે તેને ક્ષય-નાશ થાય છે, પણ દૈવીશક્તિથી બેસાડી દેવામાં કર્મનો ક્ષય થતું નથી. તેથી પૂર્વે જે કંઈ કર્મ જાતે ઉપાર્જન કરેલાં હેય, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ,
ગ, કષાયાદિકે કરી પ્રાણીઓને વિવિધ વેદનાઓ ઉત્પન કરેલી હોય, તેને સ્વયં ભેગવવી જ પડે, તે સિવાય છૂટકારે થઈ શકતું નથી, અમે મેક્ષના અથી છીએ. માટે તું જે માત્ર આ ભવના રોગ મટાડવાની ઈચ્છા રાખે છે, તે વાતથી સર્યું. રેગનું ઔષધ તો મેં ચાલુ કરેલું જ છે, તે સિવાય કાયમી સર્વથા મૂળમાંથી રેગની શાંતિ નહીં થાય. તે પ્રમાણે કહેવાચેલા ઈન્દ્ર. મનિ ભગવંતને વંદના કરીને પિતાના સ્થાને ગયા. ભગવંતે ચિંતવ્યું કે- હે જીવ! અનર્થ કરનાર ધન, યૌવન, જાતિ-અભિમાન આદિની અણસમજ વડે તે પોતે જ આ દુઃખની શ્રેણ ઉભી કરી છે. પરલેકની ચિંતા ન કરનારા અજ્ઞાની વિષયાધીન આત્માઓ તેવું તેવું પાપકર્મ કરે છે, જેથી તેને મનુષ્ય, નરક, તિર્યંચ ગતિમાં અધિક દુઃખાનુભવ કરે પડે છે. હે જીવ! ઉપાર્જન કરેલાં કર્મોને કઈ પ્રકારે વિનાશ થઈ શકતું નથી, તે આવી પડેલું દુઃખમાત્ર ઉદ્વેગ લાવ્યા સિવાય સમતાભાવથી સહન કરી લે, સર્વને માટે આ એક નિયમ છે કે રાગ, દ્વેષ, કે મેહાધીન થઈ બીજાને જે કંઈપણ દુઃખ, ત્રાસ, હેરાન કર્યા હોય, તે નક્કી પોતાને જ પૂર્વ કર્મના દોષથી પરિણમે છે. હે આત્મા! આ શરીરથી તું જુદો છે, તું નિરોગી, અક્ષય, અમૂર્ત છે; જ્યારે આ દેહ તે રેગનું ઘર છે. તે શરીર માટે કેઈના ઉપર ખીજાતે નહિં રોગના નિમિત્ત પાપ, પાપ-નિમિતે અશુભ ગ, તેને નિમિત્તે અજ્ઞાનથી મેહિતમતિવાળે તું પોતે જ છે. કર્મના ક્ષયથી મેક્ષ, કર્મને ક્ષય ભેગવટાથી, અગર તપશ્ચર્યાથી થાય, આ બંને મને અત્યારે મળી ગયા છે, આવા પ્રકારની સમજણ તે ગુણ છે. અજ્ઞાનીઓને આ ગુણ પણ દેષરૂપ થાય છે. વળી જે તે પહેલાં આચરેલું છે, તે આ કર્મ ખપાવવાનું જ છે, સ્વાધીનતાએ સમતાપૂર્વક ભેળવીને ખપાવેલું ઘણું નિર્જ શના ફળવાળું થાય છે. તેમાં દુઃખ પણું અલ્પ થાય છે. આ પ્રમાણે ઉદયમાં આવેલા સર્વરોગવાળા નિર્જરા કરવાના અભિલાષી મુનિ સમ્યગૂ પ્રકારે વેદનાઓ સહન કરતા હતા અને ધર્મ, કર્મની ગતિ તેમ જ સંસારની ભાવનાઓ ભાવતા હતા.
આ પ્રમાણે આત્માને શિખામણ આપીને સમ્યગૂ ભાવનાઓ ભાવતા, રોગપરિષહ સહન કરતા, જિન-વચનને વિચારતા, વિહાર કરતા. હવે કેટલું આયુષ્ય બાકી છે? તેને વિચાર કર્યો. અલ્પ આયુષ્ય બાકી રહેલું જાણીને સમ્યગૂ પ્રકારે આત્માની સંખના-વિધિ કરીને, પાદપપગમન અનશન-વિધિથી આયુષ્ય પૂર્ણ કરીને, દેહ છોડીને સાત સાગરોપમના આયુષ્યવાળા સનસ્કુમાર મુનિ કપમાં ઉત્પન્ન થયા.
મહાપુરુષચરિતમાં સનકુમાર ચક્રવર્તીનું ચરિત્ર પૂર્ણ કર્યું. [૨૯].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org