________________
મહેન્દ્રસિંહે કરેલ સનત્કુમારની શેાધ
૧૯૧
ખાળવા માટે તત્પર બનેલા મહેન્દ્રસિંહનું સૈન્ય ધીમે ધીમે ઘટી ગયું અને હવે તે એકલે પડ્યો, ફરી પણ સાહસની સહાયતાવાળા મહેન્દ્રસિ' પર્વત-ગુફાઓમાં નિર્ભયપણે ખાળવા લાગ્યા.
કેવી રીતે ? ત્યાં ત્યાં તે દોડે છે કે જ્યાં જ્યાં કોઈ પ્રકારે ન સમજી શકાય તેવા હાથી, મૃગ, અશ્વ, પાડા અને ચમરી ગાયાના શબ્દો સાંભળવામાં આવે, સજળ મેઘના ગજા રવને જિતનાર મદ્દોન્મત્ત હાથીની ગર્જના સાંભળીને હું મહારાજ! આજ્ઞા આપા, તમે જીવા’ એમ કહીને નિર્ભયપણે એકદમ દોડે છે. સિંહના મોટા સિંહનાદના અસહ્ય શબ્દો સાંભળીને આ મારા સ્વામીના અવાજ છે ’ એમ તેના ચિત્તવાળા થઈ ને તે તરફ દોડતા હતા. હાથીની સ્થૂલ સૂંઢથી ભાંગી નંખાયેલ અને મરડી નાખેલ શાખાવાળા સલ્લકી વૃક્ષાના વનમાં નરેન્દ્રસિંહની શેાધ કરતા મહેન્દ્રસિંહે પ્રવેશ કર્યાં. વાચાળ મયૂરીના કેકારવ સાંભળી મહાશાકને દબાવીને ધૈર્ય થી વ્યવસાય કરવાવાળા તે બુદ્ધિશાળી સિંહની ગુફાઓમાં નિર્ભયપણે કુમારની શેાધ કરતા હતા. આ પ્રમાણે ગીચ વૃક્ષવાળા અરણ્યમાં સાહસ-સહાયવાળા એક્લા જ ભય, નિદ્રા, ખેદ, મહાવેદનાને ગણકાર્યા વગર મિત્રની શોધ કરતા હતા. તેમ જ પુષ્પરસની સુગંધ-મિશ્રિત સહકાર–આંબાના મારની રજયુક્ત ઉત્કટ ગંધવાળા પવન કોના હૃદયને ન ભેદે ? નવિકસિત કુજ વૃક્ષોના વનની શ્રેણિએ અને સરસ કણેર-પુષ્પની મ ંજરીથી રંગાયેલા દિશાના અંતેભાગવાળા એવા નવીન વસંતઋતુના દિવસે કહેા કાને નથી મારતા ? સૂર્યના પ્રચંડ કરણાથી પીડિત કાદવ ઉપર કાંઇક ચાલતા અલ્પજળવાળા કમલિનીઓના પત્રોને વાયરે ડોલાવે છે. કઠોર પવનથી ઉડાડેલ રજ-સમૂહથી રંગાએલી દિશામુખવાળા મલિન ધૂંધળા વર્ષાકાળના દિવસેથી કાણુ ચૂકે ? એટલે કે તેવા દિવસેાના આનંદ કાણુ ગૂમાવે? અલ્પઅિન્તુવાળી પડતી વર્ષાથી કઇંક મલિન કદમ્બ-પુષ્પાના કેસરાથી યુક્ત, વાયુથી કપિત થવાના કારણે ક્ષોભ પામતા મેઘાના ગડગડાટથી મુખર અને ભયંકર વર્ષાના આરંભમાં તથા વિયેાગમાં અત્ય’ત વ્યાકુળ કરાવનારા દિવસેા સ્વાધીન પ્રિયજનવાળા કયા સહૃદય માણસના હૃદયને ચીરતા નથી? શરદઋતુમાં વિરલ જળમેઘવાળા મેઘાથી ઉત્પન્નથવાવાળા વર્ષાઋતુના દિવસો સવ લોકોનાં હૃદયાને ઉત્કંઠાથી કામળ કરે છે, પાકેલા ડાંગરની ગંધથી ભરપૂર અને સમસ્જીદ-પુષ્પાની ગંધયુક્ત ફેલાતા પવન વિયેાગીના મનમાં ઉદ્વેગ ઉત્પન્ન કરે છે. જે દુષ્ટ દિવસેાએ ત્રિભુવનમાં નલિની-કમળાના નાશ કર્યાં અને પ્રિયજનના મેળાપની ઉત્કંઠા કરાવી–એવા શિશિરઋતુના દિવસેાના ફેલાવાને કાણુ સહન કરે ? ગુણ-દોષના ભેદ ન સમજનાર એવ ઠંડીઋતુના દિવસોએ ફેલાતી સુગંધવાળા માલતીપુષ્પાને કરમાવીને, કુદપુષ્પાને સમૃદ્ધ–વિકસિત કર્યાં. આ પૃથ્વીતલમાં ઉત્પન્ન થયેલા હિમણુમિશ્રિત અતિશીતલ પવનના ફેલાવનારા, શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન કરાવનારા હેમ'તઋતુના દિવસેાથી કહેા કાણુ ભય નથી પામતા? આવા પ્રકારના ભયંકર ઋતુ-સમૂહમાં કેવળ સાહસની સહાયતાવાળો મહેન્દ્રસિંહ અરણ્યમાં સનત્કુમારને ખાળતા હતા. આ પ્રમાણે એક વરસ સુધી મેટા વરાહાવાળી, દુઃખે કરી સાંભળી શકાય તેવા સિંહનાદવાળી, જેમાં વાઘનાં બચ્ચાં ફ્રી રહેલાં હતાં, હાથીનાં ટેળાં ગુલગુલ શબ્દ કરી રહેલાં હતાં, ઈચ્છા પ્રમાણે મૃગ-ટોળાંએ ફરી રહેલાં હતાં, મનુષ્યના જ્યાં પગ-સંચાર થતા નથી, ચમરી ગાયા જેમાં ચરી રહેલી હતી, ચિત્તાઓથી વ્યાસ, શિયાળના ‘રૂ રૂ’ શબ્દો જ્યાં સંભળાયા કરતા હતા, ભમરાઓ જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org