________________
૧૯૨
ચેપન્ન મહાપુરુષનાં ચરિત ગુંજારવ કરી રહેલા હતા, ગુંડાઓ વડે ત્રાસ પામેલ પાડાઓનાં ટેળાં, ફાડી ખાનારાં જાનવર જેમાં ભ્રમણ કરી રહેલાં હતાં, સંસાર સરખી પાર વગરની, યમરાજાની નગરી જેવી ભયંકર, દૈવની ગતિ માફક ગહન એવી અટવીમાં કુમારની શોધ કરવા માટે તે રખડ્યો.
આવા પ્રકારની મહાભયંકર અટવીમાં રખડતે રખડતે એક દિવસે થેડા ભૂમિ-પ્રદેશમાં આગળ ચાલ્યો અને તે લક્ષ્મ વગર દિશાઓનું અવલોકન કરતા હતા અને આંટા મારતો હતો, તે સમયે સારસ, કલહંસ, ભારંડ આદિ પક્ષીઓને કોલાહલ સંભળા. સરોવરના જળ તરફથી ઠંડે વાયરો વાવા લાગ્યું, કમળાની ઉત્કટ ગંધ આવવા લાગી, તે તરફ ચાલ્ય, હદયમાં કંઈક શ્વાસ આવ્યો, રોકવા છતાં પણ નેત્રોમાં આનંદાશ્ર બળાત્કારે નીકળવા લાગ્યાં. ત્યારે વિચારવા લાગ્યો કે, આ શું? અથવા તે રાત્રે છેલ્લા પહેરમાં મેં સ્વપ્ન દેખ્યું, તે અવશ્ય ફળવું જોઈએ—એમ વિચારતે સરેવર-સન્મુખ ગયે. એટલામાં સંગીતનો મધુર સ્વર સાંભળે. વીણના છિદ્રમાંથી નીકળતો કર્ણપ્રિય સ્વર પણ સાંભળે. એટલે હર્ષથી વિકસિત નેત્રવાળે. જેટલામાં લગાર ભૂમીભાગ આગળ ચાલે છે, તેટલામાં ચપળલય-નુપૂરના શબ્દ કરતી સુંદર રમણીઓના મધ્યભાગમાં બેઠેલા સનસ્કુમારને તેણે દેખે. એટલામાં વિસ્મય અને વિકસિત નેત્રવાળે અસંભવિત શંકા કરતો ઊભે રહેલે હતો ત્યારે, પહેરેગીર સનકુમારનું નામ લેવા પૂર્વક ગાથા બોલવા લાગ્યા
વિશ્વસેન રૂપ આકાશતલના ચંદ્ર, કુ, દેશરૂપ ભવનના સ્તંભ, ત્રિભુવનના નાથ, પ્રાપ્ત કરેલા પ્રતાપવાળા હે સનકુમાર ! તમે જય પામો. વિદ્યાધર-વિલાસિનીઓના સ્તનપટ્ટ અને ઉસંગના સમાગમ કરવાના વ્યસની તમારે જય થાઓ, વિદ્યાધરો પર જય મેળવનાર! વૈતાઢયના સ્વામિભાવને પામેલા! આપને જય હે. આ જગતમાં દેવ સમક્ષ જેણે એકલાએ અસિતયક્ષને જિતને દિશાઓના અંત સુધી કીર્તિ સાથે મહાપ્રતાપ પહોંચાડશે. મહાપ્રતાપી અશનિવેગના અહંકારને ચૂર કરીને વૈતાઢયમાં વળી વિદ્યાધરેન્દ્રભાવની પ્રતિષ્ઠા કરી.
અત્યંત પ્રગટ થયેલા નિર્મલગુણોવાળા ગુણીજને પિતાના પ્રતાપથી તેવા પ્રગટ વિજયવાળા થતા નથી, જેવા તમારા સન્માનથી જગતમાં પ્રસિદ્ધિ પામે છે. કેટલાક તમારા શત્રુઓ તરવારથી નાશ પામ્યા છે, બીજા કેટલાકે સમુદ્ર અને વનમાં વાસ કર્યો છે. કેટલાક શત્રઓ તમારી અત્યંત દયાના પ્રતાપે શરણાધીન થયા છે શત્રુ–સમૂહને ઉછેદ કરનાર હે નરનાથ! તમારા ખમાં વાસ કરનાર લક્ષમીની ચપલતાને કારણે થતી નિંદા ભુંસાઈ ગઈ અર્થાત તમારી લક્ષ્મી હવે સ્થિર થઈ. હે મહાયશવાળા! તમારા પ્રતાપે પ્રજાએ ઘણું ધન પ્રાપ્ત કરીને તમારે આદર ઘણે કર્યો છે, તે કારણે તમારામાં લગાર પણ અહંકારે આશ્રય કર્યો નથી. હે નાથ! આ ભુવનમાં જે કંઈ ગુણા, ઋદ્ધિઓ, કીર્તિ, રૂપ, કળાઓ, સુંદરતા ઉત્પન્ન થયા છે, તેઓએ તમારે જ માત્ર આશ્રય કર્યો છે. હે જગતના ભૂષણ! તમને દેખવાથી એવી ખાત્રી થાય છે કે, તમારા જેવા બીજા નથી. તમારું દર્શન જ ઉત્તમ પુરુષોની ઉત્પત્તિ જણાવે છે. કામદેવ-સરખા રૂપવાળા એવા તમારાં દર્શન થયે છતે, ત્રણે ભુવનમાં અધિક રૂપવાળા એવા પિતાના પતિ કામદેવનું મહાન ગૌરવનું અભિમાન રતિએ છોડી દીધું. ત્રણે ભુવનમાં શિરેમણિભૂત રાજાઓ અને વિદ્યાધર-નરેન્દ્રો વડે ચરણમાં પ્રણામ કરાયેલા હે કુરુકુલરૂપ આકાશના ભૂષણ-સમાન ! હે સનકુમાર નરેશ્વર! તમને પ્રણામ હો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org