________________
૧૯૦
ચપન્ન મહાપુરુષનાં ચરિત - વૃત્તાન્ત ન જાણનાર વિશ્વસેન પરિવાર–સહિત તેની પાછળ પાછળ શોધવા નીકળે. અશ્વની ખરીથી ખેરાયેલ પગલાના આધારે આધારે માર્ગ જેતે જે તે રાજા જઈ રહ્યો હતો. એટલામાં પ્રલયકાળ સરખા પવનથી વંટોળીયે વાવાપૂર્વક ચારે બાજુ ધૂળ ઊડી, તેથી દિશામાર્ગો રોકાઈ ગયા, દૃષ્ટિ પણ ખલના પામવા લાગી, જમીનના ઊંચા-નીચા પ્રદેશે ધૂળ ઉડવાથી સરખા થઈ ગયા. અશ્વની ખરીની પગલી ભૂંસાઈ ગઈ. સામંતે આકુલ-વ્યાકુલ થઈ ગયા. મંત્રીઓ મૂંઝાયા, ભેમીયાઓ પણ માર્ગ બતાવી શકતા નથી. આ સમયે તેના મિત્ર મહેન્દ્રસિંહ રાજાને વિનંતિ કરી કે, “હે દેવ ! આવા પ્રકારના વૃત્તાન્ત વિષયક સામગ્રી ઉત્પાદન કરવામાં દેવ બહુ સાવધ હોય છે, નહિંતર ક્યાં કુમાર ! અને કયાં આવા પ્રકારને અશ્વ! એ બેનો વેગ કેમ થાય ? વળી કુમારને તેના ઉપર આરેહણ કરવાનું ક્યાંથી બને? કયા નિમિત્તે કુમારનું અપહરણ થાય? વળી તરત જ આવા પ્રકારના પ્રચંડ પવનનું વાવાઝોડું થઈ રજ ઉડવી, પગલાં ભૂસાઈ જવાં, પૂર્વ, ઉત્તર આદિ દિશાના વિભાગે પણ જાણી શકાતા નથી, માટે હે દેવ ! આ દૈવ પ્રતિકૂળ થાય છે, ત્યારે નાના રાફડા પણ મેરુ બની જાય છે. ખાબોચીયું પણ સમુદ્ર, ઉત્સવ પણ આપત્તિરૂપ, વસતીવાળું સ્થળ ઉજ્જડ, ઘર પણ કેદખાનું, બંધુવર્ગ પણ વૈરી, સરખું હોય તે વિષમ બની જાય છે. માટે હે દેવ ! કૃપા કરે અને હવે નગર તરફ પ્રયાણ ફેરે. હું વળી થોડા પરિવાર સાથે કુમારની શોધ કરવા જઈશ અને દૈવની અવજ્ઞા કરીને કુમારને લઈને પાછો આવી જઈશ.
“સંગ-વિયોગ કરાવવામાં તત્પર દૈવ ત્યાં સુધી જ પિતાની તાકાતને ગર્વ કરે છે કે, જ્યાં સુધી સાહસિક પુરુષે તેની સાથે સ્પર્ધા કરતા નથી. ત્યાં સુધી જ મેરુ ઊંચે છે, સમુદ્ર પણ ત્યાં સુધી જ પાર પામે મુશ્કેલ લાગે છે, કાર્ય–ગતિ ત્યાં સુધી જ અઘરી લાગે છે,
જ્યાં સુધી ધીર અને વીર પુરુષો તેમાં પ્રવર્તતા નથી. જેઓ જીવની હેડ કરીને પિતાના આત્માની કસોટી કરે છે, તેઓ પિતાનું કાર્ય સિદ્ધ કરે છે અને તેઓથી દૈવ પણ પિતાની શક્તિમાં શંકાવાળું થાય છે. આ પ્રકારે જે કાર્ય કરવાને દઢ નિશ્ચય કરનારા છે, સુખ-સાહ્યબીને ભેગ આપીને યશ-સમૂહ પ્રાપ્ત કરવામાં શૂરવીર છે. ગુણવિશેષના જાણકાર છે, તેઓને લક્ષમી સાંનિધ્ય આપે છે. આ પ્રકારે રાજાને ઘણું સમજાવીને પાછા વાળ્યા અને પિતાની સાથે કેટલાક સૈનિકને લઈને મહેન્દ્રસિંહે મહાઅટીમાં પ્રવેશ કર્યો.
તે કેવી છે? વેશ્યાના હૃદયની જેમ કોઈ પણ તેનો મધ્યપ્રદેશ મેળવી ન શકે તેવી, યુવતીના ચરિત્રની માફક અતિવાંકાચૂકા માર્ગવાળી, શાલિવાહન રાજાની સભા માફક સેંકડો કવિઓવાળી, અટવી-પક્ષે સેંકડે કપિ એટલે વાંદરાવાળી, મહાસરોવર જેવી પુંડરીક કમલેથી યુક્ત, અટવપક્ષે વ્યાવ્રયુક્ત, શ્રેષ્ઠ નગર સરખી લાંબી શાલાઓથી અલંકૃત, અટવી–પક્ષે લાંબા સાલવૃક્ષેથી અલંકૃત, બાહુબલિની મૂર્તિ જેવી મહાસત્ત્વ જેમાં રહેલ છે. અટવી-પક્ષે મોટા ભયંકર પ્રાણુઓથી અધિષ્ઠિત, અહિંસા માફક ઘણુઓને માન્ય, અટવી-પક્ષે ઘણું મૃગવાળી, જિનપ્રવચન સરખી ઘણા શ્રાવકોથી અધિષ્ઠિત, અટવી-પક્ષે ધાપદો-ફડીખાનારા પ્રાણીઓથી અધિષ્ઠિત, જિનવાણી માફક સર્વ ને સમજાય તેવી, અટવી-પક્ષે સર્વ સપ્રાણીઓ જેમાં રહેલા છે, કૃષ્ણના બલથી મર્દિત થયેલા નાગની જેમ, યમુના-નદીને પ્રવાહ સરખી, અટવી-પક્ષે સિંહના બલથી મર્દિત થયેલા હાથીવાળી, આવા પ્રકારની અટવીમાં સનકુમારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org