________________
w
w
wwwwwwwwww^
^
^
wwwwwww
૧૮૮
ચપન મહાપુરુષોનાં ચરિત તૂટેલા ચાપને ત્યાગ કર્યો. પછી ખરત્ન ગ્રહણ કર્યું. તેના તરફ દોડ્યો, એક પછી એક એમ સતત બાણેની શ્રેણી ફેંકવાથી તેના પણ ટૂકડે ટૂકડા કર્યા. તે પછી અતિશય રેષાયમાન થયેલા નિકુંભને ચક્રરત્ન યાદ આવ્યું. સ્મરણ કરતાં જમણા હાથમાં આવીને આરૂઢ થયું, તેના તરફ છોડ્યું. પુરુષસિંહની પ્રદક્ષિણા કરીને તેના જ હસ્તતલમાં આવીને રહ્યું. તેણે પણ તે જ સમયે કેપથી પૂર્ણ હૃદયવાળા થઈને નિકુંભ ઉપર છેડ્યું. ચક્રરત્નથી નિકુંભનું મસ્તક ધડથી છૂટું કરી નાખ્યું. તેણે પ્રતિવાસુદેવને મારી નાખીને અર્ધભરત સ્વાધીન કર્યું. રાજ્યલમી જોગવીને પુરુષસિંહ વાસુદેવ પંચત્વ પામ્યો. સુદર્શન બલદેવે ચારિત્ર અંગીકાર કરી આઠ પ્રકારનાં કમેને ક્ષય કરી સિદ્ધિસ્થાન પ્રાપ્ત કર્યું.
–એ પ્રમાણે મહાપુરુષચરિતમાં પુરુષસિંહ અને સુદર્શનનાં ચરિત્ર પૂર્ણ થયાં. [ ૨૬-૨૭]
(૨૮) મધવા ચક્રવર્તીનું ચરિત્ર
શ્રીધર્મનાથ તીર્થકર અને શાંતિનાથ તીર્થકર ભગવંતના આંતરામાં પિણું પલ્યોપમ ન્યૂન, ત્રણ સાગરેપમ–પ્રમાણ કાળ હતો. આ આંતરામાં બે ચકવતીઓ ઉત્પન્ન થયા. યથાક્રમ તેમના કહેવાતાં ચરિત્રો તમે શ્રવણ કરે–
ઊંચા મણિઓના બનાવેલા ભવના શિખરે વડે સૂર્ય રથના માર્ગો જેનાથી રોકાયા એવી, મનેહર, પ્રસિદ્ધિ પામેલી, જગતમાં પ્રગટ ગુણવાળી એવી શ્રેષ્ઠ શ્રાવસ્તી નામની નગરી હતી. તે નગરીમાં પોતાના પ્રતાપથી સ્વાધીન કરેલ સમગ્ર પૃથ્વી-મંડલવાળા, ભુવનને ભાર વહન કરનાર “મઘવા” નામના નરનાથ વાસ કરતા હતા. પ્રણામ કરતા સમગ્ર રાજાઓના મણિજડિત મુકુટોના ઘસારાથી લીસા બનેલા પાદપીઠવાળા” સુંદરતાના ગુણ વડે કામદેવના દર્પ સાથે સ્પર્ધા કરનારા, અને દર્પથી ઉધ્ધત સુર-સમૂહને જિતનાર, પ્રણય-વર્ગ રૂપ કમલેને વિકસિત કરવા માટે સૂર્ય-સમાન, બીજા પક્ષે સૂર, એટલે કમલે વિકસિત કરવા માટે સૂર્ય, સજનરૂપ ચંદ્રવિકાસી કમલે માટે આહ્લાદક ચંદ્ર-સમાન, શત્રુવર્નરૂપ અગ્નિ ઠારવા માટે મેઘ સમાન અને શાસ્ત્રોના અર્થમાં કશલ બદિધશાળી, નિષ્કલ ગણવાળા પર-યવતી વર્ગ વડે “આ નપુંસક છે' -એમ કરીને તેને પરિહાર કરાતો હતો અને સેવક–વર્ગ વડે તે તે જ દિવસ-બંધુ માફક આદર કરાતો હતે. રાજ્યભાવ વડે નહિ, પરંતુ વિનયથી આકર્ષિત કરેલા વડીલો અને ગુરુવર્ગે પોતાના પર સ્થાપન કરેલા શિષ્યભાવ વડે જે ગર્વ વહન કરતો હતો, જેને યશ-સમૂહ ભુવનમાં ફેલાયો હોવા છતાં, રાજ્ય પામવા છતાં તે ગર્વ વહન કરતા ન હતા. “દોમાં આ રસવાળો નથી” -તેમ ધારી દોએ તેને પરિહાર કર્યો. બીજાઓ ને અવકાશ આપે છે, તેમ આ અવકાશ આપતા નથી. ગુણેને બીજે સ્થાન ન મળવાથી ગુણ-સમૂહે જેને આદર કર્યો હતે. આવા પ્રકારના ગુણેના ભંડાર, પૃથ્વીરૂપી નારીના કર્ણના આભૂષણ સમાન, સમગ્ર ભુવનનું પાલન કરતા તે રાજા આ નગરીનું પણ પાલન કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org