________________
પુરુષસિંહ વાસુદેવ અને સુદર્શન બલદેવ
૧૮૭ સાંભળીને દૂતે કહ્યું કે- “હે કુમાર! આમ ન બોલે, તેઓ તે ખરેખર ઉત્તમપુરુષ અને ઉત્તમ બલવાળા પોતાના પ્રતાપથી સમગ્ર ભુવન-મંડલ ઉપર આજ્ઞા પ્રવર્તાવનારા છે, માત્ર તમારા ઉપર દયા કરીને આમ કહેવરાવે છે, નહિંતર તમારા સરખા સાથે તેમને શું કાર્ય હોય?” આ સાંભળીને વાસુદેવે કહ્યું- “અરે દૂત ! આમ ઉન્મત્તની જેમ ગમે તેમ વચન કેમ બેલે છે? શું અમે તેની કરુણાના પાત્ર છીએ ? અને તે અમારી કરુણાને પાત્ર નથી? તેથી તેને વિનાશકાળ આવ્યું જણાય છે, જેથી આમ બોલે છે. તે હવે બહુ કહેવાથી સર્યું. હવે હું તેના ગર્વને વિનાશ કરવા માટે પ્રયાણ કરું છું, નહિતર તેને પોતાના પરાક્રમને ગર્વ દૂર નહિ થાય. મારા શેકાવેગને સમજેલા તેના શેકાવેગને દૂર કરવાને બીજો ઉપાય નથી, માટે તું જા. હું તરત તેની પાસે આવી પહોંચું છું.” એમ કહીને દૂતને વિદાય કર્યો. થયેલી વાત તે નિકુંભરાજાને સંભળાવી. તેણે પણ તેની સાથે યુદ્ધ કરવા પ્રયાણ કર્યું. પુરુષસિંહ અને સુદર્શન બન્નેની સાથે ભેટો થયો. યુદ્ધ પ્રવર્લ્ડકેવું? પરાક્રમને જ ધન માનનારા સાહસની સહાયતાવાળ કેટલાક સુભટે અને સૈનિકે આવેલા પ્રહાર સહન કરે છે, વળી પ્રહાર આપે છે. શત્રુનું માન નષ્ટ કરીને પોતાનું માન વૃદ્ધિ પમાડે છે, હાથીની ઘટાને ભેદે છે, સિંહનાદ છોડે છે, એક બીજા શત્રુઓને પડકારે છે. સેનાના અગ્રભાગમાં મોખરે ચાલવાની પ્રવૃત્તિથી નિશ્ચિત થયેલા પિતાના સૌ ના સપુરુષે વીર પુરુષો સિંહનાદ કરતા હતા. એક પાછળ બીજું તેની પાછળ ત્રીજું એમ ઉપરાઉપર બાણની શ્રેણિ છૂટવાથી હણાયેલા શત્રુની વ્યવસ્થા લક્ષ્યમાં લેતા સમર્થ સુભટો તેવી રીતે ઝઝૂમે છે, જેથી કરીને તેઓની કીતિ ભુવનમાં ભ્રમણ કરે છે. એ પ્રમાણે ભારે યુદ્ધને ફેલાવવાના અસાધારણ વ્યવસાય વડે, પિતાના અર્થને પ્રાપ્ત કરાવનારા કેટલાય વિખૂટા પડે છે- મૃત્યુ પામે છે અને કેટલાક સત્કાર પ્રાપ્ત કરનારા જયશ્રીને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે મહાયુદ્ધને વેગ ફેલાયે, ત્યારે પિતાનાં સૈન્યને હારેલું અને વેરવિખેર થયેલું જોઈને નિકુંભ રાજા પોતે જ શત્રુસૈન્યને હણવા માટે તૈયાર થયે. તેવી રીતે શત્રુ-રસૈન્યને હણી નાખ્યું તથા ઉપદ્રવિત કર્યું, જેમાં લજજા છેડીને, કલંકની ગણતરી કર્યા વગર, પરાક્રમને શિથિલ કરીને, સ્વામીની કૃપા અવગણીને, પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરીને, કુલક્રમને ભૂલીને, મરણથી ડરનારા, મહાભયથી ત્રાસ પામેલા હૃદયવાળા સુભટો ભાગી જવાને પ્રયત્ન કરવા લાગ્યા. તરત જ પુરુષસિંહ રાજાએ પોતાના સૈન્યને પરાભવિત અને નિરાશ થયેલું જાણીને તેને ઉત્સાહિત કર્યું અને તે એકેએક શત્રુ-સૈનિકને હણવા લાગે. આ સમયે પોતાના સુભટો તેને જોઈને ઉત્સાહિત થયા તથા તેના પરાક્રમનું અવલંબન કરીને, પિતાની જાતને સમજીને, હિંમત કરીને, સંગ્રામને ઉત્સાહ આણને પ્રલયકાળની અગ્નિજ્વાળા સરખા ભયંકર થઈતેઓએ શત્રુ-સિન્યમાં ઝંપલાવ્યું. ત્યાર પછી પુરુષસિંહને આ પ્રમાણે અનેક સિનિકને વિનાશ કરતો જોઈને નિકુંભ રાજાએ કહ્યું કે- “હે મહાસત્ત્વવાળા ! સુકા પાંદડા સરખા સત્ત્વ વગરના નિસાર સામાન્ય પુરુષને નિરર્થક મારી નાખવાથી સર્યું. તારે કે મારો જ્ય-પરાજય થવાનો છે, માટે મારા સન્મુખ વળ, એમ બેલતાં ધનુષ સાથે બાણ સાંધ્યું. તે સાંભળીને પુરુષસિંહે કહ્યું કે- “ સુંદર વાત કરી, તું બેલેલા વચનને અમલ કરે તે બહુ સુંદર.” એમ બોલતાં તેણે પણ ગાંડીવ ધનુષ અફાળ્યું. બાણ જેડ્યું. પરસ્પર લડવાનું શરૂ કર્યું. એ દરમ્યાન લાગ જોઈને તેના જીવિત સાથે નિકુંભના ધનુષની દોરી છેદી નાખી. નિર્ગુણ વ્યભિચારિણી પત્ની માફક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org