________________
કથા-પીઠ
સ્વજન-પરિવાર, બંધુવર્ગ કે દૂરના સગા સંબંધીઓ ધનવાન પુરુષને માન આપીને તેની આજ્ઞા ઉઠાવનારા થાય છે. સેવક-સમુદાય, મિત્રમંડલી, સ્વજન-સમૂહ, ઘરમાં પત્ની વગેરે ત્યાં સુધી આજ્ઞા ઉઠાવનારા થાય છે કે જ્યાં સુધી પુણ્ય અને ધનની અધિક્તા છે. નિઃસંદેહ વાત છે કે, નિધાનમાં દાટેલું ધન પણ તૃપ્તિ કરનાર થાય છે. હૃદયમાં છૂપાએલ પ્રિય શું વિલાસનું કારણ બનતું નથી ? કામ પણ અર્થને વિનિયોગ કરવાથી પ્રાપ્ત થાય છે, તેના વગર અર્થ પણ નિરર્થક છે. કહેલું છે કે-“સુવર્ણાદિક તેલ કરવા માટેનું પ્રમાણ માસો તે પણ સારે છે, જેને ગુણકાર કરવાથી ચાર રતિઓ થાય છે.” શૃંગારરસ વગરને અર્થ પણ શા કામને ? વળી પુરુષને કામ વગરની ધન-સંપત્તિ શીલ-રક્ષણ કરનાર વિધવાના યૌવનકાળ માફક અનર્થ કરનાર થાય છે. વળી આ કામ મુનિઓએ પણ છોડે મહામુશ્કેલ છે. જે માટે કહેલું છે કે – “વૈરાગ્યને અનુસરનારા, વૈરાગ્યપદેશ કરનાર ઉત્તમ મુનિઓ ભલે વિલાસિની ઓની નિંદા કરતા હોય, છતાં પણ તેમનાં હૃદયમાં તે સ્ત્રીઓનાં સ્તન, નયન અને કટાક્ષેના વિલાસો નૃત્ય કરતા હોય છે. બીજાના ભવનમાં યશ-પડહો વાગતા હોય, છતાં પિતાના ઘરે રહેલી અનુકૂળ પત્ની યાદ આવે છે, કે જે અહિં જ મોક્ષનું સુખ આપે છે. મેક્ષના સુખના શું કળીયા ભરાય છે? ઠંડું મીઠું સ્વાદિષ્ટ મદિરા-પાન, સુંદર સંગીત, નાટક-પ્રેક્ષણક, કસ્તુરી આદિનાં વિલેપન, પુષ્ટ સ્તનવાળી સ્ત્રીઓ આ વિગેરે જ્યાં હોય, તે સ્વર્ગ અને બાકીનું અરણ્ય સમજવું.”
–આ પ્રમાણે અપલાપ કરનારા, પાંચે ઈન્દ્રિયેને નિરંકુશપણે પ્રવર્તાવતા, અધમબુદ્ધિપણથી અધમ એવા તેઓ પિતે તે વિનાશના માર્ગે જઈ રહેલા છે, પરંતુ ખેટો ઉપદેશ કરીને બીજાને એને પણ વિનાશને માર્ગે પ્રવર્તાવે છે. તેઓનું અધમબુદ્ધિપણું તે પરમાર્થથી દુઃખમાં સુખાભિમાન, જેમ કે મૃગલે વ્યાધનું સંગીત રસપૂર્વક શ્રવણ કરતાં નથી? માછલું કાંટામાં લગાડેલ માંસની અભિલાષા નથી કરતું ?, મધુકર(ભમરે) ખીલેલા કમળની સુગંધમાં આસક્ત નથી બનતે? પતંગીયાને દીપશિખા હર્ષ ઉત્પન્ન નથી કરતી ? હાથીને હાથણીવાળો ખાડો દેખી આનંદ નથી થતો ? પરમાર્થથી આ સર્વ વિચારવામાં આવે તો ખરેખર તેઓના વ્યવસા પિતાને વિનાશ કરનારા થાય છે. જેમ આ જણાવ્યા તેમ બીજા પણ ઈન્દ્રિયેના વિષ
ને આધીન થએલા છે પણ સમજવા. આ પ્રમાણે ડાહ્યા લોક વડે તિરસ્કાર કરાએલા આ અધમબુદ્ધિવાળા અધમ છો આ લેક અને પરલોકમાં ઘણી વેદનાવાળી ગતિઓમાં જાય છે. ૨.
વળી ત્રીજા પ્રકારના વિમધ્યમ છ ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થમાં પરસ્પર હરત ન આવે તેમ તેનું સેવન કરે છે. તે કેણુ? તે કહે છે. બ્રાહ્મણ, રાજા, વણિક, ખેડુતે. બીજા આ લેક અને પરલોકના નુકશાનને દેખનારા, વિધવા, દુર્ભાગી, પતિ પરદેશ ગયેલ હોય તેવી પત્ની વગેરે સમજવા. આ સર્વે ધર્મની અપેક્ષા રાખે છે, તેથી પરેલેક-વિરુદ્ધ આચરણને ત્યાગ કરે છે. “હું જન્માંતરમાં સુખી, રૂપવાળો, ઘણી સંપત્તિવાળે, બહપુત્રવાળે થાઉં એમ ધારી તપ-સંયમ સેવન કરે, દાનાદિક શુભ કાર્યો કરે. જે બીજા મોક્ષમાર્ગની અભિલાષાવાળા કુપ્રાવચનિક. જ્ઞાન ભણવું, અધ્યયન કરવું, તપસ્યા દેહ-દમન, ચારિત્રાદિ-પાલન કરવામાં તત્પર હોય, છતાં પરમાર્થ દૃષ્ટિ ન પામેલા વિમધ્યમ સમજવા. તેમ જ ધર્મ કરીને તેનાં ફળ મેળવવાની અભિલાષાવાળા, નિયાણ કરનાર સમ્યગ્દષ્ટિ જીવો, ચક્રવતી પણાની, વૈભવાદિકની અભિલાષાવાળા અને ચિત્ર વિચિત્ર ઈચ્છા કરનારા તેઓ પણ તેવા જ સમજવા. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org