________________
ચેપન મહાપુરુષોનાં ચરિત
ઉપકાર કરવાના અભિલાષીએ પ્રથમ પિતાના હિતની જ કરવી. કારણ કે પૂર્વાચાર્યો પપકાર કરવા પૂર્વક જ આપકારને બહુમાન્ય કરનારા હોય છે. પરોપકાર પણ તે કહેવાય કે હિતાપદેશ અને સમ્યગુજ્ઞાન-દાન દ્વારા કલ્યાણુમતિમાં પ્રવર્તન કરાવવું. કારણ કે પરમાર્થ-ચિંતામાં જ્ઞાન-દાન કરતાં બીજે કઈ ચડીયાત ઉપકાર પ્રશંસાતું નથી. તેથી તે વિષયની ગ્યતા અગ્યતા નિરૂપણ કરવા માટે પરચિંતા કરવી જોઈએ. પ્રશ્ન કર્યો કે, સમાન પુરુષપણુમાં ગ્યાયેગ્યને ફરક કેવી રીતે સમજવો ? તેના સમાધાનમાં કહે છે કે, અહિં સંક્ષેપથી છ પ્રકારના પુરુષો કહેલા છે. તે આ પ્રમાણે ૧ અધમાધમ, ૨ અધમ, ૩ વિમધ્યમ, ૪ મધ્યમ, ૫ ઉત્તમ અને ૬ ઉત્તમત્તમ.
છ પ્રકારના પુરુષો
તેમાં જે પ્રથમ પ્રકારના અધમાધમ હોય, તેઓ ધર્મ, અર્થ, કામાદિની સંજ્ઞા-જ્ઞાન વગરના, પરલેકના અધ્યવસાય-રહિત, હંમેશ શુભ અધ્યવસાય વગરના, શુભલેશ્યાઓની સમજણ વગરના, પાંચે ઈન્દ્રિયના વિષયરસના અજ્ઞાત, મૂઢ, ક્રૂર કાર્યો કરનારા, પાપી, પાપાચાર સેવનારા, હાથ-પગના નખ અને કેશ જેના વધેલા હોય, અધાર્મિક કાર્યો કરનારા; જેવા કે શિકારી, માછીમાર, કસાઈ પક્ષી પકડનાર, ભિલ, કળી, વનવાસથી આજીવિકા ચલાવનાર, અંગારા પાડનારા, કાષ્ઠ કાપનાર, ગધેડાથી બંધ કરનાર, વ્યાધ વગેરે. આ સર્વે બીજા પાસેથી મદિરા પ્રાપ્ત કરીને તેનું પાન કરે છે કે માંસ મેળવીને આરોગે છે. અથવા તેવાં બીજાં અનાયચરણ કરે છે. સર્વ શિષ્ટ લકેથી તિરસ્કારાએલા, દુઃખી, દુઃખ પામવાનાં કાર્યો કરનારા, ડાહ્યા લોકોને ઉગ કરાવનારી અવસ્થાને અનુભવ કરી પરલોકમાં પણ નરકાદિ વેદનાવાળાં સ્થાન પામે છે. ૧.
વળી બીજા પ્રકારના અધમ પુરુષો તેઓ કહેવાય કે, જેઓ માત્ર આ લેકના સુખની જ અભિલાષા કરે, અર્થ અને કામમાં જ પિતાનું હૃદય સમર્પણ કરે, આગલા ભવની ચિંતા વગરના, ઈન્દ્રિય-સુખ મેળવવાની અભિલાષાવાળા, જૂગારી, રાજ-સેવકે, ખુશામતીયા, કેદી, નટ, નૃત્યકાર, કથા કહેનાર, તેઓ ધાર્મિક જનની મશ્કરી કરે છે, ક્ષમાર્ગને નિંદે છે, ધર્મશાસ્ત્ર તરફ ધૃણા કરે છે. દેવકથાની વાતો દૂષિત કરે છે. એટલું જ નહિં, પરંતુ એવા અ૫લાપ કરે છે કે “પરલેક કેણે જો છે? ત્યાંથી કોણ અહીં આવ્યું છે? નરકગતિ કોણે મેળવી? જીવની હૈયાતી કોણે જાણી? પુણ્ય-પાપ છે એમ કોણે પ્રત્યક્ષ જાણ્યું ? તેમ જ મસ્તકના કેશને લેચ કર, જટા ધારણ કરવી, ત્રિદંડ, ત્રિશૂલાદિક ધારણ કરવાં, તે સર્વ કાયાને કલેશ છે. વ્રત ધારણ કરવાં, તે તે ભેગથી વંચિત થવાનું છે. મૌનવ્રતાદિક અંગીકાર કરવા, તે દંભ છે. ધર્મોપદેશ કરે, તે ભદ્રિક લેકેને છેતરવાનું છે. દેવ, ગુરુ આદિકની પૂજા વગેરે કરવું, તે ધનને ક્ષય છે. માટે ધન અને કામ સિવાય બીજા પુરુષાર્થો જ નથી. કારણ કે અર્થ એ જ પુરુષને મહાન દેવ છે આ પ્રમાણે – અર્થવાળે પુરુષ લેકથી પૂજા પામે છે, બંધુવર્ગ પણ પરિવારભૂત તેની સાથે જ રહે છે. સ્તુતિ કરનાર ખુશામતીયાએ તેની પ્રશંસા કરે છે. સ્વજન-વર્ગ પણ તેનું બહુમાન કરે છે. તેમજ કહેલું છે કે
આ જીવલેકમાં અલ્પધનના લેભથી એવી કોઈ વસ્તુ નથી કે જે ન કરવામાં આવે. સૂર્ય પણ અસ્થમણ-આથમતી વખતે રથ સાથે સમુદ્રમાં ડૂબી ગયો.” ૧ બીજો અર્થ અર્થના મનવાળો. સૂર એટલે શુરવીર સાહસિક પુરુષો અર્થના મનવાળા સમુદ્રમાં ડૂબ કીઓ મારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org