________________
સ્વય’ભુ વાસુદેવ અને ભદ્ર બલદેવ
૧૭૭
એમ વિચારીને તેની પાસે ગયા. તેને કહ્યું કે-ચાલેા, આપણે જઇએ. તેણીએ કહ્યું કેઆવતી કાલે સવારે જગ્ગુ',' મેં કહ્યું કે સાથ વાહ જાય છે માટે તેની સાથે જ જઈએ, અત્યારે જ જઈ એ.' ત્યારે તે હૃદયથી પરાર્મુખ હોવા છતાં પણ મારા ભયથી ચાલવા લાગી. ચાર દિવસે અમે તેના મામાને ત્યાં પહોંચ્યા. તેઓએ આને આળખી. ત્યાર પછી અહુ ખેદ કરીને નવી જન્મેલી હાય, તેમ માનતા અભ્યંગન, સ્નાન, ભાજનાકિ વડે ઉચિત સાકાર કર્યા. મે' વિદ્યાધર આદિને સર્વ વૃત્તાન્ત જણાવ્યેા. તેણે કહ્યું કે, ‘સ’સારમાં શુ નથી સ ́ભવતુ ં? ' ત્યાર પછી તે જ રાત્રે પાછલા પહેારે હુ ત્યાંથી નીકળી ગયા, અને જે આચાર્યની પાસે ધમ સાંભળ્યેા હતા, તેમની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી, મને વૈરાગ્ય થવાનું કારણ આ અન્યુ.'
ખલદેવે કહ્યું કે–નિવેદ થવાનુ કારણ ઘણું સુંદર છે. ધ્રુવના નાટક-વિલાસે આવા પ્રકારના થાય છે. એમ કહીને માહની પ્રકૃતિ ઉપર જય મેળવીને યથાશક્તિ અણુવ્રત સ્વીકાર્યાં. સમ્યકૃત્વ સ્થિર કર્યું. વાસુદેવ અને ખલદેવ અને આ મુનિવરની પ્રશંસા કરીને, વંદના કરીને પોતાના સ્થાને ગયા. તેમના પિતા મૃત્યુ પામ્યા.
ઉત્પન્ન થયેલ ચક્રરત્નવાળા ‘મેરક’નામના પ્રતિવાસુદેવે સ્વયંભુ ઉપર દૂત મેાકલ્યા. પ્રતિહારે સ્વયંભુને નિવેદન કર્યું" કે, બહાર રાજદૂત આવ્યા છે. એટલે સ્વયંભુના આસ્થાનમડપમાં પ્રવેશ કરાવવાની રાજાએ આજ્ઞા કરી. આવીને તે રાજાના પગમાં પડ્યો, પછી રાજાએ કહેલા આસન ઉપર બેઠો. અલ્પકાળ પછી રાજાએ પૂછ્યું કે, મેરક રાજાને કુશલ છે ? તેણે કહ્યું, કુશલ છે, પરંતુ દેવે સ ંદેશા કહેવરાવ્યેા છે કે--એક પૃથ્વીના એ સ્વામી હાય, તે સુપુરુષો માટે લજ્જાસ્પદ ગણાય, માટે મારા ખલ-પરાક્રમની તુલના કરીને પૃથ્વીની જેમ આજ્ઞાને સ્વીકાર કરે” એ સાંભળી વાસુદેવે કહ્યું-હૈ ! તારા રાજાએ સ ંદેશે કહેવરાવ્યા છે, તેા શું હવે તેને જીવિતનું કંઈ પ્રયાજન નથી? માટે તું જા અને કહે કે, હુવે મનના વેગ માફક તરત આ તરફ પ્રયાણ કરે.' એમ કહીને દૂતને રજા આપી, એટલે તે ગયે.. કહેવરાવ્યું તે યથાસ્થિત મેરક રાજાને કહ્યું. તેણે પણ ભવિતવ્યતારૂપ દોરડાથી આકર્ષાચેલા હાય, તેમ પ્રમાણ શરુ કર્યું. ભદ્ર'નામના ખલદેવભાઈ સાથે સ્વયંભુ પણ તેની સામે ગયા. મેટુ યુદ્ધ કરવા માટે સામ સામા પડાવા નખાયા. યુદ્ધ થયું. મેરક હારી ગયા. છેવટે તેણે ચક્ર માકલ્યું. તે ચક્ર સ્વયંભુ વાસુદેવના હસ્તમાં આવીને સ્થિર થયું. સ્વયંભુએ તે જ ચક્રથી તેનું મસ્તક છેદી નાખ્યું. મેટા જયયારવ શબ્દ ઉન્મ્યા. અધ ભરતાધિપતિ થયા. ૬૦ લાખ વર્ષ સુધી ભરતા ભાગવ્યું. મૃત્યુ પામી નરકે ગયા. ખલદેવે પણ ગૃહસ્થપણાના ત્યાગ કરી જેની પાસે પહેલાં ધમ સાંભળ્યા હતા, તેની પાસે શ્રમણુપણુ અંગીકાર કર્યું. યથાવિધિ વિહાર કરીને અપસ્થિતિવાળાં કર્યાં ખપાવીને તે સિદ્ધિપદને પામ્યા.
૨૩
Jain Education International
શ્રીમહાપુરુષચરિતમાં સ્વયંભુ અર્ધ ચક્રવતી અને ભદ્ર મલદેવનાં ચરિત્રો પૂર્ણ થયાં. [૨૦~૨૧]
For Private & Personal Use Only
www.jainelibrary.org