________________
૧૭૬
ચેપન્ન મહાપુરુષનાં ચરિત ગયે. તેણે દેખી, ઉભા થઈ મારો સત્કાર કર્યો. પ્રાણવૃત્તિ કરી. એકાંતમાં વૃક્ષની છાયામાં બેઠા, કનકવતીને મનને ભાવ જાણવામાં આવ્યો કે, તે શૂન્ય મનવાળી થઈ જણાય છે. ત્યારે મેં વિચાર્યું કે, કુટુંબીઓ યાદ આવ્યા હશે. ત્યાર પછી હું શરીરચિંતા ટાળવા થડે દૂર ગયે. પાછો આવીને ઝાડની ઓથે સંતાઈને જોઉં છું તે તે વળી ભૂમિ પર ચિત્રકર્મનું આલેખન કરતી હતી. પંચમ સ્વરથી કંઠમાં ગાતી હોય તેમ ઘેળે છે, હરણી જેમ દિશા તરફ ભયથી જોયા કરે, તેમ અર્થપૂર્ણ નયનથી દિશાઓનું અવલોકન કરે છે. ડાબી હથેલીમાં મુખકમળ સ્થાપન કરીને લાંબા નીસાસા મકતી જાણે મદનવિકારથી પીડિત ચિત્ત જણાવતી હોય, કંઈક બણબણતી હોય તેમ જણાતી હતી. મેં વિચાર્યું, આ શું ? અથવા મારા વિયેગમાં એકલી રહેવા સમર્થ નથી. તે જે મને જોઈને આકુળ બની જાય તે મારા ઉપર સ્નેહ છે, જે હું ન જાણું તેમ મુખાકૃતિ છૂપાવશે, તે તે સુંદર ન ગણાય-એમ વિચારીને મેં મારે આત્મા દૂર રહેલે દેખાડે. તેણે મદન-વિકાર ન જણાય તેમ છૂપાવ્યું. હું તેની પાસે ગયે. તેને મેં કહ્યું કે-હે સુંદરી ! શું તને કઈ માતા-પિતાદિક સ્વજને યાદ આવ્યા છે કે, જેથી તું ઉદ્વેગવાળી હોય તેમ જણાય છે. તેણે આકાર છૂપાવતાં કહ્યું કે-હિ આર્યપુત્ર ! તમે સ્વાધીન છે, પછી બીજા મનુષ્યોને યાદ કેમ કરું ? જ્યાં હૃદયવલ્લભ વસતા હોય, તે અરણ્ય પણ વસતીવાળું છે અને પ્રિયરહિત વસ્તીવાળું સ્થાન, તે અટવી સરખું છે.” એ સાંભળીને મેં વિચાર્યું કે-ઉપચારપ્રાય વચન બેલી તે આ ઠીક ન ગણાય. કારણ કે વિશ્વાસ ઉત્પન્ન થવાથી સ્વીકારેલા, ઉંડા મૂળવાળા વૃદ્ધિ પામેલા નિઃસ્વાર્થ સદભાવવાળા નેહપૂર્ણ મનુષ્ય વિષે જે ઉપચાર કરવામાં આવે, તે કેવી રીતે ઉત્તમ ગણી શકાય ? ઉપચાર વડે બીજાને પોતાને કરાય અગર સ્વીકારાય, તે માત્ર તે સ્થાન પૂરતી જ તેની ઉત્તમતા ગણાય, ઉપચારપણાના સ્થાન સિવાય બીજામાં પ્રવર્તતા પ્રેમના અભાવને પ્રકાશિત કરે છે. અર્થાત્ સાચા નિઃસ્વાર્થ કાયમી બદલાની આશા વગરના પરસ્પરના નેહમાં ઉપચારને અવકાશ હેતું નથી. ઉપચારના સ્થળમાં કાયમી સ્નેહ-પ્રેમને અવકાશ હેતે નથી. તે અહીં સર્વથા કંઈ પણ કારણ હોવું જોઈએ-એમ જાણીને તેની પાસેથી ઉઠશે. ત્યાંથી ન દેખી શકાય તેવા બગીચાના મધ્યભાગમાં થોડી ભૂમિ સુધી ગયે. એટલામાં એક પુરુષ આવ્યું. આવીને તેણે પૂછયું કે--શું અહિં હજી સુધી પણ કુમાર છે ? મેં પૂછયું કે–આ ક્યા કુમાર?” તેણે કહ્યું કે આ નગરના ઈશાનચંદ્ર રાજાના ગુણચંદ્ર નામના કુમાર મધ્યાહ્ન સમયે આવ્યા હતા, તેથી તેમના કાર્ય માટે મને મોકલ્યો છે અને હું આવેલું છું, માટે પૂછું છું.' પ્રત્યુત્તર આપે કે “કુમાર તે ઈષ્ટલાભ મેળવીને ગયો. તેણે કહ્યું કે-શું તેની સાથે મળી ગઈ?” મેં કહ્યું કે, “એકલી માત્ર તેના યુગમાં આવી એકમનવાળી નથી થઈ, પરંતુ તેને ભવને પણ લઈ જવામાં આવી છે. તેણે કહ્યું કે સુંદર થયું.” “કુમારને દેખવા માત્રથી મહા અનુરાગ પ્રગટ.” એમ બોલીને આવેલે પુરુષ ગમે. મેં વિચાર્યું કે, “આવા પ્રકારની સંસાર–ચેષ્ટાને ધિક્કાર થાઓ, સ્ત્રીઓના સ્વભાવને ધિક્કાર થાઓ, પવનથી ઊડતી ધ્વજા સરખા સ્ત્રીઓના ચપળ મનને ગુણોથી, રૂપથી, ઉપકારથી કે જીવ આપવા વડે કરીને પણ ગ્રહણ કરી શકાતું નથી.” ત્યારે મેં ચિંતવ્યું કે-આ સ્ત્રી પોતાના વિચાર ન બતાવે, ત્યાં સુધી અહીંથી બહુ દુર નહીં એવા તેના મામાને ત્યાં જવું. ત્યાં તેને મૂકીને હું યથોચિત આત્મ-કલ્યાણની સાધના કરું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org