________________
વૈરાગ્યના પ્રસગ
૧૭૫
પ્રમાણે ન કરે. એમ કહીને રાત્રે તેની નજર રાખતે રહેલે હતા, તેટલામાં તે અધમ વિદ્યાધર આવ્યા. હું ઊભા થયા. અરે અધમ વિદ્યાધર ! બાયલા ! આયુધ ગ્રહુ કર, હવે તુ હતા-ન હતા થવાના છે. એમ કહીને મે તરવાર ખેંચી, તેણે પણ તરવાર ખેંચી. ક્ષોભ પામેલા તેને મેં કહ્યું કે—અરે ! હવે તું પ્રથમ પ્રહાર કર, જેથી હું' તારા પર પ્રહાર કરુ. ત્યારે ક્ષેાભ પામેલ હાવાથી તેણે કશું ન કહ્યું. પછી મેં તેના કેશપાશ પકડયા. મંડેલાગ્ર (તરવાર) ઉગામી, મેં તેને કહ્યું કે—અરે મહાપાપી ! આવ મળવાળા તુ મારી સમીપમાં આવ્યે છે ? તા ખેલ, અત્યારે તને હું શું કરું ? તેણે કહ્યું કે—વેરિયાને જે કરાતુ હાય તે કરેા. મેં કનકવતીને કહ્યું કે‘હે સુંદરી ! આ તારા વેરી વિદ્યાધરાધમ પકડાયે છે, તેણે હથીયાર છોડી દીધાં છે, હથીયાર વગરના સાથે યુદ્ધ કરવાનું મારા હાથ શીખ્યા નથી. ત્યારે નજીક રહેલી કનકવતીએ સામે આવીને કહ્યું કે—અરે હતાશ ! તને આમ કરવાની બુદ્ધિ કોણે આપી ? તેણે કહ્યું કે, ભાઈની ભાર્યાએ મારી પાસે આ કરાવ્યું છે. એ સાંભળીને મેં કહ્યું કે, અનનું કારણ હોય તેા સ્ત્રીઓ જ છે, એમાં સ ંદેહ નથી. પછી ‘હવે તારે આવું ફરી ન કરવું”——એમ દૃઢપણે કબુલ કરાવીને વિદ્યાધરને મુક્ત કર્યાં. હું કુલપતિ પાસે આવ્યે . તેમણે પણ મને ઘણું આશ્વાસન આપ્યું અને પેાતાના નિવાસે લઈ ગયા.
ત્યાં નગર નજીક મેં એક મહામુનિને જેયા. તેમને મેં વંદના કરી. ધર્માંકથા સંભળાવી. કનકવતીને કહ્યું કે—હૈ સુંદરી ! સંસાર અસાર છે, કમની ગતિ વિષમ છે, ગૃહવાસ અનેક વિઘ્નવાળા છે, ઈન્દ્રિયા ચપળ છે, પ્રેમની ગતિ અતિકુટિલ છે. કયારે અને કેવી રીતે મરણુ થશે ? તે કેને ખખર છે ? તા મહેતર છે કે જાતે જ આ સર્વ ાડીને મહાપુરુષોએ સેવેલી દીક્ષા અંગીકાર કરીએ. કનકવતીએ કહ્યું—આપની વાત સુંદર છે, પરંતુ આ નવયૌવન છે. કામદેવનાં માણુ ઘણાં આકરાં અને ન સહન થાય તેવાં હાય છે. હજુ ઈચ્છા પ્રમાણે વિષયસુખ ભોગવ્યું નથી.' અંતસમય કેવા છે ? તે જાણ્યું નથી, તે અતિશયજ્ઞાનીને પૂછીને યથાચિત કરીશું....' મેં કહ્યું કેહે સુંદરી ! તેં યુક્તિથી વાત કરી, પર’તુ 'નવયૌવન' કહ્યું, તેમાં સમજવાનું કે—
ધીર કે વીર પુરુષોને નવયૌવનમાં વૃદ્ધસ્વભાવ સુંદર હેાય છે. અને અધીર કે કાયર પુરુષાને તે વળી વૃદ્ધાવસ્થામાં પણ વિષય છૂટતા નથી અને તારુણ્યના અનુભવ કરે છે. અર્થાત્ પશુમાફક વિષયાસક્ત થાય છે. કાયરપુરુષોને કામદેવ વિષમ હોય છે, નહિ કે ધીરવીર પુરુષાને, માંસ વિષે ખડ્ગધારા તીક્ષ્ણ થાય છે, પણ વજ્રમાં અલ્પ પણ તીક્ષ્ણ થતી નથી. નિરંતર ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતા ભાગે વડે આ જીવને સ્વર્ગમાં ઘણા લાલન-પાલન કર્યા, પણ ઇન્પણાના ઢગલાએથી જેમ અગ્નિ તૃપ્ત થતા નથી, તેમ આ જીવ ચાહે તેટલા ભાગા મળે તે પણ તૃપ્ત થતા નથી. હે સુંદર દેહવાળી ! આપણે સમજીએ છીએ કે મરણુ પામ્યા પછી ભાગોથી નક્કી નરક અને તેના ત્યાગથી સ્વર્ગ કે મેાક્ષમાં ગમન થાય છે. વળી જે કહ્યું કે, ‘અતિશયજ્ઞાનીને પૂછીને જે કરવા લાયક હાય તે કરીશું'—આ વાત સુંદર છે, પરંતુ જે વચમાં ખીજું કંઈ નહિ થાય ?” એમ કહીને મુનિવરને વંદન કરીને નગરમાં પ્રવેશ કર્યાં. તેને અહાર રાખી. નગરમાં આમ તેમ ભમતાં જુગારી પાસેથી નાસ્તા ખરીદવા જેટલું મૂલ્ય મેળવ્યુ'. એ મોટા પુડલા બનાવરાવ્યા. જ્યાં કનકવતીને બેસાડી હતી, તેસ્થળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org