________________
કનકવતી સાથે અપહરણ
૧૭૩
ઈચ્છા પ્રમાણે અપ ણુ કરાય છે, પંડિત પુરુષના વચનની પણ અવગણના કરવી પડે છે, ગુરુવ, કુલ, શીલની પણ ગણતરી તેવા સમયમાં રહેતી નથી. અધ્વર્ગ સાથે નિઃશંકપણે લજ્જાને પણ ત્યાગ કરવો પડે છે, વધારે કેટલું' કહેવું? ધિક્કારપાત્ર સંસાર-સાગરમાં વહી રહેલાને દુઃખથી ડરવાનુ હોય ખરું ? માટે આ તે અલ્પ છે. તારી ખાતર આ જગતમાં શું ન કરવું પડે ? અથવા ‘દુઃખા વગર સુખા હેાતાં નથી.’ આ વાત ઘણી પ્રસિદ્ધ છે.
આ પ્રમાણે કનકવતી સાથે સ્નેહ-ગર્ભિત વાતચિત કરીને ત્યાં જ સુઈ ગયા. તેટલામાં તે વિદ્યાધરના નાનાભાઈએ કનકવતી સાથે મારુ આકાશમાં અપહરણ કર્યું, ફરી મને સમુદ્રના મધ્યભાગમાં ફેંકયો. પરંતુ દૈવયેાગે પડતાંની સાથે જ પહેલાં ભાંગી ગયેલ વહાણુનુ પાટીયું હાથમાં આવી ગયું અને તેનાથી સાત રાત્રિ-દિવસ સુધી સમુદ્ર-લંધન કરીને હું કાંઠે આવી ગયા. ત્યાં કેટલોક સમય વિશ્રાંતિ કરીને મહામુશીખતે કેળાંફળ મેળવીને પ્રાણુવૃત્તિ કરી. પર્વત પરથી વહેતી નદીના કિનારાના પ્રદેશમાં રહેવા લાગ્યા. તે પ્રદેશમાં કોઈ મનુષ્યોના સંચાર ન હતા, તેથી મેં ચિ'તવ્યુ કે, આ કિનારા છે કે દ્વીપ-બેટ હશે ? અથવા તે કાઇક મોટા પર્વત હશે ? એ પ્રમાણે સંકલ્પ-વિકલ્પ કરવામાં આકુળ બનેલા હું ચાલીને થોડી ભૂમિ આગળ ગયે, એટલામાં બહુ દૂર નહિં એવા સ્થાનમાં મે ́ તાપસકુમારને જોયા. હું તેની પાસે ગયો, તેને મેં વંદન કર્યું. તેમણે મને આશીર્વાદ આપ્યા. મેં તેમને પૂછ્યુ કે હે ભગવંત ! આ કયા પ્રદેશ છે ? ’ તેણે કહ્યું કે, • આ સમુદ્ર-કિનારા છે. ' ફરી પ્રશ્ન કર્યાં કે- • તમારો આશ્રમ કયાં છે ? ' તેણે કહ્યું કે, અહિંથી બહુ દૂર નહિ. મેં કહ્યું કે આપણે તમારા આશ્રમ-સ્થાનમાં જઇએ. ત્યાર પછી તે મને આશ્રમમાં લઈ ગયો. ત્યાં મે' કનકવતીને જોઈ. મને પણ તેણે જોયો. ત્યારે મહાપ્રમાદ–પૂર્ણ હૃદય અને દેહવાળા મે તેને કહ્યું કે- “ હે સુંદરી ! તુ' તેને ચૂકવીને કેવી રીતે છૂટી પડી? કનકવતીએ કહ્યું કે- “ તેણે મને મોટા પર્વત ઉપરથી સમુદ્રમાં ફેંકી, ત્યાર પછી અહિં આવી. ’
6
"
ત્યાર પછી તેને આશ્વાસન આપીને હું કુલપતિ પાસે ગયો. તે ભગવંતને વંદના કરી, તેમણે પણ આશીર્વાદ આપ્યા. તેની સમીપે બેઠા. કુલપતિએ કહ્યું કે, · શું આ તારી ગૃહિણી છે?” મે હા કહી. કુલપતિએ કહ્યું કે-ત્રણ દિવસ પહેલાં હું બહાર ગયો, ત્યારે તેને એકલી જોઈ. તે મને ન ઓળખી શકી. ત્યાર પછી પડખામાં નજર કરીને તે ખેલી કે- હું ભગવતી વનદેવતાઓ! ભર્તારે માત્ર મને પરણી છે, મેં તેની કેાઈ સેવા કરી નથી, તેણે મારા માટે શું શું નથી કર્યું? ત્રણ દિવસ સુધી સમુદ્રના કિનારા ખુદી વળી અને ભર્તારની શેાધ કરો, પરંતુ પત્તો ન લાગ્યો. તે કારણે તેના વિના આ જીવતરનું કંઈ પ્રયાજન નથી. તેના શરીરમાં સમર્પણુ થાઉં છું એમ કહીને ફાંસો તૈયાર કર્યાં. અંધસ્થાનમાં આરૂઢ થઈ અને જેટલામાં પેાતાને લટકાવે છે, તેટલામાં હાહારવ-ગર્ભીિત ‘ સાહસ ન કરો, સાહસ ન કરે ' એમ બોલતા હું તેના તરફ દોડયો. તે ક્ષોભ પામી, મને જોયા, શરમાઈ. ફ્રાંસા પડતા મૂકીને એક વૃક્ષની નીચે બેઠી. હું સમીપમાં ગયા અને આશ્વાસન આપ્યુ કે, હે પુત્રી ! કયા કારણે આત્મહત્યા કરવા તૈયાર થઈ છે? શું તારા ભર્તારને કોઇએ સમુદ્રમાં ફેંકયો છે, જેથી તેના કિનારાનુ અવલાકન કરે છે ?' ત્યારે તે કઈ પણ ન ખાલી. માત્ર મુક્તાફલ સરખાં મોટાં અને સ્વચ્છ આંસુ વડે રુદન કરવા લાગી. રુદન કરતી તેને દેખીને મને અતિશય કરુણા
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org