________________
૧૨
ચપન્ન મહાપુરુષોનાં ચરિત કર્યું, ત્યારે જીભ ખેંચીને આત્મહત્યા કરવા તૈયાર થઈ. ત્યારે તેણે કહ્યું કે જો તું મારું વચન અંગીકાર કરીશ તે, હું તને છોડી દઈશ.” મેં કહ્યું કે—કેવું ?” તેણે કહ્યું કે, તને છોડી દઉં, પછી ભર્તારની અભિલાષા કરવી. તે વાતને મેં સ્વીકાર કર્યો. તેણે મને કહ્યું કેતારે રાત્રે દરરોજ મારી પાસે આવવું. તારા આવવા માટે તું ચિંતવન કરીશ કે, તરત જ વિમાન તૈયાર થઈ જશે. એ પ્રમાણે મને વચનથી બાંધીને તે જ શયનમાં પહોંચાડી. પ્રતિદિન તેની સમીપે હું આવતી હતી. બંસી વગાડવાની કળા મને શીખવી. વિદ્યારે પ્રથમ તીર્થકર ત્રાષભસ્વામીનું દેવગૃહ બનાવરાવ્યું. આ ત્રણે કન્યાઓને પણ આ જ પ્રમાણે દબાણ કરી કબૂલાત કરાવી અને પછી મુક્ત કરી. તેઓને પણ આલાપ, સંગીત, વાજિંત્ર, વીણા, નૃત્યાદિ કળાઓ શીખવી. અમારા શરીરને સ્પર્શ કર્યા વગર અમારી સાથે દરરોજ તે વિલાસ કરતા હતા. ત્યાર પછી “ઠીક સુંદર” એમ કહીને સર્વને રજા આપી. પોતાના વિમાનમાં બેસીને પિતાના સ્થાનકે ચાલી ગઈ. બીજી બે કન્યાઓ પણ પોતાના પિતા, નગરાદિક જણાવીને તે જ પ્રમાણે ગઈ.
દાસી સાથે હું પણ તે જ વિમાનમાં ચડી બેઠો. કનકવતીના ભવને વિમાન આવ્યું અને તેમાંથી નીચે ઉતર્યા. વિમાન અદશ્ય થયું. કનકવતીએ મને દેખ્યો. દેખતાં જ તેણે કહ્યું, શું દુષ્ટ વિદ્યાધરને મારી નાખે ? દાસીએ કહ્યું કે, સ્વામિનીના જાણવામાં બરાબર આવી ગયું ? કનકવતીએ કહ્યું કે-હે આર્યપુત્ર! આ વ્યવહાર કરે તમને યેગ્ય ન ગણાય. કારણ કે તે વિદ્યાધર આકરે હતે. મેં કહ્યું કે, “શું હું તને સીધે લાગું છું? દાસચેટીએ કહ્યું-“હે સ્વામિની ! હું તમને શું કહું? સ્ત્રી જન તેની પ્રશંસા કરે, તે પણ નિંદા કહેવાય. ધીર અને વીરપાગું તે તેની ચેષ્ટાથી જાણ્યું, હવે બોલવું તે તે પુનરુક્તતા જણાય.
મહાબલ પરાક્રમવાળા છે એ તો વિદ્યાધરને મારવાથી પ્રગટ થયું છે. તમારે અનુરાગ પૂર્ણ છે.” એ તે સ્વામિનીને પિતાને ખબર જ છે. “ઉદાર ચરિત્રવાળા છે. રાજ્યને ત્યાગ કરીને ગયા, તે જ તેની સાબિતી છે. આથી વધારે કેટલું કહેવું? એને ઉચિત હોય તે સ્વામિની સ્વયં જાણી શકે છે.” એમ બોલીને દાસી મૌન રહી. દાસીની કહેલી હકીકત સાંભળીને કનકાવતીએ કહ્યું-“હલા ! આમાં જાણવાનું શું છે? પહેલાં જ વરસાલા સાથે હદય સમર્પણ કરેલું જ હતું. હવે પિતે પિતાના જીવિત-મૂલ્યથી મને ખરીદી વશ કરી છે. હવે આ દેહ અને મારા જીવિતના એ જ અધિકારી. સ્વામી છે, બીજું કઈ કર્તવ્ય કરનારી હું કોણ? સર્વથા અનુકૂળ, સારા રૂપવાળા ઉપકારી અને પ્રિય છે. હું તેમના હુકમનું સર્વથા પાલન કરનારી છું” એમ બોલીને કનકવતી લજજાવાળી થઈ નીચું મુખ કરીને રહી. ત્યાર પછી મેં કહ્યું, “હે સુંદરી ! આમ બેલવાની શી જરૂર છે ? તારા નિમિત્તે મેં કેઈ અપૂર્વ કાર્ય કર્યું નથી. કારણ કે, પિતાની ભાર્યાની અલપ પણ પરવશતા એ નાનોસૂને પરાભવ છે ? આ કારણે મારા પરાભવની શુદ્ધિ કરવા માટે આ સર્વ મેં કર્યું છે. આ જગતમાં પિતાના ઈષ્ટ-પ્રિય મનષ્યની ખાતર સમદ્રલંઘન કરવું પડે. તે તે પણ કરી છૂટાય છે, ઘોર પર્વત પરથી આત્માને ખીણમાં ફેંકી ભૂગુપાત પણ કરાય છે, ભયંકર જવાળાવાળા ધગધગતા અગ્નિમાં પણ પ્રવેશ કરવો પડે છે, મહાકલેશ-પરિશ્રમથી ઉપાર્જન કરેલ ધનભંડારને તૃણની જેમ ત્યાગ કરે પડે છે. અપયશની ખગધારા ઉપર આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org