________________
(૨૦-૨૧) સ્વયંભુ વાસુદેવ અને ભદ્ર બલદેવનું ચરિત્ર શ્રીવિમલનાથ તીર્થકર ભગવંતના સમયમાં સ્વયંભુ વાસુદેવ અને ભદ્ર નામના બલદેવ ઉત્પન્ન થયા હતા. તેઓ પચાસ લાખ વર્ષના આયુષ્યવાળા અને સાઠ ધનુષ–પ્રમાણ ઊંચી કાયાવાળા હતા. તેમાં બલદેવ સિદ્ધિ પામ્યા. વાસુદેવ નરકગામી થયા. કેવી રીતે ? તે કહે છે–
જબૂદ્વીપ નામના આ દ્વીપમાં ભરતક્ષેત્રમાં દ્વારામતી નામની નગરી હતી. ત્યાં રુદ્ર નામને રાજા હતા. તેને પૃથ્વી નામની મહાદેવી હતી. તેની સાથે સમગ્ર ઈન્દ્રિયોનું સંપૂર્ણ સુખ અનુભવતા સ્વયંભુ નામને પુત્ર ઉત્પન્ન થયે. સ્વયંભુને ભદ્ર નામના મોટાભાઈ હતા. તે બંને ભાઈઓ કુમારભાવને ઓળંગીને નવીન યૌવનાવસ્થામાં આરૂઢ થયા. તે બંને ગીતમાં કુશલા હતા. તેઓએ શાના અર્થો ગ્રહણ કરેલા હતા. ધનુષ-બાણમાં નિશ્ચલ, તરવાર ખેલવામાં ભયંકર, છરીને પ્રહાર કરવામાં ચતુર, ચિત્ર-દંડ ખેલવામાં વિચિત્ર, ચક્ર ફેરવવામાં સમર્થ, મેગરના ઘા મારવામાં શત્રુઓને ચૂરો કરનાર, શૂલમાં શત્રુને ફૂલ ઉત્પન્ન કરનાર, સર્વ લોકેને અનુકૂલ બની વિચરતા હતા. આ પ્રમાણે બલદેવ અને વાસુદેવે ભરતક્ષેત્રમાં વિચરતાં વિચરતાં શંખપુર નગરની બહારના ભાગના ઉદ્યાનમાં ચાર જ્ઞાનવાળા મુનિચંદ્ર અણગારને જોયા. તેને જેઈને બલદેવે કહ્યું–આ મહામુનિનાં દર્શન કરીને આપણે જન્મ સફલ કરીએ. ત્યારે સ્વયં ભૂએ તેના અનુરોધથી કહ્યું કે ભલે એમ કરીએ-એમ કહીને સાધુ પાસે ગયા. તેમને વંદના કરી, મુનિએ તેમને ધર્મલાભ આપ્યા પછી મુનિના ચરણ-કમલ પાસે બેઠા. ધર્મોપદેશ પૂર્ણ થયા પછી બલદેવે કહ્યું --“હે ભગવંત! પ્રથમ યૌવનવયમાં આપે ભેગેનો સર્વથા ત્યાગ કેમ કર્યો ? તે વાત આપ અમને કહો અને અમારા મનના કુતૂહલને દૂર કરે.” ત્યારે ભગવંતે કહ્યું
–હે સૌમ્ય ! જે તમારે આગ્રહ છે, તે આ સંસારનું નાટક સાંભળો.” એમ કહીને સર્વ પર્ષદાને પોતાનું ચરિત્ર કહેવાનું શરૂ કર્યું –
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શૌરીપુર નામનું નગર હતું. ત્યાં દઢવમને ગુણધર્મ નામનો પુત્ર રહેલ હતે. કળા-કલાપ ગ્રહણ કરનાર તે રાજા નગર કે વગેરેને અત્યંત વલ્લભ હતો. કેઈક સમયે વસંતપુરના સ્વામી ઈશાનચંદ્રની પુત્રી કનકવતીને સ્વયંવર થવાને સાંભળીને મેટા પરિવાર સાથે હું ત્યાં ગયો. પહોંચીને બહાર પડાવ નાખે. સ્વયંવર-મંડપમાં પ્રવેશ કર્યો. બીજા પણ ઘણું રાજપુત્રો આવ્યા હતા. તે સમયે રાજપુત્રીએ નેહવાળી દૃષ્ટિથી કંઈક અર્ધ બીડેલી નજર કરીને પિતાનું હદય ક્ષેભ પામેલું છે.” એમ સૂચવતી હોય તેવી રીતે મને જે. હું બરાબર સમજી ગયો કે-મને રાજપુત્રી ઈછે છે. ત્યાર પછી સવારે સ્વયંવર થવાને છે--એમ માનીને હું પિતાના સ્થાને ગયે. બીજા રાજપુત્રો પણ પોતપોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી રાત્રિએ પ્રથમ પહેરમાં કેટલીક દાસીઓના પરિવાર સાથે એક પાકટવયની સ્ત્રી આવી, વિદ્યાધર-દારિકા ચિન્નેલ એક ચિત્રપટ્ટિકા આપી. તેની નીચે તેને અભિપ્રાય સૂચવનારી એક ગાથા લખી હતી--
તમારાં પ્રથમ દર્શનથી ઉત્પન્ન થયેલ પ્રેમના ગે માનસિક નાટક કરતી હું અત્યારે પરવશ બની સર્વ સુખથી મુક્ત બની છું, મારા હૃદયને કઈ રીતે શાન્તિ પમાડી શક્તી નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org