________________
સ્વયંભુ વાસુદેવ અને ભદ્ર બલદેવનાં ચરિત્રો
૧૬૩ પછી તરત જ તાંબૂલ, વિલેપન અને પુપિ આપ્યાં. કુમારે બહુમાન સાથે તેને સ્વીકાર કર્યો. કુમારે તેને કંઠાભૂષણ ભટણમાં આપ્યું. તેણે કુમારને કહ્યું કે--“રાજપુત્રીની આજ્ઞાથી આપને એકાંતમાં કંઈક કહેવાનું છે. ત્યારે કુમારે બે બાજુ નજર ફેરવી એટલે પરિવાર ત્યાંથી ચાલ્યા ગયે. ત્યાર પછી વૃદ્ધાએ કહ્યું કે--હે કુમાર ! કુમારી આપને વિનંતિ પૂર્વક કહેવરાવે છે કે -મેં તમારા માટે ઈચ્છા કરેલી છે, પરંતુ જ્યાં સુધી મારે સમય પૂર્ણ ન થાય, ત્યાં સુધી તમારે મને કંઈ પણ ન કહેવું. મારે તમારા સ્વીકાર માટે જ રહેવાનું છે. મેં કહ્યું- ભલે એમ થાવ, એમાં શું વાંધે ? પ્રહેલિકાઓ
ત્યાર પછી બીજા દિવસના સવારના સમયે સમગ્ર રાજકુંવર સમક્ષ લક્ષ્મીએ જેમ કૃષ્ણને તેમ મને વરમાળા અર્પણ કરી. સર્વે રાજાઓ વિલખા થઈને પિતાના સ્થાનકે ગયા. ત્યાર પછી સખીઓએ પૂછયું કે, તેમને એવો ક ગુણ તે એનામાં જે ? જેથી તેને વરમાળા અર્પણ કરી.” કુમારીએ કહ્યું, સાંભળે. દેના સમૂહને જિતનાર તેમના રૂપને દેખીને, ગુણસમુદાયની શી જરૂર છે ? સર્વાગ સુગંધવાળા મરવા આગળ પુષ્પના ઢગલાની કેટલી કિંમત ?” ઘણે ઠાઠમાઠથી વિવાહ-મહોત્સવ કર્યો. પોતાના નગરે કનકવતીને લઈ ગયા. કનકવતીએ એક સ્થાને આવાસ કર્યો. પિતાના નિવાસસ્થાનમાં રહી સવારે હું તેના મકાને આવ્યું. મને આસન આપ્યું, એટલે હું બેઠો. તે પણ મારી સામે બેઠી. તેણે પ્રનત્તર કર્યો, તે આ પ્રમાણે—
हरिदइयणेउरं बीय-पुच्छिथं सामिणीं कह कहेइ ? ।
तह इसुणो णियरक्खं, साली भण केरिसी वीणा ।। ३॥ બીજાવડે પૂછાયેલ હરિની દચિતાલક્ષ્મી)નું નુપૂર સ્વામિની કેવી કહે છે? રક્ષાવાળી શાલિ કેવી હોય?
બિલ વણા કેવી હોય ? મેં તેને અર્થ વિચારીને કહ્યું કે–ત્તર મરવતી ૧, સરોવરવાળી ૨ અને–સ્વરવતી-સૂરવાળી ૩.
किं कारणं तणाणं ? १ को सद्दो होइ भूसणथम्मि ? २ ॥
मोत्तुं सदोसमिदं, किं तुह वयणस्स सारिच्छं ३ ॥ ४ ॥ ફરી મેં પૂછ્યું–તૃણનું કારણ શું ? ભૂષણ અર્થમાં ક શબ્દ હોય? કલંકિત ચંદ્ર સિવાય તારા વદન સરખું શું હોય? તેણે વિચારીને જણાવ્યું- “મારું” -પાણ ૧, વ૮ભૂષણ, ૨, અને કમલ ૩ તે પછી હું ત્યાંથી બહાર નીકળે અને મારા નિવાસ સ્થાને ગયે. બીજા દિવસે પાછો આવ્યો. ફરી તેણે પ્રશ્નોત્તર મૂક
सभयं भवणं भण केरिसं ? १, च जुवईण केरिसं नटं ? २ ।
रमणीण सयावई, केरिसं च चित्तं सकामाणं ? ३ ॥ ५ ॥ ભયવાળું ભવન કેવું હોય તે કહે ૧, યુવતીઓનું નૃત્ય કેવુ હેય? ૨, કામી રમણીઓનું કેવું ચિત્ત સંતાપ કરાવે ? ૩, મેં વિચારીને પ્રત્યુત્તર આપ્યો કે “દઢા'- એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org