________________
વિમલનાથ તીર્થકરનું ચરિત્ર લાભ નક્કી હોય જ અને પૂર્વના લાભમાં ઉત્તર લાભ થાય, કે ન પણ થાય. કર્મ–પરિણતિના યોગે જીવને સાંભળતાં સાંભળતાં અને સ્વાભાવિક–વગરનિમિત્ત-આપોઆપ આમ અધિગમ અને નિસર્ગ સમ્યકત્વ-એમ બે પ્રકારે સમ્યકત્વ પ્રગટ થાય છે. જીવ, અજીવ, આસવ, સંવર, બંધ, નિજર અને મોક્ષ આ સાત પદાર્થોના પરમાર્થ સ્વરૂપવાળી યથાર્થ શ્રદ્ધા તે સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવેલું છે. જ્ઞાન કે દર્શન સ્વરૂપ, સાકાર કે અનાકાર ઉપગવાળે ચેતનાના વ્યાપારવાળે હોય, તે જીવનું લક્ષણ અને તેથી વિપરીત તે અજીવનું લક્ષણ. તે અજીવ તત્ત્વના બે પ્રકાર. રૂપવાળા. અને રૂપવગરના, તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અરૂપી અછવદ્રવ્ય અને પુદ્ગલ રૂપી અજીવ દ્રવ્ય કહેવાય. જીવમાં કર્મ દ્રવ્યને પ્રવેશ થાય, તે આસવ કહેવાય. આવતાં કર્મને રોકવાં, તે સંવર કહેવાય. કષાયનિમિત્તે જે કર્મ ભેગવવાને કાલ, તે કર્મની સ્થિતિ. તપસ્યા વડે કર્મને ખંખેરી નાખવાં-છૂટાં પાડવાં, તે નિર્જરા. જ્ઞાનાવરણયાદિ આઠે કર્મ સર્વથા નાશ પામે, તે મેક્ષ કહેવાય. જ્ઞાન પાંચ પ્રકારનું છે. તેમાં પહેલું મતિજ્ઞાન છે, તે ઈન્દ્રિય અને ઇન્દ્રિય એમ છ પ્રકારનું છે. વળી એક એકના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણાના ભેદથી ચાર ચાર ભેદો કહેલા છે. શ્રતજ્ઞાન ગ્રંથના અને અનસરતું જ્ઞાન કહેલું છે, અવધિજ્ઞાન ભવપ્રત્યાયિક અને ક્ષાપશમિક એમ બે પ્રકારનું છે. પ્રથમનું ભવપ્રત્યયિક નારકી અને દેવતાઓને અને બીજું ક્ષાપશમિક બીજા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે. મન:પર્યવજ્ઞાન જુમતિ અને વિપુલમતિ એવા બે ભેદવાળું જ્ઞાન છે. અને તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવે ચિંતવેલ પદાર્થ વિષયક જ્ઞાન છે. કેવલજ્ઞાન તે શાશ્વતું, આવ્યા પછી કદાપિ ન જાય તેવું અને એક પ્રકારનું કહેલું છે. આ પ્રમાણે સંક્ષેપથી પાંચ પ્રકારનું જ્ઞાન કેવલીભગવંતે કહેલું છે. દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ચારિત્ર જાણવું. પહેલા પ્રકાર ગૃહસ્થ શ્રાવકને અને બીજો પ્રકાર પતિસાધુઓને હેય. દરેકના પટાભેદો ઘણા પ્રકારના જણાવેલા છે. ગૃહસ્થાને પાંચ અણુવ્રતે, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે એમ સર્વ મળી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સંક્ષેપથી જાણવે. યતિધર્મ તે મૂળગુણ અને ઉત્તરગુણ ભેદવાળે છે, તેમાં પાંચ મહાવ્રત અને છક્ડું રાત્રિભૂજન-વિરમણવ્રત રૂપ મૂળગુણ યતિધર્મ અને પિંડવિશુદ્ધિ, પ્રતિલેખન, સમિતિ, ગુપ્તિ, ઈચ્છા-મિચ્છાદિક ચક્રવાલ સામાચારી આદિરૂપ ઉત્તરગુણ યતિધર્મ કહે છે. કહેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરમપદ-મેક્ષને મેળવી આપે છે.
આ પ્રમાણે વિમલનાથ ભગવંતે મોક્ષમાર્ગ સમજાવ્યું. ધર્મ શ્રવણ કરીને ઘણા પ્રાણીઓ પ્રતિબંધ પામ્યા. તથા ઘણાને જિનેપદિષ્ટ ધર્મમાં પ્રવર્તાવ્યા. એ પ્રમાણે કમથી ભરતક્ષેત્રમાં વિચરીને, કેવલપર્યાયનું પાલન કરીને, શૈલેશીકરણ કરીને, ભવિષગ્રાહી ચાર કર્મ ખપાવીને, સાઠ લાખ વર્ષનું આયુષ્ય પાલન કરીને ભગવંત સમેતગિરિના શિખર પર નિર્વાણ પામ્યા. શ્રીમહાપુરુષચરિતમાં વિમલતીર્થકર ભગવંતનું ચરિત્ર પૂર્ણ થયું. [૧]
(ગ્રંથાગ ૫ooo કલેકપ્રમાણ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org