________________
(૧૯) શ્રીવિમલ સ્વામીનું ચરિત્ર
આ પ્રમાણે વાસુપૂજ્ય તીર્થંકરના સમયમાં ૭૦ ધનુષપ્રમાણ દેહવાળા દિપૃષ્ઠ વાસુદેવ ૭૪ લાખ વર્ષનું આયુષ્ય પાલન કરીને મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયા. વાસુપૂજ્ય સ્વામીના નિર્વાણ બાદ ત્રીશ સાગરોપમ વીતી ગયા પછી ૬૦ ધનુષની કાયાવાળા, ૫૦ લાખ વર્ષના આયુષ્યવાળા વિમલ નામના તીર્થકર ભગવંત ઉત્પન્ન થયા. કેવી રીતે? તે કહે છે –
પરહિત કરવામાં એકાંત રકત, ચિંતામણિ, કલ્પવૃક્ષ કરતાં અધિક મનવાંછિત પૂર્ણ કરનાર મહાપુરુષે જગતમાં પ્રજાનાં પુણ્યથી ઉત્પન્ન થાય છે.”
જંબુદ્વીપ નામના આ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં ધનશદ્ધિથી સમૃદ્ધ “કાંપિલ્ય” નામનું નગર હતું. ત્યાં સારા રૂપ અને ગુણવાળો પુરુષવર્ગ, તથા વિનય-લજજાથી યુક્ત મહિલાવર્ગ હતો. સર્વગુણયુક્ત તે નગર હતું. આ નગરમાં એક દેષ હતું કે મણિમય રનભિત્તિનાં કિરણોથી પ્રકાશિત શેરી માર્ગમાં કપૂર લગાડેલ ઉજજવલ મુખવાળી વિલાસિની સ્ત્રીઓ શંકાવાળી બની વિચરતી હતી.
ત્યાં પૂર્વે કરેલ સુકૃત પરિણામ મૂર્તિમંત થયું હોય તે કૃતવર્મા” નામનો રાજા હતા. તેને “શ્યામ” નામની મુખ્યરાણ હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં તેમને કેટલો ય કાળ પસાર થયો.
કેઈક સમયે વૈશાખ શુકલ દ્વાદશીના દિવસે સહસ્ત્રાર નામના દેવલોકેથી અવીને શ્યામા રાણીને ૧૪ મહાસ્વમો પ્રાપ્ત થવા પૂર્વક ગર્ભ ઉત્પન્ન થયે. કંઈક અધિક નવ માસ પૂર્ણ થયા પછી માહ શુદિ તૃતીયાના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રને યોગ થયે ત્યારે તેમને જન્મ થયે. પૂર્વે જણાવ્યા પ્રમાણે સુરેન્દ્ર તેમને જન્માભિષેક કર્યો. યથાર્થ “વિમલ એવું નામ સ્થાપન કર્યું. ત્રણજ્ઞાનના અતિશયવાળા ભગવંત વૃદ્ધિ પામવા લાગ્યા. લગ્ન કર્યા. કુમારભાવનું પાલન કરી પૃથ્વી-લક્ષમીને ભેગવટો કરીને લેકાંતિક દેથી પ્રતિબંધ પામેલા ભગવંતે મહશુકલ ત્રિદશીના દિવસે દીક્ષા અંગીકાર કરી. છદ્મસ્થપર્યાયનું પાલન કરી જંબૂવૃક્ષના છાયડામાં ક્ષપકશ્રેણિના ક્રમે ચાર ઘાતિકને ક્ષય કરીને ભગવંત કેવલજ્ઞાન પામ્યા. દેવોએ સમવસરણની રચના કરી. ભગવંતે ગણધરને દીક્ષા આપી. બાર પર્ષદા એકઠી થઈ. સદ્ગતિના કારણુસ્વરૂપ ધર્મ પ્રરૂપે. ત્યાં દે, અસુરે, મનુષ્ય અને તિર્યની પર્ષદા મધ્યે ભગવંતે
સમ્યગદર્શનથી પવિત્ર થયેલ જ્ઞાન અને ચારિત્ર, આ ત્રણ ભેગા થાય તે મોક્ષને માર્ગ જાણુ. આમાં એકની પણ ન્યૂનતા હોય તે, તે પરમાર્થ મેક્ષ મેળવી શકાતું નથી. આ સમ્યગ્રદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્મચારિત્ર ક્રમસર આગળ આગળના લાભમાં પૂર્વને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org