________________
ત્રિપૃષ્ઠ વાસુદેવ અને વિજ્ય બલદેવનું ચરિત્ર સરખે સમજુ અને વિવેકી મૂંઝાય છે. આવા શુદ્રજાતિવાળા, શૌચ ન કરનારા, લેકાચારથી રહિત આવાને આપવાથી શું લાભ?? વણિકે કહ્યું- હે બ્રાહ્મણુ! અમારે એની ચિંતા શા માટે કરવી? “ઘરે આવેલાને અવશ્ય આપવું જોઈએ.” તે કહ્યું કે, “દાન ભલે આપે, પણ તે દાન નિષ્ફલ જાણવું.” વણિકે કહ્યું, “હે ભટ્ટ! એમ ન બેલ, કારણ કે આ બ્રહ્મચારી હેવાથી હંમેશાં પવિત્ર હોય છે. બ્રહ્મવતનું સેવન કરતો બ્રાહ્મણ છે. સર્વ જીના ઉપકાર કરવામાં પરાયણ, કુક્ષિશંબલ માત્ર આહાર ગ્રહણ કરનારા, શરીર, ઉપકરણ આદિ ઉપર મમત્વ વગરના, પુત્ર, પ્રિયા આદિ સ્વજનેને બંધનથી મુક્ત આ મુનિએ હેય છે.” એ સાંભળી તે કહ્યું કે, “વેદમાં કહેલાં અનુષ્ઠાન ન કરવાવાળા એમનાથી સર્યું. વણિકે કહ્યું કે, “તું જાણે છે. ખરો? ત્યારે તે અબોધિબીજ કર્મ બાંધ્યું. તેવા પ્રકારની જીવવિરાધના–જીના ઘાતને કરાવનાર યજ્ઞાદિક અનુષ્ઠાન કરાવીને પંચેન્દ્રિય જીના વધ વગેરે કરાવીને તેના નિમિત્તથી નરક વેદનીય કર્મ બાંધીને, કાલ પામીને સાગરોપમ અધિક આયુષ્યવાળ રત્નપ્રભા નારકીમાં નારકપણે ઉત્પન્ન થયે. ત્યાં પૂર્વે કરેલાં અશુભ કર્મ વડે કપ પામેલા હોવાથી પરમધાર્મિક નરકપાલ અસુર દેવે આને હણે, છેદે, ભેદે, અંગેને ભંગ કરે, ફાડે, કુંભીને મધ્યમાં ના” એમ કહી તીવ્ર વેદનાને ઉપદ્રવ કરે છે. ત્યાં દીનઆકારવાળે પૂર્વ કર્મના દેશથી પરાધીન બનેલે તું લાંબા કાળની વેદના ભેગવીને હરણપણે ઉત્પન્ન થયે. ત્યાં પણ સુધા, તૃષા, શીત, તડકો વગરે વેદનાથી તપેલા શરીરવાળો અટવીમાં મુનિને દેખીને તારાં કર્મ ઉપશાન્ત થયાં. ત્યાં અનશનવિધિથી મૃત્યુપામી અહિં ઉત્પન્ન થયો. અહીં પણ તે કર્મ હજુ બાકી રહેલ હેવાથી સુખ પ્રાપ્ત થવા છતાં પણ તું ભેગવી શકતા નથી. માટે હે મહાયશવાળા ! સુખના બીજભૂત ધર્મનું સેવન કર.”
એ સાંભળી મેં કહ્યું- ભલે એમ કરીશ ભગવતે તેની હકીક્ત આખી પર્ષદાને કહી. આ સાંભળી ઘણું છે મારી સાથે પ્રતિબોધ પામ્યા અને દીક્ષા ગ્રહણ કરી. તમે મને વૈરાગ્યનું કારણ પૂછ્યું હતું, તે આ દીક્ષા લેવાનું કારણ સમજવું. બલદેવ-વાસુદેવે કહ્યું, “ભગવંત! આપને વૈરાગ્ય થવાનું નિમિત્ત સુંદર થયું છે. આ સંસાર એકાંત અસાર જ છે. અહીં અજ્ઞાનદેષથી પ્રાણીઓ અનેક પ્રકારના કલેશાનુભવ કરે છે, પરમાર્થ જાણતા નથી, ભવિષ્યની આપત્તિ જાણતા નથી, સદ્ગતિનો માર્ગ સમજતા નથી, કલ્યાણના કારણ સ્વરૂપ નિરવદ્ય જિનેશ્વરને ધર્મ ગ્રહણ કરતા નથી. એ પ્રમાણે કહીને દ્વિપૃષ્ઠના ભાઈ બલદેવે યથાશક્તિ વ્રતે ગ્રહણ કર્યા, જિનપદિષ્ટ ધર્મનું પાલન કર્યું. શાસનની ઉન્નતિ-પ્રભાવના કરી. શુભ પરિણામવાળા બલદેવે કેટલાક સમય ગૃહસ્થવાસમાં રહીને તે જ ધર્માચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. તપ-સંયમમાં તલ્લીન બની ભરતક્ષેત્રમાં વિહાર કરીને ક્ષપકશ્રેણિના ક્રમે કેવલજ્ઞાન મેળવીને શૈલેશીકરણ કરી યોગી રેકીને બલદેવ સિદ્ધિ પામ્યા.
મહાબલ-પરાક્રમથી ગતિ, સાચા ધર્મથી પરાપ્રમુખ નિર્દી દયાવગરને દ્વિપૃષ્ઠ વાસુદેવ તારક નામના પ્રતિવાસુદેવે મેકલેલ ચકર હસ્તમાં આવવાથી પ્રતિવાસુદેવને મારીને અર્ધભરતનું રાજ્ય ભેગવીને ભેગાસત મનવાળો સર્વથા શુભપરિણામ-રહિત થઈ મૃત્યુ પામીને નારકીમાં ઉત્પન્ન થયે. શ્રીમહાપુરુષચરિતમાં દ્વિપૃષ્ઠ વાસુદેવ અને વિજ્ય બલદેવનાં ચરિત્ર પૂર્ણ થયાં. [૧૭-૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org