________________
સંસારનો ત્યાગ કરવાનું વૈરાગ્યનું કારણ
૧૫૫ વૃક્ષે જેમાં, જ્યાં કેટલાક શિયાળો ખરાબ શબ્દોથી રુદન કરે છે, રીંછ ભુ ભુ કરે છે, વરાહ ઘુર દુર કરે છે, સર્પો સુસવાટા કરે છે, હાથીઓ ગુલ ગુલ કરે છે, ભેંશો જળાશયમાં સ્નાન કરે છે, ચમરી ગાયે ચરે છે, લાવકપક્ષી ક્રીડા કરે છે, તિત્તિ ત ત શબ્દ કરે છે, મેરની મંડળીઓ મુક્ત કેકારવ શબ્દ કરે છે. આ પ્રકારે મહાઇટવીનું નિરીક્ષણ કરતા કરતા કેટલાક પ્રયાણે વડે અટવીનું ઉલ્લંઘન કરીને ચંપાનગરીએ પહોંચ્યા. ત્યાં સમરસિંહ નામને રાજા રહેતા હતા. કઈ એવા એકાંત સ્થળમાં આવાસ કર્યો. શુભ દિવસે રાજાને મળે અને સેવા કરવા લાગ્યો.
આ બાજુ તે નગરમાંથી બહાર નીકળ્યા પછી રાજાએ તેની ગવેષણું કરાવી. નજીકના લેકોને પૂછ્યું કે, “શા કારણે ? કયાં ગયે હશે તેઓએ પણ કંઈ પણ ન જાણતા હોવાથી યથાર્થ કહ્યું કે, અમને કશી ખબર નથી.” રાજાને તે હકીકત જણાવી. આ વૃત્તાન્ત પાસે પહોંચ્યું કે કયા નિમિત્ત ચંદ્રગુપ્ત કુમાર ગયે, કયાં ગયે તે જાણી શકાતું નથી. આ જાણીને રાજકુમારી એકદમ મૂચ્છ પામી. પવન નાખે, સ્વસ્થ મનવાળી થઈ એટલે પશ્ચાત્તાપ–વિલાપ કરવા લાગી-કેવી રીતે ?
હા નાથ ! તમે કયાં ગયા ? આ શું કર્યું ? મને પણ જણાવ્યા વગર ગયા, તમારા હૃદયમાં વાસ કરવા છતાં મારા ચિત્તને ન ઓળખ્યું ? હે નાથ ! કયા એવા મારા દોષથી તમે મારે ત્યાગ કર્યો, તે હું જાણતી નથી. શું પિતાને કે મારે વાંક છે ? શા માટે મારે ત્યાગ કર્યો ? મહાનભાવોએ જે કઈ ગણવાળાને કે ગણવગરનાને સ્વીકાર કર્યો હોય. તેનું ગમે તે પ્રકારે તેઓ પાલન કરે છે. જે શીલમાં કઈ પ્રકારને દોષ ન જણાય તે.” હે નાથ ! તમે દૂર હોવાથી મારા શીલગુણના સમૂહને જાણતા નથી. ધર્મારાધન કરવાની ઈચ્છાવાળાએ ધર્મની પરીક્ષા કરવી જોઈએ. કાં તે આ વિષયમાં તમને મતિભ્રમ થયે હશે, અથવા હે નાથ ! તમને કેઈ અનાર્ય દુઝે ભરમાવ્યા હશે, નહિંતર તમે ભકતજનને ત્યાગ કેમ કરે ? સ્નેહયેગે પ્રિયજનમાં ગુણે માફક જે કઈ દોષની કલ્પના કરવામાં આવે તે પરિણામમાં તેઓને ફરી નિર્વાહ કરવામાં મુશ્કેલી થાય છે. હે સ્વામી ! મેં તમને જાણ્યા છે, મને પણ તમે લાંબા કાળથી જાણે છે. જન્માંતરમાં પણ તમને છોડીને હું બીજાનું શરણ સ્વીકારવાની નથી. હે નાથ ! મારે તમને કેટલું કહેવું ? હે મહાયશવાળા ! તમારા વિયેગમાં વિલાસનાં કાર્યો સાથે વિષય-સુખને મેં ત્યાગ કર્યો છે.”
આ પ્રકારે ઘણે વિલાપ કરતી કુંવરીને સખીઓએ કહ્યું- હે સ્વામિની ! આમ અરણ્યરુદન સરખા વિલાપ કરવાથી શું લાભ? તમને છોડીને રાજકુમાર ગયા, કેઈને કારણ પણ જણાવ્યું નથી. તમને પણ આટલું અને આવા પ્રકારનું બોલવાનું કોણે શીખવાડ્યું ? વળી પર માર્થ સમજ્યા સિવાય મરણથી પણ અધિક દુષ્કર પ્રથમ યૌવનવયમાં વિષયભેગને ત્યાગ કર્યો. તે ઠીક ન કર્યું. આ સમયે આ વૃત્તાન્ત જાણીને રાણ ત્યાં આવી. કુમારીએ જે પ્રતિજ્ઞા કરી, તે માતાએ જાણી. પુત્રીને કહ્યું કે, હે પુત્રી ! આટલી અકળાઈ કેમ જાય છે? જે તે મળી જશે તે બહુ સારું, અને કદાચ ન આવે તે તેનાથી વધારે સુંદર પતિ સાથે તારે વિવાહ કરીશું. કન્યાને આધીન વર રહેતા નથી. તારા પિતાજી સંગ કોની સાથે કરે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org