________________
૧૫૬
ચાપન્ન મહાપુરુષોનાં ચરિત
તે જાણે છે, કુમારીએ કહ્યું- હે માતાજી ! આમાં જાણવા જેવું શું છે ? માતાજી ! તમે પિતાને જણાવી દેજો અને વિનંતિ કરો કે આ જન્મમાં મારા હાથમાં તે જ ભર્તાર અગર અગ્નિના શરણ સિવાય ખીજું' કેાઇ શરણુ નથી.’
આ પ્રકારે મહાદુઃખથી પીડિત થયેલી બીજા પુરુષના દર્શનને પરિહાર કરીને ઘણા પ્રકારે સમજાવવા છતાં વિષય તરફ તેણે બીલકુલ મન ન કર્યું', ધર્મમાં પરાયણ બની, સુવ્રતા નામની સાધ્વીજી સાથે સમાગમ કર્યાં. જિનેશ્વરે ઉપદેશેલા ધમ તેને પરિણમ્યા. ધર્માંના પ્રભાવથી શાકના આવેગ ચાલ્યા ગયે. શુભ પરિણામ ઉલ્લાસ પામ્યા. જિનેશ્વરાએ કહેલી ભાવના ભાવતી પાતે રહેલી છે.
આ માજી ચંદ્રગુપ્ત કુમાર ત્યાં રહેલા હતા, ત્યારે સમરસિંહ રાજાનેા કેસરીસિંહ નામને પુત્ર શૈવાચા ના ઉપદેશથી મંત્રને અભ્યાસ કરતા હતેા, તેમાં પ્રમાદ થવાથી મંત્રદેવતા કોપાયમાન થયા. ગ્રહ——વળગાડ થવાથી તેવું કંઇ નથી કે, જે વળગાડવાળા ન કરે. ગાયન કરવા મંડી જાય, હસવા લાગે, દોડે, રુદન કરે, નૃત્ય કરે, પહેરેલાં કપડાં ફેંકી દે, સગા-સંબંધી પિરવારને સતાપ આપે, પોતે દુઃખ પામી માતા-પિતાને પણ દુ:ખી કરે. એક વખત ચંદ્રગુપ્ત કુમાર આગળ રાજાએ દુઃખપૂર્ણાંક જણાવ્યું કે, ખરેખર આવા પુત્રથી મને મરણાધિક દુઃખ છે.’ તે સાંભળી ચંદ્રગુપ્ત કુમારે રાજાને કહ્યું કે, ‘કુમારને અહી લાવેા, જોઈ એ.’ પછી રાજાની આજ્ઞાથી મહામહેનતે કુમારને અહી પકડી લાવ્યા. ચંદ્રગુપ્તે પાદશૌચ કર્યાં. મ ંત્રથી કવચ કર્યું . મ`ડલ–આલેખન કર્યું.. મંત્ર-જાપ શરૂ કર્યાં. રાજપુત્ર ભૂતના ઉપદ્રવવાળા થયા. તેને કહ્યું કે, આસન પર સ્થિર થા, આહાર ગ્રહણ કર, એ વગેરે ઉપચાર કરીને રાજપુત્રને ગ્રહના વળગાડથી મુક્ત કર્યાં. સ્વસ્થ થયા. રાજાએ વિચાર્યું' કે, આ કોઇ મહાપુરુષ છે, વળી ઉપકારી છે, મહાકુળમાં જન્મેલા મારી પાસે આવ્યેા છે, તેને માટે જેટલું કરીએ તેટલુ ઓછુ છે-એમ વિચારીને સંપ કર્યાં કે શુભ દિવસે મારા રાજ્યના અર્ધા ભાગ તેને આપું. આ પ્રમાણે રાજા વિચાર કરીને રહેલા હતા, તેવા સમયમાં ભવિતવ્યતાના યાગે મહાદેવીએ રાજમહેલમાંથી બહાર નીકળતા ચંદ્રગુપ્ત કુમારને લાભ્યા. નિલ મનવાળા કુમારે રાણીના આવાસમાં પ્રવેશ કર્યાં. રાણીએ યાગ્ય આદર-સત્કાર કર્યાં. પછી અંદરના સ્થાનમાં રાણી ઘેરી લઇ ગઈ. એકાંતમાં દેવીએ કુમારને કહ્યું કે—“હું આ પુત્ર ! તમારાં પ્રથમ દર્શન થયાં, ત્યારે જ તમે મારા હૃદયમાં પ્રવેશ કર્યા છે, તે દિવસથી માંડીને ભાજનની રુચિ થતી નથી, નિદ્રા આવતી નથી, સુખ અને દુઃખના તફાવત હું જાણતી નથી, રાત્રિ કે દિવસ, બહાર કે અ ંદરની કશી સમજણ પડતી નથી. આ ગયા, તેણે પ્રવેશ કર્યાં, આમ ખેલ્યા, આ કર્યું” આવી તારા સંબંધી વિચારણા કરવામાં સમય પસાર કરૂ છું. તારા વનનાં દર્શન કરું-એટલા માત્રથી જીવિતની આશા કરતી રહેલી છું. વળી જેમાં જીવિતનાથ પ્રિયની સાથે સમાગમ થતા નથી, તેવી રાત્રિ શું કામની ? અથવા તે તેવા દિવસથી શું ? કે તેવા રાત્રિ-દિવસ શા કામના ? તારી પાસે વધારે બેલીને સર્યું, તારી ખાતર મેં કુલ-શીલના પણ ત્યાગ કર્યાં છે અને જો તુ પ્રતિકૂલ થઇશ, તેા આ જીવિતના પણ ત્યાગ કરીશ. હું સુભગ ! તારી ઈચ્છા પ્રમાણે મને ભાગવ, હું તને ધન આપીશ, હું મહાયશવાળા ! મળતી લક્ષ્મીના નિર્ભાગી સિવાય કાણુ ત્યાગ કરે ? જે મહાપુરુષા હોય છે, તે હંમેશાં પારકાં કાર્ય કરવામાં ઉદ્યમવાળા હાય છે.
હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org