________________
-
~
૧૫૪
પન્ન મહાપુરુષોનાં ચરિત દેખી. દેખીને ચિંતવ્યું કે, “આ સ્ત્રીના ચરિત્રને ધિક્કાર થાઓ, કે મારા ઉપર આવા પ્રકારને નિર્ભર સ્નેહ હોવા છતાં પણ બીજાની અભિલાષા કરે છે! તે હવે તેની સાથે વિવાહલગ્ન કરીને શું કામ છે? અહીં રહેવાથી તેને ત્યાગ કરે શકય નથી, માટે મહારાજાને કહ્યા વગર બીજા સ્થળે ચાલ્યા જવું આવા સંતાપથી તપેલા દેહવાગે હું ક્ષણવાર પણ અહીં રહેવા હવે સમર્થ નથી.” એમ વિચારીને રાત્રે જ કેટલાક પુરુષ-પરિવાર સાથે નગરમાંથી નીકળ્યો. જતાં જતાં વિચારવા લાગ્યું કે–
હે હદય! પરપુરુષને સંગ કરીને પિતાનાં શીલને ભંગ કરવાના સ્વભાવવાળી અપૂર્વ શેભાવાળી છે, એમ રખે તું વિશ્વાસ ન કરીશ. હે હદય! શીલરહિત સ્ત્રીઓથી સર્યું, તેના
નેહનો ત્યાગ કર. તે પુરુષો ખરેખર ભાગ્યશાળી છે, જેઓ સતીઓના નેત્રાનું લક્ષ્યબિંદુ પ્રાપ્ત કરે છે. પાકેલાં લાલ બિંબફેલ સરખા હેઠવાળી પ્રિયાને પુણ્યશાલી પ્રાપ્ત કરે છે. એમ હોવા છતાં પણ હે હૃદય! તું કૃપા કર. હે લંપટ ! પારકા તરફ પ્રેમ કરતી પ્રિયાને તું ત્યાગ કર, “તેના બાહુથી નિરંતર આલિંગન ધન્ય જ પ્રાપ્ત કરશે” એમ માનનાર હે હદય! તે મને સન્મુખને પરાગમુખ કરવા દ્વારા લજ્જા પમાડેલ છે. ગેળાકાર પુષ્ટ સ્તનપટ પર કૃતાર્થ જ આરહણ કરે છે, તેવા પ્રકારનું ચિંતન કરતા હે મૂઢહુદય! તને લજ્જા કેમ નથી આવતી? ભયને અંત કરનાર ભગવંતની સેવા કર, અલ્પ પણ મર્યાદાને ત્યાગ કરનાર પ્રિયાને ત્યાગ કર. મુષ્ટિથી ગ્રહણ કરી શકાય તેવા પાતળા કટિ–પ્રદેશવાળી પ્રિયાને કર્યો નિભંગી મેળવવા પ્રયત્ન કરે? હે હૃદય! અમે તને સ્પષ્ટ કહીએ છીએ કે- “રાગીમાં રાગ કરે તે યુક્ત છે, પણ “પુણ્યવાને રામાઓ સાથે રમણ કરવું ” એ તારું કથન એગ્ય નથી. જે કે સુકુમાલ તેના સાથળ-યુગલ કેનું મન હરણ નથી કરતા ? તે પણ હે હદય! પ્રત્યક્ષ દેખેલા અપરાધવાળી પ્રિયતમાને દૂરથી જ ત્યાગ કર. આવી આવી સ્ત્રી સંબંધી વિચારણું કરતે કુમાર મનને શાંતિ-આશ્વાસન આપતે, ચિંતાના ખેદવાળ, ઘણુ પ્રકારની મૂંઝવણથી શૂન્ય હૃદયવાળે, વિપરીત ચિત્તવાળે કુમાર લાંબે માર્ગ કાપવા છતાં તેને સમયની અને માર્ગની ખબર ન પડી, એમ અનેક પ્રકારની વિચારણામાં ચાલતાં ચાલતાં એક મહાઅટીવીમાં પ્રવેશ
ફરી પણ પૂર્વે કરેલી વિચારણા કરતે કરતે તે આગળ ચાલ્ય, વળી વિચાર્યું કે “આ સ્ત્રીનું હૃદય અને તેને સ્નેહ! કઈ અનુકૂલ થાય, ત્યારે તે પ્રતિકૂળ થાય છે, પ્રતિકૂળ થાય ત્યારે અનુકૂળ બને છે, આવે તેને અસ્થિર સ્વભાવવાળો સ્નેહ હોય છે. “સમજ પડતી નથી કે શાંતિ કેવી રીતે મેળવવી?” તે પછી મહાઇટવીને દેખવા લાગ્યું. તે અટવી નારાયણની મૂર્તિ માફક પ્રગટાવેલા વિરાટું સ્વરૂપ જેવી હતી. દુરશીલચારિણી પત્નીની જેમ સદા અપરાધવાળી, અટવી પક્ષે સેંકડો વરાહવાળી, શરદઋતુમાં ક્ષેત્ર ભૂમિ સરખી ઘણા કરસણવાળી અટવી હતી. શરદલક્ષ્મીની જેમ અનેક તકલોથી સુશોભિત, બીજા પક્ષે વ્યાધ્રોથી શોભતી, દેવ-દાનવોથી મથન કરાયેલ સમુદ્રની વેલા માફક લમીવાળી, બીજા પક્ષે શોભાવાળી, જેમાં અનેક હરણે મારી નાખ્યા એવા સિંહથી બીહામણી, બીજો અર્થ અનેક મરેલા ફણિધરેથી બીહામણી, દાનવાધિપતિના શરીરને વિદારી રહેલા કૃષ્ણના નખની માફક, બીજા પક્ષે રગદળાતા છે સિંહના નખ જેમાં, ભીષ્મ અને અર્જુનની યુદ્ધભૂમિ માફક ફેલાયેલા પદના નપુંસકપુત્ર શિખંડીના બાણ સરખી, અટવીપક્ષે મેર અને બાણવાળી, ભારતની કથાની જેમ ઉલ્લાસ પામેલા ભીમ અને અર્જુન, અટવીપક્ષે વિકસિત થયેલા ભીમ ભયંકર અર્જુન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org