________________
સંસારનો ત્યાગ કરવાનું વૈરાગ્યનું કારણ
૧૫૩ રહેઠાણે પહોંચે. રાજસેવકને જે, તે પગમાં પડે. ઉઠીને કહ્યું કે, હે કુમાર ! રાજા કહેવડાવે છે કે, માર મારે ત્યાં આવ્યો. તે બહુજ સારૂ કર્ય. અમારા જીવતર કરતાં અધિક અમારી કુંવરીને સ્વીકારો. વિવાહ-દિવસની તપાસ કરાવીને અમે તમેને જણાવીશું.” કુમારે કહ્યું- “જેવી રાજાની આજ્ઞા હશે, તે પ્રમાણે કરીશું.” કંચુકીને તાંબૂલ આપ્યું, એટલે તે ગયે.
આ બાજુ કામદેવના મહાબાણથી વિંધાયેલી કુમારી શેડો સમય રોકાઈને સખીઓ સાથે પિતાના ભવને ગઈ. તે વૃત્તાન્ત વસંતતિલકાના લક્ષ્યમાં આવવાથી તેણે કુમારીને આશ્વાસન આપ્યું કે, “હે પ્રિયસખી! ધીરજ રાખ. આવા કાર્યમાં દેવની રાહ જોવી જોઈએ. ચંદ્રિકાને ચંદ્રને, રતિને કામને, લક્ષ્મીને કમલને જે દૈવે વેગ કરાવી આપે છે, તે જ દૈવ હે સુતનુ! આજે તને પણ ટેગ કરાવી આપશે. હે સખિ! જે સુકૃતના પ્રભાવ-ગે આ દૈવ કેઈને પણ અનુકૂળ થાય છે, તે આપણી ઈચ્છા પ્રમાણે પિતાની જેમ વર્તે છે, એમાં સંદેહ નથી. તેનું અનુકૂળપણું પણ અત્યારે જણાય છે. મને તેણે કહ્યું કે, “અમારે ઘરે તમે આવજો તે હે પ્રિયસખી! દુસહ પ્રિયવિયેગની વેદના જણાવનાર એવી અવસ્થાનું સૂચક કેઈ ચિત્રકર્મનું આલેખન કર. ત્યાર પછી તે ચિત્રામણ જેમાં વિરહિણી ચક્રવાકી પ્રિયના સમાગમ માટે ઉત્સુક થયેલી હોય. તે જોઈને વગર કહ્યું પણ તે વિરહ વેદના સમજી શકે. તે પ્રમાણે ચિત્ર આલેખ્યું. તેની નીચે વસંતતિલકાએ ગાથા લખી. બિચારી ચક્રવાકી પિતાના પ્રિયના વિયેગમાં મેટા કિનારાને ત્યાગ કરે છે, કમળમાં સંતાઈ જાય છે, સરોવરજળમાં પ્રવેશ કરે છે, કરુણતાથી રુદન કરે છે. બીજા દિવસે ચિત્રપટ્ટિકા, તાંબૂલ આદિ વિનિયોગ કરવા લાયક સામગ્રી લઈને કુમારના ભવને ગઈ. ત્યાં મદનબાણના સંતાપથી સંતાપિત દેહવાળા હોવા છતાં પણ વિશેષ રમણીય દેખાતા કુમારને જોયે, તેની પાસે ગઈ. કુમારે કહ્યું કે, તમે ઘણું દૂરથી આવ્યાં છે, એટલે કમળનાળ સરખા તમારા દેહને થાક ઘણે લાગ્યું હશે, તે કહે થાક ઉતારવા શું કરું?” તેણુએ કહ્યું કે “કુમારીએ તમારા શરીરના કુશળ, સમાચાર જાણવા નિમિત્તે મને એકલી છે અને આ ચિત્રપદિકા જેવા મોકલી છે.” તે આપીને તેણે કહ્યું કે, “આ ચક્રવાકી વિનેદ માટે મેં ચિત્રાવી છે અને તેની અવસ્થાની સૂચક આ ગાથા મેં લખી છે. દેખીને કુમારે કહ્યું, “ખરેખર વિગના દુઃખથી કાયર બનેલા દેહવાળી આ ચક્રવાકી પિોતાની અવસ્થાનું સૂચન કરે છે કે વગર પ્રયત્ન ગ્રહણ કરેલ કમલદંડ ચાંચમાંથી નીચે પડી જાય છે, તે તારી સખીનું વિજ્ઞાન અસાધારણ છે, તેનો ભાવ બરાબર પ્રગટ કર્યો છે. રેખાઓ સુંદર આલેખી છે, ભાવના પણ પ્રકર્ષ પણાને પામી છે, તારામાં કવિત્વશક્તિ પણ અસાધારણ છે. અથવા તેની સાથે કળા શીખેલી, સાથે વૃદ્ધિ પામેલી હોય પછી આ કયા હીસાબમાં? નકકી ખાણમાં જ રત્નો હોય છે. પછી સન્માન કરીને વસંતતિલકાને પિતાના ભવને વિદાય કરી.
આ પ્રમાણે અન્ય નેહ-સામગ્રીઓનો વિનિયોગ કરતાં પ્રેમાનુબંધ વૃદ્ધિ પામતાં સદ્ભાવ નેહાવેગ આગળ વધતાં કઈક સમયે લગ્ન-દિવસ નજીક આવી રહેલ હતું, ત્યારે કુમારી લેખમય કામદેવની મૂર્તિનું અર્ચન-પૂજન કરતી હતી, ત્યારે ભવિતવ્યતાના વેગથી કઈ પ્રકારે તે જ ઉદ્યાનમાં કુમારને જવાનું થયું. કુમાર લેકમ વિષયક હકીકત ન જાણતા હોવાથી “આ બીજા પુરુષમાં આસક્ત થઈ છે. આ સ્વરૂપે કુમારીને ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org