________________
૧૫૨
પિન્ન મહાપુરુષનાં ચરિત “એમાં શે વિચાર કરવાનું હોય ? કામે જ મને અનુકૂળ થવાનું શીખવ્યું છે. હું તને એટલું પૂછું છું કે “શું આ પ્રલયકાળ સરખો સંતાપ તેને દેખવાથી શાંત થશે ખરો ? અથવા તે નહિ થાય ?” વસંતતિલકાએ કહ્યું- હે પ્રિયસખિ ! તું ભેળી છે. સાંભળ–
આ પ્રિયતમનું માત્ર ચિંતન કરવાથી આ અંગે એકદમ શાંતિ પામે છે અને વળી દેખવાથી તે બીજે ન કહી શકાય તેવા રસાંતરને હદયમાં અનુભવ થાય છે. અથવા પ્રિયસખી અલ્પકાળમાં જ અહીં જે બનશે, તે તું જેજે. એટલામાં “શું શું ?” એમ બોલતે કુમાર એકદમ ત્યાં પ્રગટ થયો. સખી સાથે કુમારી લજ્જા પામી. કુમારીએ ચિંતવ્યું કે-આ મારા હૃદયના ચેરે અમારું ચરિત્ર અને વાર્તાલાપ જાણી લીધા. તેટલામાં વસંતિલકા ઊભી થઈને “વાત” એમ બોલીને આસન લાવી. કુમાર તેના ઉપર બેઠો. ડીવાર બેસીને કુમારે વસંતતિલકાને ઉદ્દેશીને કહ્યું કે-“આ તમારી સખીએ અમને દેખીને મૌનવ્રત કેમ ધારણ કર્યું ? ઘરે આવેલા માટે યોગ્ય “આવે, પધારે વગેરે સ્વાગત ઉપચાર કર્યા સિવાય કલીને રહી શકતા નથી. કારણ કે, જો કે કદાચ સનેહ-પ્રીતિ સદ્દભાવની વૃદ્ધિ કે વાતચીતને પ્રસંગ ન હોય, તે પણ અપૂર્વ જનના આગમન-સમયે સજજન જરૂર આદરવાળે બની સ્વાગત કરે છે.” વસંતતિલકાએ કહ્યું કે-હે કુમાર! આ કુમારી અત્યંત સુકુમાર છે. અહીં આવતાં આવતાં સૂર્યને તાપ લાગવાથી અકળાઈ ગઈ છે, જેથી યોગ્ય આદર-સત્કાર કરવા જેટલી તેનામાં અત્યારે શકિત નથી. તે કુમારે તેને વાંક ન માનો કે છિદ્ર ન ખોળવાં.” એમ સાંભળીને કુમારે કહ્યું કે-સુંદરિ! આમાં છિદ્ર ખોળવાને કર્યો પ્રસંગ છે ? અમે કંઈ ઉપચારના–આદર-- સત્કારના અથી નથી. વળી તે ઉત્તમદેહવાળી! પારકાઓ વિષે ઉપચાર-આદર-સત્કાર કરવાને હોય અને ત્યાં જ તે શેભા પામે. હદયના નિઃસ્વાર્થ સાચા નેહવાળા લેકમાં તે તે કૃત્રિમતાની ગણતરીમાં ખપે છે.”
હે સુંદરિ! મોટી પૃથ્વીનું દાન હૃદયને તેટલે આનંદ આપતું નથી, એટલે આનંદ પ્રિય પ્રત્યે સભાવપૂર્વક અપાયેલું એક પાનનું બીડું આપે છે. આ સમયે વસંતતિલકાએ ઊભા થઈને સુવર્ણના થાળમાંથી કપૂરવાળું તૈયાર કરેલ તાંબૂલ અર્પણ કર્યું. કુમારીએ પિતાના હાથે ગૂંથેલ બકુલપુષ્પની માળા પણ આપી. “આ કુમારીએ પિતાના હાથથી ગૂંથેલી માળા છે—એમ ધારીને કુમારે પોતાના કંઠ-સ્થાનમાં બકુલમાલિકા ધારણ કરી. સાથે રહેલાં પુષ્પ છેડીને તાંબૂલ આદરપૂર્વક ગ્રહણ કર્યું અને ચાલ્યું. કુમારીએ લજ્જાથી નીચું મુખ કરીને કુમાર તરફ નજર કરી, કુમારે પણ તેનું વદન-કમલ જોયું. કુમારે પણ પ્રસન્નચંદ્રના હાથે કુમારીને તાંબૂલ અપાવ્યું. કુમારીએ પણ તેના હૃદય માફક તાંબૂલ ગ્રહણ કર્યું.
આ વખતે કુમારને છડીદાર આવી પહોંચ્યો. આવીને કહ્યું કે, હે દેવ! મહારાજાએ મોકલેલ સેવક આપણે ત્યાં બેટી થાય છે. તેણે કહ્યું કે “કુમારને તરત બોલાવો. કારણ કે, શેભન સમય ચાલ્યા જાય છે, તેથી હું જલદી આવ્યો છું. હવે આપ કહો તે પ્રમાણ.” કુમારે કહ્યું કે, આપણે ચાલીએ. તરત જ કુમાર ત્યાંથી નીકળ્યા. પ્રસન્નચંદ્ર વસંતતિલકાને કહ્યું કે, “વળી તારે પણ અમારા નિવાસ-સ્થળે જરૂર આવવું”—એમ કહીને ઉદ્યાનમાંથી નીકળ્યા. પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org