________________
૧૪
ચાપત્ત મહાપુરુષનાં ચરિત કઈક સમયે વસુમતી ભાર્યાની કુક્ષિમાં ગર્ભ ઉલ્પન્ન થયે. અનુક્રમે વૃદ્ધિ પામે, કાલકમે તેને જન્મ થયે. “વિજય” એવું તેનું નામ પાડ્યું. ફરી પણ દિવસે જતાં સંસારમાં કાળ-નિર્ગમન કરતાં વસુમતીએ સાત મહાસ્વને દેખ્યાં, પતિને નિવેદન કર્યા. તેણે પણ “તને સમગ્ર રાજાઓમાં ચૂડામણિ સમાન પુત્ર થશે. તેમ ફળાદેશ જણાવ્યો. બરાબર નવ માસ અને અધિક સાડાસાત દિવસે થયા, ત્યારે સુખ પૂર્વક પુત્રને જન્મ આપ્યો. રાજને વધામણી આપી. “દ્વિપૃષ્ઠ” એવું પુત્રનું નામ પાડ્યું. બંને કુમારે કુમારભાવ પામ્યા. કળાઓ ગ્રહણ કરાવી. બંનેનાં લગ્ન થયા પછી બલદેવ વાસુદેવપણે ક્રીડા કરવા લાગ્યા.
કેઈક સમયે કુમારે ઉધાનમાં ગયા હતા, ત્યારે નિર્જીવ પ્રદેશમાં ઘણુ સાધુઓથી પરિવરેલ મધ્યમ વયવાળા, સમગ્ર સાધુઓના ગુણના આધાર, સમગ્ર દેષસંગના પરિવાર કરનાર, સર્વ અંગ અવયવોથી પૂર્ણ દેહ-શોભાવાળા, દેખતાં જ પ્રિય લાગે તેવા, સારા રૂપવાળા, તેજસ્વી, માન્ય કરવા ગ્ય વચનવાળા, સારા કુલ જાતિમાં જન્મેલા, સ્વ-પર શાસ્ત્રના જાણનાર, દેશ-કાલને જાણનાર, સમગ્ર દેશાચાર જાણનાર, મધુર બોલનાર, હેતુ દૃષ્ટાંત કહેવામાં કુશળ, જેમનું જ્ઞાન ઓછું થતું નથી. દરેક પ્રત્યે નિષ્કારણ વત્સલતાવાળા, પાંચ પ્રકારના આચારને ધારણ કરનારા, ક્રોધ-માન-માયા-લેભરૂપ ચારે કષાયને જિતનારા, કામદેવના બાણને ભંગ કરનારા, છત્રીશ ગુણયુક્ત, પર્ષદાના મધ્યભાગમાં ધર્મદેશના કરતા વિજય” નામના આચાર્યને દેખ્યા. તેમને જોઈને બલદેવે દ્વિપૃષ્ઠ કુમારને કહ્યું કે—હે કુમાર ! રાજ્યવૈભવને ત્યાગ કરેલ હોવા છતાં રાજ્યલક્ષમી ધારણ કરેલી હોય તેવા પ્રકારના દેહની શોભાવાળા આ મહાપુરુષનાં દર્શન કર. તેમના ચરણ પાસે જઈને આપણું જન્મને સફળ કરીએ.” એમ કહીને તેમની પાસે ગયા. ધર્મદેશનામાં છેડે વખત બેસીને પછી વિજ્યકુમારે પૂછયું-“હે ભગવંત! આપને સંસાર-ત્યાગ કરવાનું શું કારણ થયું ? દરિદ્રતાથી તે પરાભવ પામ્યા નથી, કારણ કે, તમારાં રાજાનાં લક્ષણો જ તેની સાક્ષી પૂરે છે. તમે કેઈને પરાભવ પણ પામ્યા નથી. કારણ કે, આવી આકૃતિવાળા પરાભવ પામે નહિ. તે ભગવંતને સંસારને ઉદ્વેગ થવાનું છે કારણ બન્યું હોય, તે ભગવંત! અમારા ઉપર કૃપા કરીને જણાવે. ત્યાર પછી ભગવંતે કહ્યું- હે સૌમ્ય! સાંભળ. આ સંસારમાં વાસ કરનાર સમજીને સંસાર એ જ નિર્વેદનું કારણ છે. કહેલું છે કે –“અહીં મારી ઉત્પત્તિ કયા કારણથી થઈ છે? અહીંથી હવે હું કયાં જઈશ.” જે માણસ આટલું પણ વિચારે તે કયે પુરુષ અહીં વૈરાગ્ય ને પામે ? વળી ઘણાં દુખ અને સંકટથી ભરપૂર, કડવાં ફળ આપનાર આ સંસારમાં લક્ષ્મી, જીવતર તથા જીવને યૌવનકાળ અતિચંચળ છે. પ્રિય–સમાગમ થવાથી જીવને જે સુખનું અભિમાન થાય છે, તે પણ વિગ–અગ્નિના સંગથી દૂષિત થઈ હૃદયને બાળનાર થાય છે. આ જીવને સેંકડો વ્યાધિઓ પીડા ઉત્પન્ન કરે છે. જરા, મરણ, શેકના તાપથી તપેલા દુર્ગતપણું, પરાભવ આદિથી ઉગ પામેલા આ સંસારી જીવને તું કહે કે, કેમ નિર્વેદ ન થાય? મહાકલેશની બહલતાવાળા આવા સંસારમાં વિવેકવાળા આત્માને નક્કી વૈરાગ્ય ઉત્પન્ન થયા સિવાય રહે જ નહિ. તેથી હે ભાગ્યશાલી ! સ્વહિત સમજનાર એવાને આ સંસાર જ નક્કી નિર્વેદનું કારણ છે. તે મને વિશેષ કારણ જે પૂછયું, તે વિશેષ પણ સંસારને સ્વભાવ જ છે. છતાં તને જાણવાનું કુતૂહલ થયું છે, તો સાંભળ--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org