________________
રાજકુમારીનું ઝેર ઉતારવું વિજ્ય આચાર્યની આત્મકથા
પૂર્વવિદેહમાં રિષ્ટાવતી નામની નગરી હતી. ત્યાં સુરેન્દ્રદત્ત નામને રાજા હતા. તેને કનકપ્રભા નામની મહાદેવી હતી. તેને તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર કર્યો. કેઈક સમયે શ્રીગુમરાજાને પુત્ર ચંદ્રગુપ્ત (હું) રીસાઈને પિતા પાસેથી તેમની પાસે આવ્યું. સમગ્ર કળાને પાર પામેલે, અનેક કુતૂહલથી ભરેલે, મંત્ર, તંત્ર, જ્યોતિષ, વૈદ્યક, રસવતી શાસ્ત્રમાં કુશલ, સારા રૂપવાળ, બુદ્ધિશાળી, સુભગ કવિ, સંગીત-વીણું-વિનોદ કરાવનાર, સારા સ્વભાવવાળે, વિનયવાનું પ્રિય બેલનાર આદિ અનેક ગુણવાળે, તેનું વધારે કેટલું વર્ણન કરવું ? નગરમાં આશ્ચર્યભૂત હતો. રાજાએ તેને બહુમાનપૂર્વક સ્વીકાર્યો. કહ્યું કેઅહીં આવ્યો તે સારું કર્યું. આ પણ તારું પોતાનું જ રાજ્ય છે. તેને કુમાગ્ય નિવાસ આપે. કરવા ગ્ય ઉચિત કર્યું. એ પ્રમાણે દિવસે જાય છે અને સંસાર વહી રહેલે છે.
કેઈક સમયે સુરેન્દ્રદત્ત રાજાની દેવદત્તા નામની પુત્રી રાત્રે પાછલા ઘરમાંથી પ્રવેશ કરતી હતી ત્યારે, સેપે ડંખ માર્યો. તરત જ રાજકુલમાં મેટો કોલાહલ ઉછળે, ગાડિકને બોલાવ્યા, જેગોને પ્રવેશ કર્યો, મંડલે આલેખ્યાં, પાણી છાંટયું, આખું નગર વ્યાકુળ બની ગયું. પરિવાર–સહિત રાજ વિષાદ પામ્યા. કુમારીને લગાર પણ વિષ-વેગની શાંતિ ન થઈ નગરમાં ડિડિમ વગડાવીને ઘેષણ કરાવી કે, “કુમારીને જે બચાવશે, તેને રાજા જે માગશે, તે આપશે.”
એટલામાં ચંદ્રગુપ્ત કુમારે સાંભળ્યું અને પૂછ્યું કે, આ ડિડિમ કેમ સંભળાય છે ? તેના સેવકે કહ્યું કે હે દેવ ! રાજકુમારીને સર્પ કરડેલ હોવાથી રાજા આકુળ-વ્યાકુલ બની ગયા છે. કેઈ પ્રકારે ઝેર ઉતરતું નથી, માંત્રિકેએ મંત્રના ઉપાયે કર્યા. મણિના પ્રવેગ કરી જળ છંટકાવ કર્યો, વિવિધ પ્રકારના ગવિધાને, ઔષધે કર્યા, છતાં કુમારી શુદ્ધિમાં આવતી નથી. પરિવાર–સહિત રાજા પણ ઘણુ ખેદ વાળા થયા છે. હવે આ વિષયમાં આપને લાગે તે કરે, એ સાંભળીને કાળવેલાની તપાસ કરી, તે હજુ “આજને દિવસ પણ થનથી. એમ કહીને “અવશ્ય તેને જીવાડીશ” એમ બોલીને પિતાના કેટલાક પરિવાર સાથે ભવનમાંથી તે નીકળ્યો અને રાજકુલમાં પહોંચ્યું.
રાજાને કેઈક વડીલે કહ્યું કે– હે દેવ ! આ કુમાર મંત્ર-વિષયમાં કુશલ સંભળાય છે, કઈક અભિપ્રાયથી આ અહીં આવ્યા છે, તે આપ કુમારને મંત્રશક્તિથી બચાવવા પ્રાર્થના કરો.” પછી રાજાએ કુમારને પ્રાર્થના કરી કે, તમારી પાસે મંત્રશક્તિ હોય છે, તેનો ઉપયોગ કરવાને આ અવસર છે. પુત્રીને જીવાડીને મને અને મારા પરિવારને જીવિત-દાન આપે. આ કરવાથી તમે શું નથી કર્યું ?’ એમ કહીને રાજા તેની જંઘાએ લાગે. કુમારે કહ્યું, “તમે હવે વિષાદ ન કરે. હું મારી મરજીથી જ આ કાર્ય માટે ઘરેથી અહિં આવ્યું છું, માટે મંત્રસામર્થ્ય જુઓ.” એમ કહીને કુમારે જળથી પગની શુદ્ધિ કરી. શરીરની પણ અત્યંત શુદ્ધિ કરી, પોતે મંત્રનું કવચ ધારણ કર્યું. જમણા હાથમાં જળ ગ્રહણ કર્યું, તેને મંત્રીને કુમારી સન્મુખ છાંડ્યું, એમ બીજી ત્રીજી વાર કર્યું. ત્રીજી વખતે કુમારીએ પોતાનું અંગ ઊંચું કર્યું, પરિવાર સાથે રાજાને કંઈક જીવમાં જીવ આવ્યે ફરી જળ છાંટયું. તરત જ કુમારી બેઠી થઈ દિશાઓ તરફ નજર કરવા લાગી. કુમારે તેને પૂછ્યું કે, તને શાની પીડા થાય છે?તેણે કહ્યું-“મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org