________________
(૧૬) શ્રીવાસુપૂજયસ્વામીનું ચરિત્ર શ્રેયાંસનાથ ભગવંત નિર્વાણ પામ્યા પછી ચેપન્ન સાગરોપમ ગયા પછી વાસુપૂજ્ય તીર્થકર ભગવંત ઉત્પન્ન થયા. ૬૭ ધનુષ–પ્રમાણુ ઊંચી કાયાવાળા પદ્મકમળના ગર્ભ સરખા ગૌરવર્ણવાળા બહોંતેર લાખ વર્ષનું આયુષ્ય પાળીને ભગવંત સિદ્ધિપદને પામ્યા. કેવી રીતે ? તે કહે છે–આ જગતમાં મૂર્તિમાન પુણ્યરાશિ જેવા મહા પુરુષો જન્મે છે, જેમના જન્મથી સમગ્ર જીવલેક શાંતિ પામે છે.
જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ઘણા લોકોથી અને ધન-સુવર્ણથી સમૃદ્ધ “ચંપા'નામની નગરી હતી. તે નગરીમાં સમગ્ર રાજાઓના મુગટથી કમળ બનેલ પાદપીઠવાળા “વસુ' નામના રાજા હતા. તેને સમગ્ર અંતઃપુરમાં મુખ્ય ‘જયા” નામની રાણી હતી. તેની સાથે વિષય-સુખ અનુભવતાં કેટલેક કાળ ગયો.
કઈક સમયે મહાશક દેવકથી ચવીને જેઠ શુકલ અષ્ટમીના દિવસે શતભિષા નક્ષત્રમાં ચંદ્રને ગ થયે છતે, જ્યા રાણીની કુક્ષિમાં તીર્થંકર નામશેત્રવાળા પ્રભુ ઉત્પન્ન થયા તે રાત્રે રાણીએ ચૌદ મહાસ્વો દેખ્યાં. વિધિપૂર્વક પતિને નિવેદન કર્યા. પતિએ પણ પુત્રજન્મને ફલાદેશ જણાવ્યો. ગર્ભ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગે. ફાગણ કૃષ્ણ ચઉદશના દિવસે શતભિષા નક્ષત્રમાં સુખપૂર્વક પુત્રને જન્મ આપે. પૂર્વના ક્રમે દેવેએ તેમનો જન્માભિષેક કર્યો. વાસુપૂજ્ય” એવું યથાર્થ નામ સ્થાપન કર્યું. કુમારભાવ પૂર્ણ કરતાં વિવાહ કર્યો. રાજ્યલક્ષ્મીને ભેગવટો કર્યા પછી ફાલ્ગન અમાવાસ્યાના દિવસે શતભિષા નક્ષત્રમાં લેકાંતિક દેવેથી પ્રતિબંધ પામેલા પ્રભુએ અવધિજ્ઞાનથી સંસાર–સ્વભાવ જાણીને, સમગ્ર સંસારને અસાર સમજીને, વાર્ષિક દાન આપીને ઈન્દ્રો અને નરેન્દ્રોની પર્ષદા વચ્ચે શ્રમણપણું અંગીકાર કર્યું છદ્મસ્થ–પર્યાયમાં કેટલોક સમય વિચરીને પ્રભુ માઘ શુકલબીજના દિવસે કેવલજ્ઞાન પામ્યા. પછી કેવલિ-પર્યાયમાં વિચરીને ભવ્ય જીવોને સંસાર અને મેક્ષને માર્ગ બતાવીને આ જીવલેકને વચનામૃતથી સિંચીને નિવૃત્તિ પમાડીને, ચંપા નગરીમાં આષાઢ શુકલ ચૌદશના દિવસે શતભિષા નક્ષત્રમાં શૈલેશીકરણ કરીને પાણી કર્માશે ખપાવીને સિધિપદને પામ્યા.
–મહાપુરુષ–ચરિત વિષે બારમા વાસુપૂજ્ય તીર્થકરનું ચરિત્ર સમાપ્ત. [૧૬]
(૧૭–૧૮) દ્વિપૃષ્ઠ વાસુદેવ અને વિજય બલદેવનું ચરિત્ર હવે વાસુપૂજ્ય તીર્થ કરના ચરિત્રમાં ઢિપૃષ્ઠ વાસુદેવનું ચરિત્ર કહેવાય છે. જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં “દ્વારામતી નામની નગરી હતી. ત્યાં “બ્રહ્મ નામને રાજા રહેતું હતું. તે રાજાને સમગ્ર અંતઃપુરમાં પ્રધાન • વસુમતી” નામની મેટી રાણી હતી તેની સાથે વિષયસુખ અનુભવતા રાજાને કેટલાક કાળ પસાર થયે.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org