________________
વિષે વાસુદેવ અને અચીવ પ્રતિવાસુદેવ યુદ્ધ
૧૪૩ છે, વળી તમે દંડ-પ્રવેગ પણ કરનારા છે. મોટા રૌન્ય અને પરાક્રમથી પૃથ્વીપીઠને સ્વાધીન કર્યું છે. તમારે પુરુષકાર કોઈ મલિન કરી શક્યું નથી, તે વધારે શું કહેવું, જેથી લાંબા કાળથી એકઠો કરેલ યશ મલિન ન થાય.—એમ સંદેશ આપીને દૂતને મેક. દૂત પિતાની છાવણીમાં ગયે. છડીદારે જણાવ્યું એટલે રાજા પાસે પ્રવેશ કર્યો. મહારાજને મળે. પગે પડીને ઉભા થઈ જે પ્રમાણે ત્રિપૃષ્ઠ કહ્યું હતું, તે સર્વ જણાવ્યું.
અશ્વગ્રીવ રાજાએ આ સાંભળીને કહ્યું કે માત્ર વાણુના વિલાસ સ્વરૂપ આ તેના ઉલ્લાપિ છે. રણસંગ્રામ હવે નજીકમાં છે. એમાં સુપુરુષ અને કાયર પુરુષ કેણુ છે? તેને નિવેડે આવી જશે.” એમ કહ્યા પછી તે રાજાને એકાંતમાં લઈ જઈને કહ્યું, “હે દેવ! જે કે આપનાથી કઈ વસ્તુ અજાણી નથી. જો કે અમારા સરનામાં તેટલે વિવેક ન હોય, તે પણ હે દેવ ! તમારા પ્રભાવથી હું જે કંઈ પણ જાણી શક્યો છું, તે આપની અનુમતિથી જણાવું છું. આમ વિનંતિ કરી એટલે મહારાજાએ કહ્યું, “ખુશીથી બોલ, એમ કહેવામાં શું દોષ હોય ?' પછી દૂતે કહ્યું, “હે દેવ ! રાજાની પાસે અનુકૂળ બેલનારા ખુશામતીયા સર્વે પેટભરા હોય છે. પરિણામે સુખ કરનાર કડવાં વચને સ્પષ્ટાક્ષરમાં કહેનાર કેઈ વિરલા જ હોય છે, અગર તેવાં વચને કહેનારા હતા નથી. તે હે દેવ ! ત્રિપૃષ્ઠ અતીવ બલ-પરાક્રમવાળે છે અને પિતાના ભુજાબળમાં તેને મહાવિશ્વાસ છે. જેને પોતાનું ભુજાબેલ હોય, એ જ તેનું રૌન્યબલ સમજવું. આ માત્ર ભક્ષણ કરનાર સહાયક કાગડા સરખા ઘણુ પુરુષથી શું કરી શકાશે? માટે આપે તેની સહાય મેળવીને શત્રુપણુનું અભિમાન દૂર કરવું જોઈએ. તેની સાથે વિરોધ કર તે અનર્થનું મૂલ છે-એમ હું માનું છું, પછી આપને ગમે તે ખરૂં.” એમ કહીને દૂત મૌન થયો. અશ્વગ્રીવ રાજા પણ નિમિત્તિયાનાં વચનને યાદ કરતે, અપશકુન થવાથી થયેલ હદયસંતાપ, શત્રુની દઢતાનું ભાન, પિતાના સામંત અને પરિવારનો વિષાદ જાણવાથી પિતાનું જીવતર પણ ગયેલું સમજતે માત્ર કેટલાક ખુશામતીયાએ આપેલી હિમ્મતથી બોલવા લાગ્ય“અરે દૂત ! આમ આટલે ગભરાઈ કેમ જાય છે ? હમણું જ તેનું બલ તું જોઈ શકીશ” એમ કહીને “હાલ વિસામે લે” કહીને દૂતને રજા આપી. ઉચિત કાર્યો કર્યા, મહાસામંતેનું સન્માન કર્યું. આશ્રિતને-સેવકને જુદાં જુદાં કાર્યો સેપ્યાં. મહાદાન દેવરાવ્યું. સંગ્રામ-ભેરી વગડાવી. સુભટે તૈયાર થયા. હાથીઓ ઉપર અંબાડી બાંધી સજજ કર્યા. ઘેડાઓ પર પલાણું નંખાયા. રણવાજિંત્રો વગડાવ્યાં, અશ્વગ્રીવ મોટા સૈન્ય–પરિવાર સાથે નીકળે. ત્રિપૃષ્ઠ જાયું કે, અશ્વગ્રીવ યુદ્ધભૂમિ પર આવી પહોંચે છે, એટલે તરત ન દેખી શકાય તેવો વિકરાળ બની ગયે. કે ?-રોષ ઉત્પન્ન થવાથી ભયંકર, જેના ગાલ લાલ થયા છે એવા, વિશેષ પ્રકારનું, દેખતાં પણ ભય લાગે તેવું તેનું વદન થયું. ઉદ્ભટ ભૂકુટિ ચડાવેલ ભયંકર કપાળ પ્રદેશ પણ પરસેવાનાં બિંદુઓવાળું, સ્વભાવથી તેનું મુખ સૌમ્ય હોવા છતાં પણ સામે જોઈ શકાતું નથી. તે સમયે ત્રિપૃષ્ઠના મહાક્રોધાવેશથી વચને બેલવામાં પણું ખેલના થાય છે. આવી સ્થિતિમાં ઉત્સુક મનવાળા રાજાઓને સંગ્રામ કરવા માટે આદેશ આપ્યો.
આ પ્રમાણે યુદ્ધસામગ્રી અને સૈન્ય પરિવાર સાથે પ્રયાણ કરતે ત્રિપૃષ્ઠ યુદ્ધભૂમિ તરફ ગયા. યુદ્ધારંભ કરવાના વાજિત્રોના શબ્દો ગઈ ઉઠયા. ચિહુને–ધ્વજાઓ ઊંચે લંબાવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org