________________
૧ર
ચિપન મહાપુરુષોનાં ચરિત ભવિતવ્યતામાં પરાધીન થયેલા મહારાજા નગરથી નીકળ્યા. તેની પછી સૈન્ય-પરિવાર આકુલવ્યાકુળ થતા નીકળે. જનારાઓ પોતપોતાનાં કાર્ય કરતા આગળ ચાલ્યા. યુદ્ધમાં અધિગ્રીવનો પરાજ્ય
આ બાજુ પ્રજાપતિ રાજાએ સાંભળ્યું કે, અશ્વગ્રીવ રાજા મહાકેપવાળ થઈ એકધારાં પ્રયાણ કરતે કરતે યુદ્ધ કરવા આવી રહેલ છે, તે હું સમજી શકતું નથી કે, આનું પરિણામ શું આવશે ?” એમ વ્યાકુલ બનેલ પ્રજાપતિ મંત્રણ કરવાની સભામાં ગયા. બૃહસ્પતિના બુદ્ધિ-વૈભવને ઝાંખે કરનાર એવા રાજાના મંત્રીઓ આવ્યા. આ વૃત્તાન્ત ત્રિપૃષ્ઠના જાણવામાં આવ્યું. એટલે સભામાં જઈને પિતાના પરાક્રમના ગર્વવાળા પુત્રે પિતાને કહ્યું કે –“હે પિતાજી! આમ આકુલપણું બતાવીને શત્રુપક્ષનું ગૌરવ કેમ વધારે છે ? શું તે અશ્વગ્રીવ અમને ઘેડકગ્રીવ બનાવશે ? માટે મંત્રણા કરવાની છેડી દે અને શુભદિવસે તેની સન્મુખ પ્રયાણ કરે.” એમ કહીને સભામંડપમાંથી ઊભા કર્યા. પ્રજાપતિ રાજાએ તિષીઓને બોલાવી મુહૂર્ત દિવસની ગણતરી કરાવી. પ્રયાણ કરવાનું લગ્ન શોધ્યું. ત્યાર પછી આકાશ-મંડલ યારવ શબ્દથી પૂર્ણ બનેલું હતું, એવા શુભ શકુનપૂર્વક ત્રિપૃષ્ઠ પુત્ર સાથે પ્રજાપતિએ પ્રયાણ કર્યું. અનુકૂલ શુભ શકુને થયાં. ઉત્તમ જાતિને અબ્ધ હેકારવ કરવા લાગે. અકાલે મદવાળા થયેલા હાથીઓ “ગુલ ગુલ” એવા શકુન સ્વરૂપ શબ્દ કર્યો. સતત પ્રયાણ કરતા પિતાના દેશની સીમા, સુધી ગયા. પુત્ર સહિત પ્રજાપતિ રાજાએ પડાવ નાખે.
અશ્વગ્રીવને આ વૃત્તાન્તની જાણ થઈ તેને મનમાં ક્ષે થયે. નિમિત્તિયાનું વચન યાદ આવ્યું. ચિત્તમાં ખેદ થયે. તેના નજીકના પ્રદેશમાં આવી પહોંચે. હિંમત રાખીને એકાત પ્રદેશમાં છાવણી નાખી. અશ્વગ્રીવ રાજાએ વળી ફરી પણ દૂતને શિખવીને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યા. દૂતે ત્યાં જઈને કહ્યું કે, “મહારાજ આજ્ઞાપૂર્વક કહેવડાવે છે કે, આ પેટા વિચાર કરવાથી તમને ક લાભ થવાને છે ? અરિન સાથે તૃણને વિરોધ થાય, તેનું પરિણામ શું આવે ? માટે હજુ પણ આ વ્યવસાયનો ત્યાગ કરે. મહારાજના ચરણની સેવા કરીને તમારું પિતાનું આયુષ્ય લંબાવે. તમારા બંધુઓને જીવિતદાન આપનારા થાઓ.” આ સાંભળીને પ્રજાપતિ પાસે રહેલા ત્રિપૃષ્ઠ કહ્યું–
“અરે ! અવળું ભણાવેલ દુષ્ટ દૂત ! પિતાના માલિકના અભિમાની ચરિત્રને અહીં હજી પણ તારી વાણીથી સ્વયં પ્રગટ કરે છે? જેની પાસે સમર્થ ભુજદંડમાં, આયુધમાં, રણભૂમિમાં શત્રુનાં બલેમાં (સે માં) એ પરાક્રમ છે, તે બાણેએ દેડવું જોઈએ, દૂતનું અહીં શું પ્રયજન છે? હે દૂત! પ્રતિપક્ષશત્રુનાં દૂષણ જોનાર, અત્યંત નિર્લજજતાથી દૂરથી જ ગુણેને ત્યાગ કરનાર, લોકો વડે પિતાની કેટલી પ્રશંસા કરાય છે? તને કેટલાં વચને કહેવાં ? અશભન પ્રત્યુત્તર બોલવાનું ગુરુએ અમને શીખવ્યું નથી. તમે જેને લાયક છે, તે અહીં તમને બતાવીશ, આ પ્રમાણે હિંમતપૂર્વક કહીને દૂતને વિદાય કર્યો. નીકળતાં ફરી પણ ત્રિપૃષ્ઠ તેને કહ્યું કે હે દૂત! તારા સ્વામીને કહેજે કે, દૂત મોકલીને કાલક્ષેપ શા શાટે કરે છે ? તમે તે પ્રગટ પરાક્રમવાળા છે, તમારે પ્રતાપ સર્વત્ર ફેલાયેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org