________________
ત્રિપુષ્ટ વાસુદેવ અને અચીવ પ્રતિવાસુદેવ
૧૪૧ ગૌરવપૂર્વક તેનું સન્માન કર્યું એટલે નગરમાંથી નીકળે. કુમારને દૂત નીકળ્યાની ખબર પડી. કુમારે પણ પોતાના વિશ્વાસુ સેવકે દ્વારા તેને માર મરાવ્યું અને તેને લૂંટાવી દીધું. તેનું સારભૂત ધન ગ્રહણ કરીને મસ્તક-પ્રદેશમાં પગને પ્રહાર કરીને મોટી વેદનાવાળો દેહ કરીને છેડી મૂક્યો. પ્રજાપતિને ખબર પડી એટલે ફરી નગરમાં લાવી તેને પૂજા-સત્કાર કર્યો. પ્રજાપતિ રાજાએ આ દૂતને કહ્યું કે, “આ વાત તારે મહારાજને ન જણાવવી.” તે તે વાત સ્વીકારી. ફરી પાછું ભેટશું આપી વિદાય કર્યો.
આ બાજુ દૂતની પહેલાં પહોંચી ગયેલા કેટલાક પુરુએ મહારાજને કહ્યું કે- “હે દેવ! તમારા દૂતને પ્રજાપતિના પુત્રે અત્યંત કદર્થના કરી છે. હવે આપને યંગ્ય લાગે તેમ કરે.” અગ્રીવ રાજા કે પાયમાન થયા. ક્ષેભ પામેલ રાજસભા ગર્જના કરવા લાગી કેવી રીતે ?
પરસેવાનાં બિન્દુઓ વડે વ્યાસ, ઉભટ ભ્રકુટી ચડાવવાથી ભયંકર લલાટપટ્ટને સ્પર્શ કરીને રોષ ભરેલા નેત્રવાળે કઈક બે હાથ મસળે છે. કઠોર સૂર્યમંડલની જેમ કેઈક સભ્યનું વદન નિર્દયપણે હેઠને દાંતથી દાબીને, રેષથી લાલચોળ ગાલવાળું, ન દેખી શકાય તેવું ભયાનક કરે છે. કોઈક ક્રોધાગ્નિથી ભય પામેલી, દાંતથી હોઠ દબાવતાં દાંતના કિરણના સમૂહના બાનાથી બહાર નીકળતી પિતાની વાણીને રોકે છે. કેઈક સુભટ રેષવશ થઈ મેટા નિઃશ્વાસ મૂકતો હોવાથી શેષાયેલા બંને હોઠવાળે ચરણુગ્રથી પૃથ્વી કંપાવતે હતો. મહાકેપ અને દ્વેષથી રુંધાઈ ગયેલ કંઠવાળા કેઈક સુભટની ખલના પામતી અસ્પષ્ટ અક્ષરવાળી વાણી અંદર ઘળાયા કરતી હતી. કાઈક સુભટ વારંવાર શાન કરવા છતાં હોઠ ફફડાવતે મહારેષથી જમીન પર આળોટતે હતો. આ પ્રમાણે મહાપરાભવથી પામેલા કલંકને ધવા માટે રસિક બનેલા સુભટોને તે સમયે કઈ પ્રકારે પિતે શાન્ત પાડ્યા. અપશકુનો
મહારાજાએ સુભટે વગેરેને સમજાવ્યા કે-“આમ અધમપુરુષની જેમ ચેષ્ટા કરવાથી કે ગર્જના કરવાથી શું ફાયદો ? નજીકમાં જ હવે પરીક્ષા થશે. શૂરવીર અને કાયરને ભેદ હમણુજ ખબર પડશે. હવે મુહૂર્તને દિવસ શોધવા જેટલું પણ કાલક્ષેપ અહીં ન કરે, માટે હમણું જ પ્રયાણ કરું” એમ કહીને છડીદારને પ્રયાણને આદેશ આ પ્રમાણે આ કેપ્રયાણ સૂચવનારી ભેરી વગડાવ, હાથીઓને યોગ્ય સામગ્રીથી સજ્જ કરે, અશ્વવંદને પલાણ નાખી તંગ કરે, શ્રેષ્ઠ રને જોડાવે, અંતઃપુર સાથે ચાલે, સમગ્ર સિન્ય–પરિવાર જવા માટે તૈયારી કરે.” એમ કહીને રાજા પ્રયાણ કરવા તૈયાર થઈને રહ્યું. તેટલામાં અપશકુને દેખાવા લાગ્યાં. તે આ પ્રમાણે-અણધાર્યું સૂર્યમંડલ રાહુથી ઘેરાયુંતારાના સમૂહ દિવસમાં પડતા દેખાયા, ભયંકર જળપૂર્ણ મુખવાળી શિયાળ ભભુ શબ્દ કરતી હતી. આકાશમાં ઉલ્કા ફેલાવા લાગ્યું. કાગડાઓ વિરસવાળા “કા કા કરીને કોલાહલ કરવા લાગ્યા. મોટા શબ્દ ઉછળતા હતા. પૃથ્વી કંપવા લાગી. મુખ્ય હાથી પડી ગયા. અધરત્ન વિષાદવાળું થયું. બળાત્કારથી ભગ્ન થયેલાં રાજાઓનાં મન પાછાં પડી ગયાં. આ જગતમાં જે કંઈ ક્લેશ કરાવનાર અશુભ ભાવ પ્રસિદ્ધ છે, તે તેને સર્વ પ્રગટપણે તે સમયે ઉત્પન્ન થયા. આ પ્રમાણે ગમન–સમયે અપશકુન-પરંપરાની શ્રેણિ થવા છતાં પણ તેવા અપશકુન-સમૂહની અવગણના કરીને નિયતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org