________________
૧૪૪
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત સામસામા પડકાર ર્યા. એક બીજાના સુભટો વિવિધ પ્રકારના યુદ્ધોથી લડવા લાગ્યા. એ પ્રમાણે કેટલાક દિવસો સુધી ખૂનખાર યુદ્ધ પ્રવત્યું.
ત્યાર પછી સુભટ પડવા લાગ્યા, ઘડાઓ સ્વાર વગર ભ્રમણ કરવા લાગ્યા. હાથીઓના સમૂહ ભાગી ગયા, સ્વામીનું સન્માન યાદ કરવા લાગ્યા. “શાબાશ શાબાશ” એમ શાબાશી અપાતી હતી. કાયરે દૂર હટી ગયા, સારી રીતે યશ માટે સુભટે તૈયાર થયા, પરાક્રમીઓનું પરાક્રમ ઉલ્લાસ પામ્યું. તેવા સમયે એક દિવસે બંને પક્ષેના નાયકેનું મુખ્ય યુદ્ધ શરૂ થયું. સર્વ પ્રકારના યુદ્ધથી લડતા લડતા પરાભવ પામેલા અશ્વગ્રીવે હથેલીથી ચકરત્ન ગ્રહણ કર્યું, ભમાડીને ત્રિપૃષ્ઠ ઉપર મોકલ્યું. દેવેના પ્રભાવથી, ભવિતવ્યતાના વેગથી ત્રિપૃષ્ઠને પ્રદક્ષિણા આપીને તે તેના જમણે હાથમાં આવીને રહ્યું. કોથપૂર્ણ હૃદયવાળા તેણે પણ તે અશ્વગ્રીવ ઉપર મેકહ્યું. તે ચકે તાલવૃક્ષના ફલની જેમ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું મસ્તક ધડથી નીચે પાડ્યું. જયજયારવ શબ્દ ઉછળે. દેએ અને અસુરેએ ખુશ થઈ તેના ઉપર પુષ્પ-વૃષ્ટિ કરી. સમગ્ર લોકો તેને મુબારકબાદી આપવા લાગ્યા. દેવસમૂહે કહ્યું કે, “આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયા.”
ત્રિપૃષ્ઠ વાસુદેવે પણ ભરતક્ષેત્રનું દક્ષિણાર્ધ સ્વાધીન કર્યું. સાત રને પ્રગટ થયાં. ૩૨ હજાર યુવતિઓ સાથે લગ્ન કર્યા. તે ૧૬ હજાર મહારાજાઓને રાજાધિપ બને. નવ નિધાને પ્રગટ થયાં. ડાબી ભુજાથી ટિશિલા ઉંચકીને ધારી રાખી. સમગ્ર રાજાએ જેમના ચરણની સેવા કરે છે, તેવા મહારાજા વાસુદેવ થયા.
આ પ્રમાણે સંસાર વહી રહેલે હતે. વિવિધ પ્રકારના ભેગો ઉત્પન્ન થતા હતા ત્યારે, અચલ શ્રેયાંસતીર્થકર ભગવંતનું વચન વિચારતા હતા, તે સમયે ધમષ આચાર્ય પધાર્યા. તેની પાસે અચલે શ્રમણપણું અંગીકાર કર્યું. બાકી રહેલ કર્મ ખપાવીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરી.
વાસુદેવને પણ ભેગે જોગવતાં કેટલોક કાળ ગયે. અતિબલ-પરાક્રમપણના ગે સમગ્ર સત્પષેની અવગણના કરતા હોવાથી અતિકર પરિણામવાળાનું સમ્યક્ત્વરત્ન ચાલ્યું ગયું. કષાયની ઉત્કટતાથી તેણે અપ્રતિષ્ઠાન નરકનું આયુષ્ય બાંધ્યું. ૮૪ લાખ વર્ષનું સર્વ આયુ પૂર્ણ કરીને કોલ કરીને તે ૩૩ સાગરેપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળે અપ્રતિષ્ઠાન નામની સાતમી નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થયે. આથી વિશેષ વર્ધમાન તીર્થકરના ચરિત્રના અધિકારમાં કહીશું.
--પ૪ મહાપુરુષ-ચરિત વિષે ત્રિપુષ્ટ પ્રથમવાસુદેવ તથા અચલ બલદેવનું ચરિત્ર સમાપ્ત થયું. [૧૪-૧૫].
શ્રીશીલાંકાચાર્ય–વિરચિત પ્રા. ૫૪ મહાપુરુષ-ચરિતને આ. શ્રીઆનંદસાગર સૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહિમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદમાં પ્રથમવાસુદેવ ત્રિપૃષ્ઠ અને પ્રથમ બલદેવ અચલના ચરિત્રા પૂર્ણ થયાં. સં. ૨૦૨૩. ફાગણ વદિ ૨ મંગળવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org