________________
ચપન્ન મહાપુરુષોનાં ચાર અગ્નિની જ્વાળાઓનું પાન કરવું, ગંગાનદીના સામા પૂરમાં તરવું, ત્રાજવાથી મેરુપર્વતને તળ, મટી શત્રુસેના સાથે એક્લા લડવું અને જિત મેળવવી, જુદી જુદી દિશામાં ફરતા આઠ ચક્કાના આરા વચ્ચેથી લક્ષ્મપૂર્વક ઉપરની પૂતળીની ડાબી આંખને નીચે પડછાયામાં જઈને વીંધવાને પ્રયોગ કરે, વચ્ચે ઉપસર્ગ–પરિષહ પણ જિતવા. આ પ્રમાણે કહેલાં દુષ્કર કાર્યોમાં
જ્ય મેળવી પૂર્વે ન પ્રાપ્ત કરી હોય તેવી ત્રિભુવન–જયપતાકા મેળવવી દુષ્કર છે, તેમ સાધુઓની આ પ્રવજ્યા દુષ્કર છે. ” એ સાંભળીને હર્ષિત વદનકમલવાળા પુરુષસિંહે કહ્યું“હે ભગવંત ! આપે કહ્યું, તે યથાર્થ જ છે. પરંતુ જેણે સંસાર-સ્વભાવ જાણેલ હોય, જે વૈરાગ્યમાર્ગ પામ્યા હોય, તેવા સંસારથી છૂટવાના ઉદ્યમ કરનારને કંઈ પણ દુષ્કર નથી ? ભગવંતે કહ્યું- “ એમ જ છે, પરંતુ “સંસારનું સ્વરૂપ સુંદર છે- એમ માનનાર મહામેહથી મૂંઝાયેલ મતિવાળો તેનું સ્વરૂપ વિચારતું નથી, તેને લજજા આવતી નથી. જે કર્મનાં ભાવિફળોનો વિચાર કરતા નથી, ક્ષણિક પદાર્થોની અસારતા ચિંતવતો નથી, પોતાનાં કુલ તરફ નજર કરતા નથી, શીલને ગણકારતું નથી, ધર્મનું સેવન કરતા નથી. અપકીર્તિથી ભય પામતે નથી, પિતાના કલંકનું રક્ષણ કરતું નથી, સર્વથા મહામહથી મૂંઝાયેલી મતિવાળો તેવું તેવું કાર્ય કરે છે, જેથી આ લોકમાં અને પરલોકમાં તેને કલેશ-દુઃખને અનુભવ કરે પડે છે.” તે સાંભળીને પુરુષસિંહે કહ્યું- “હે ભગવંત ! આવા પ્રકારના સંસારને અંત લાવવા માટે સર્વ દુઃખથી મુક્ત કરાવનાર આ પ્રત્રજ્યા જ કારણભૂત છે.” ભગવંતે કહ્યુંબરાબર એમ જ છે.” એમ કહીને પ્રશસ્ત તિથિ, નક્ષત્રના યુગમાં તેને દીક્ષા આપી. તેણે આગમને અભ્યાસ કર્યો, વીશમાંથી કેટલાંક સ્થાનકેની આરાધના કરીને તીર્થંકરનામ ગેત્ર ઉપાર્જન કર્યું. પ્રજ્યાનાં વિધાનની આરાધના કરીને, યત વિહાર કરીને અનશનવિધિથી કાલધર્મ પામીને તે “વૈજયંત ” વિમાનમાં ઉત્પન્ન થયો.
ત્યાં સુખપૂર્વક આયુષ્ય નિર્ગમન કરીને “ સાત ” નગરમાં મેઘરાજા ની “મંગલા” ભાર્યાની કુક્ષિમાં શ્રાવણ શુક્લબીજના દિવસે મઘા નક્ષત્રમાં વૈજયંતની દક્ષિણ દિશામાં રહેલા વિમાનથી ઍવીને ચૌદ સ્વમો દેખાવા પૂર્વક ઉત્પન્ન થયા. નવ મહિના અને સાડાસાત દિવસ વીત્યા પછી વૈશાખ શુકલ અષ્ટમીના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે “મંગલાએ સુખપૂર્વક સર્વ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે મેરુપર્વત ઉપર સર્વ દેવાદિસહિત સૌધર્મ ઇંદ્ર જન્માભિષેક કર્યો. પિતાએ યથાર્થ : સુમતિ ” એવું પ્રભુનું નામ સ્થાપન કર્યું. પાંચ ધાવમાતાથી વૃદ્ધિ પામતા અનુક્રમે યૌવનવય પામ્યા. લેકની અનુ. વૃત્તિથી લગ્ન કરીને રહેલા હતા.
અભિનંદન સ્વામી પછી નવલાખકેડી સાગરોપમ ગયા પછી સુમતિનાથ સ્વામી ઉત્પન્ન થયા. પછી સુમતિનાથ દશ લાખ પૂર્વ કુમારભાવનું પાલન કરીને, ઓગણત્રીસ લાખ અને બાર પૂર્વાગ અધિક રાજ્યસ્થિતિનું પાલન કરીને, સંસારત્યાગની અભિલાષાવાળા થયા. તેમની પાસે લેકાંતિક દેએ આવીને પ્રતિબોધેલા પ્રભુ વિશાખ શુકલનવમીના દિવસે પાંચ ( ચાર ) મહાવ્રતોને ભાર ગ્રહણ કરીને વિચરવા લાગ્યા. ગામ-નગરાદિકમાં વિચરતા વિચરતા વળી તે ઉદ્યાનમાં આવી પહોંચ્યા કે, જ્યાં ભગવંતે સંસારનો પાર પમાડવા સમર્થ એવી પ્રત્રજ્યા અંગીકાર કરી હતી. ત્યાર પછી ચૈત્ર શુક્લ એકાદશીના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રને યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org