________________
શુભાશુભ-કમ-વિષયક પ્રશ્નોત્તર
૧૧૭
થયે ત્યારે, પ્રિયંગુવૃક્ષની છાયામાં ભગવાન રહેલા હતા ત્યારે, પ્રભુને ક્ષપકશ્રેણિના ક્રમે ઘાતી કર્મો ખપાવતાં દિવ્ય કેવલજ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાન કેવું છે ?– કેવલજ્ઞાન અને કેવલદર્શનસાકાર અને અનાકાર સ્વરૂપ, ચાલ્યું ન જાય તેવું, લિંગરહિત, વવિશેષણ યુક્ત, અંત વગરનું, નાશ ન પામવાવાળું, લેકાલેકને પ્રગટ કરનારૂં, અક્ષય, સર્વજ્ઞના ચિરૂપ પ્રગટ, મૂર્તામૂર્ત પદાર્થોને સમજાવવા સમર્થ, જીનું સ્વાભાવિક લબ્ધિયુક્ત કેવલવરજ્ઞાન-દર્શન પ્રભુને પ્રગટ થયું.
ઉત્તમ કેવલજ્ઞાન-દર્શન પ્રગટ થયા પછી ભગવાન ભવ્ય-કમલખંડને પ્રતિબોધતા ચંપાનગરીએ પહોંચ્યા. દેવેએ ઈશાન-દિશા વિભાગમાં સમવસરણની રચના કરી. ચાર દેવનિકાય સહિત લોકો આવ્યા. ભગવંતે એકસો સાત ગણધરને દીક્ષા આપી. ધર્મકથા શરૂ કરી. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પ્રરૂપણ કરી. સંસારની નિંદા કરી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનાં અનુષ્ઠાનની ગંછા કરી. પરભવ-વિરુદ્ધ એટલે પરલેક બગાડનાર આ ચારેનું કથન કર્યું. સંશય દૂર કર્યા. કેટલાક પ્રાણુઓ પ્રતિબોધ પામ્યા. કેટલાકે એ સમ્યક્ત્વ. જ્ઞાન, સર્વવિરતિ, દેશવિરતિ રૂપ યથાગ્ય ધર્મ અંગીકાર કર્યો. વિષયના કડવા વિપાકો કેવા ભેગવવા પડે છે, તે સમજાવ્યું. ચારગતિસ્વરૂપ સંસાર-સાગરની પ્રરૂપણા કરી. એકેન્દ્રિયાદિક પ્રાણીઓનાં દુઃખોનું વર્ણન કર્યું. આ વખતે પ્રસંગ પ્રાપ્ત થવાથી ગણધર ભગવંતે પ્રભુને પ્રશ્ન પૂછ્યા કે
શુભાશુભ કર્મ વિષયક પ્રશ્નોત્તર
હે ભગવંત! પ્રાણીઓ કયા કર્મથી ઉદ્વેગ પમાડનાર એવી ચારે ગતિમાં ભ્રમણ કરે
હે નાથ ! આપની ઈચ્છા પ્રમાણે કહો. હે નાથ ! આંખ મીચીએ તેટલી ક્ષણ પણ જ્યાં સુખ નથી, એવી બહુ વેદનાવાળી ભયંકર જોઈ ન શકાય તેવી નરકમાં જ કયા કર્મ કરવાથી જાય? જીવ ક્યાં કર્મ કરવાથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય એમ અનેક ભેદવાળી તિર્યંચગતિમાં બહુ દુઃખ પામે છે? હે દેના નાથ! જીવ સંમૂર્ણિમ, ગર્ભ જ, કર્મભૂમિ આદિ ક્ષેત્રના ભેદવાળી મનુષ્યગતિમાં કયા કર્મથી ઉત્પન્ન થાય છે? જીવ કયા કર્મથી ભવનપતિ, વાનમંતર, તિષ્ક અને વૈમાનિક આદિ ભેટવાળા, કિલિબષિયા, આભિગિક, ઈન્દ્ર, સામાનિક દેવગતિમાં ઉત્પન્ન થાય છે! આ પ્રમાણે ઘર સંસાર-સાગરમાં ભ્રમણ કરતા જે ક્યાં કયાં કર્મથી ઉત્પન્ન થાય છે, તે કહો અને અમારા સંદેહને દૂર કરો. કયા કર્મથી જીવ પુરુષપણે, સ્ત્રીપણે, નપુંસકપણે, અલ્પાયુ, દીર્ધાયુ કે ભોગ ભેગવનારે થાય છે ? જીવ સમગ્ર લોકોના નયનને હરણ કરનાર દેવકુમાર સરખા રૂપવાળે અને જન્મથી ન ગમે તે સંસારમાં કયા કર્મથી થાય છે ? તે હે જગન્નાથ ! આપ જણાવે. ક્યા કર્મથી સંસારમાં જીવ રૂપવંત કે રૂપ વગર, સુભગ, દુર્ભાગ, બુદ્ધિશાળી કે બુદ્ધિ વગરનો, બહુ દુઃખવાળે કે અ૬૫ વેદનાવાળો થાય છે ? શાસ્ત્રના અર્થમાં નિશ્ચયમતિવાળે, ચાર પ્રકારની બુધ્ધિવાળે હાજરજવાબી, સકલ કલામાં નિષ્ણાત થયેલે વિચક્ષણ કયા કર્મથી થાય? અને ક્યા કર્મથી જીવને કેઈપણ કળા ન આવડે? જીવ, વિજ્ઞાન વગરને, હલભૂતિ સમાન મૂખે નિષ્ફળવિદ્યાવાળ, કયા કર્મથી થાય છે ? સંસાર તરાવનાર વહાણું સમાન હે પ્રભુ! કયા કર્મથી વિદ્યા સફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org