________________
યતિધર્મની દુષ્કરતા
૧૧૫ તમય ધર્મ- બાહ્ય, અત્યંતર સ્વરૂપ તપ યથાસંભવ કરે.
ભાવનામય ધર્મ- વળી બાર પ્રકારની ભાવના સમગ્ર પ્રકારે ભાવવી. તે આ પ્રમાણે ૧ સર્વ સ્થાનકોમાં અનિત્યતા વિચારવી. ૨ જિનેશ્વરના શાસન વગર અશરણુતા, ૩ બંધુવર્ગમાં પણ એક–એકલો આવ્યો છું અને મરીને એકલે જ જવાનો છું. ૪. સ્વજન, પરિવાર, શરીરથી હું જ છું. ૫. શરીરની અશુચિ, ૬. સંસારની અસારતા, ૭ કર્મનું આવવું તે રૂપ આવભાવના, ૮. સંવરભાવના, ૯. કર્મની નિર્જરા કરવા રૂપ ભાવના, ૧૦ પંચાસ્તિકાયમય લેકની સ્થાપના ભાવવી, ૧૧. જિનેશ્વરએ કહેલ યથાર્થ ધર્મ અને જીવાદિક પદાર્થોની તાત્વિક વિચારણા, ૧૨. સમ્યકત્વ-પ્રાપ્તિની અત્યંત દુર્લભતા. આ બારે ભાવનાઓ રાત્રિદિવસ ભાવવી. આ ચાર પ્રકારને ધર્મ સંસારને પાર પમાડવા સમર્થ છે.
યતિધર્મની દુષ્કરતા
આ સાંભળી પુરુષસિંહે કહ્યું, હે ભગવંત! આપે સુંદર ધર્મ કહ્યો, આ ધર્મ ગૃહેવાસમાં રહીને કરે શક્ય નથી. તે તમારાં દર્શનથી અને ખાસ કરીને તે આપની પાસે ધર્મ-શ્રવણ કરવાથી મારું મન આ ભવ–પંજરથી વિરક્ત થયું છે, તે આપ મને પ્રવજ્યા આપી મારા ઉપર અનુગ્રહ કરે. ” ભગવંતે કહ્યું, “આ તારી માગણી સુંદર છે, પરંતુ વડીલવર્ગને પૂછી જો.” પુરુષસિંહે કહ્યું, “ભલે એમ કરીશ. ” એમ કહીને પિતાના ભવને ગયે. અલપ સમયમાં વડીલેને પૂછીને ગુરુ પાસે પાછો આવ્યો. ગુરુના ચરણ-કમલ પાસે બેઠે. ગુરુએ કહ્યું- “હે સૌમ્ય ! મનુષ્યપણું, આર્યક્ષેત્ર, નિરોગતા, ગુરુજન સમાગમ, ધર્મ કરવાની બુદ્ધિ આ દરેક વસ્તુ જીવને મળવી દુર્લભ છે. તે દુર્લભ વસ્તુઓ તને મળી ગઈ છે. આ વિષયમાં તને થોડી વાત જણાવવાની બાકી રહી છે, તે તું સાંભળ. ” પુરુષસિંહે કહ્યું, “હે ભગવંત ! ફરમાવો. ” પછી આચાર્ય કહેવા લાગ્યા- “ આ સંસારરૂપી વિષમ સાગર અને ભવરૂપી જળમાં પડેલા જન્મ-મરણદિક દુઃખ-પરંપરા અનુભવતા એવા જીવને કઈ પ્રકારે યાનપાત્ર સરખું મનુષ્યપણું મળી જાય છે. તેમાં પણ જિનેશ્વર-કથિત નિષ્કલંક ધર્મને વિષે યથાર્થ સમજણ, શ્રદ્ધા અને ચારિત્રના પરિણામ ઘણું પુણ્ય કર્યા હોય, તેને જ થાય છે. આ ચારિત્ર વિવેકરહિત પુરુષને તે હંમેશાં અશક્ય છે. કારણ કે, તેમાં પાંચ મહાવ્રતના ભારને વહન કરવાનું હોય છે. રાત્રિભેજનની વિરતિ, પિતાના દેહ ઉપર પણ નિર્મમત્વભાવ તથા હંમેશાં ઉગમ, ઉત્પાદન, એષણાથી શુદ્ધ આહાર ગ્રહણ કરવાનું હોય છે. ઈરિયા-સમિતિ આદિ પાંચ સમિતિ, ત્રણ ગુણિઓ, તપસ્યા કરવી વગેરે પ્રવૃત્તિમાં નિરંતર ઉદ્યમવાળો બને. મમતા વગરનો, પરિગ્રહ-રહિત સેંકડો ગુણેના આવાસવાળો થાય. માસાદિક પ્રતિમા, અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરવા. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષયક ધારણ ધારવી. યાજજીવ સ્નાન ન કરવું, નિરંતર ભૂમિ ઉપર શયન કરવું. કેશને લેચ તેમ જ શરીર-શુક્રૂષા ન કરવી, સુશોભિત ન કરવું, નિરંતર ગુરુકુલ-વાસમાં અને તેમની આજ્ઞામાં રહેવું. સુધા, તૃષા વગેરે બાવીશ પરિષહો કર્મ-નિર્જરા માટે સમભાવથી સહન કરવા. તેમજ દિવ્યાદિક ઉપસર્ગોમાં પણ અચલ રહેવું. મળે કે ન મળે, તેમાં નભાવી લેવું, અઢાર હજાર શીલાગે કમસર નિરંતર વહન કરવાં. મહાતરંગવાળા મોટા સમુદ્રને બે ભુજાથી તર, સ્વાદ વગરની રેતીને કેળીયો ચાવ, તીક્ષ્ણ ધારવાળી ખગધારા પર અપ્રમત્તપણે ચાલવું, ભડભડતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org