________________
૧૧૪
પન્ન મહાપુરુષનાં ચરિત ગ્રહણ કરે છે. વધારે કેટલું કહેવું? આ લેકનાં સુખ અને પરલેકનાં સુખનું ભાજન જીવ બની શક્તિ હોય તે જ્ઞાનથી જ બની શકે છે, તેથી જ્ઞાનદાન દેનાર અને ગ્રહણ કરનાર બંને સુખાકર થાય છે. તેથી જ્ઞાનપૂર્વક અભયદાન કહેલું છે. તે વળી પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ એ એકેન્દ્રિય જીને તથા બે ત્રણ ચાર ઈન્દ્રિયવાળા વિકલેન્દ્રિય જીને અને પંચેન્દ્રિય જીને સમ્ય પ્રકારે મન, વચન અને કાયાના એગ વડે અહિંસાના પરિણામ પમાડવા કારણ કે, પૂર્ણ દુઃખમાં સબડતા સર્વ જી જીવવાની જ ઈચ્છા કરે છે. તેથી તેમને જીવવું જ પ્રિય છે, કુશળ ધર્માથીંએ તેને જીવિતદાન આપવું જોઈએ. વળી ધર્મમાં ઉપકાર કરનાર એવું દાન આપવું જોઈએ. જે દાન આપવાથી ધર્મસ્થાનમાં ટેકે પામેલો આત્મા ધર્મ પ્રવૃત્તિ કરી શકે. આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર આદિ સંયમમાં ઉપકારક પદાર્થો ભક્તિપૂર્વક તેવા યતિવર્ગને આપવા કે, જેઓ તપ, સંયમ, સ્વાધ્યાયમાં તલ્લીન હેય. તેમને આવા પ્રકારનું દાન આપવાથી તેઓ નિર્વિદને ધર્માચરણ કરી શકે. તે પણ દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, કાલશુદ્ધ અને ભાવશુદ્ધ દાન આપવું. તેમાં દાયકશુદ્ધ દાન તે કહેવાય કે, જે દાતાર દાનની શ્રદ્ધાપૂર્વક રોમાંચિત ગાત્રવાળો બની દેશ, કાળ અને ભાવની સમજણવાળે હાય. આઠ મદ–સ્થાનકેથી રહિત, ન્યાયથી ઉપાર્જન કરેલાં દ્રવ્યથી પ્રાસુક અનાદિક, આ લોક કે પરલોકની આશંસા રહિતપણે એકાંત નિર્જરા જ મેળવવાની અભિલાષાવાળો દાન આપે, તે જેમ સુંદર બીજ સારા ક્ષેત્રમાં વાવવામાં આવે, તો ઘણું ફળવાળું થાય, તેમ આવા પ્રકારનું દાન ઘણુ ફળવાળું થાય. જે જીવોને પીડા કરનાર દાન દે, તે પિતાને અને ગ્રહણ કરનારને પાર વગરના સંસારમાં ધકેલે છે. ગ્રાહકશુદ્ધ તે કહેવાય કે, જેણે ગૃહવાસને ત્યાગ કર્યો હોય. જે
સરળતા, નમ્રતા, સંતોષવાળા હોય, જે મન, વચન અને કાયાની ગતિવાળે હોય, જે ઇન્દ્રિયને જિતનાર હોય, જેણે પાંચ મહાવ્રતોને ભાર ખાંધ પર ઉચકેલે હય, જે ગુરુસેવા કરવામાં નિરંતર તત્પર હોય, જે સ્વાધ્યાય-ધ્યાનમાં રક્ત, મમતા વગરના, પરિગ્રહની મૂછ વગરના, કુક્ષિ-શંબલ અર્થાત્ કબૂતર માફક આહારની જરૂર હોય, તેટલો જ લાવી તરત નિકાલ કરનાર, નહિ કે રાખી મૂક પડે તેમ અધિક લાવે. પાંચ પ્રકારના આચારમાં સાવધાન, આ લોક અને પરલોકનાં સુખ મેળવવાની ઈચ્છા વગરના, સર્વત્ર મમતા વગરના પરિષહ-ઉપસર્ગમાં પણ માગથી ન ખસનાર હેય, આવા ગુણવાળ સુપાત્રમાં કરેલું દાન ઘણું ફળવાળું થાય છે. આરંભવાળા ગૃહસ્થને જે દાન કરવું; તે નિરર્થક અને પાપબંધના કારણભૂત છે. કાલશદ્ધ દાન સાધના ઉપગ કાલ–સમયે વિશિષ્ટકાળે વિહાર કરીને થાકીને આવેલા હેય. તપસ્યાનાં પારણું હોય, લેચ કરાવ્યું હોય, માંદગીને કાળ હય, માર્ગમાં બીજે કઈ દાતા ન હોય), જેમ અવસરે વરસેલે વરસાદ ખેડૂતોને ઉપકારક થાય છે, તેમ અવસરે આપેલું દાન પણ ઉપકારક બને છે, બીજા કાળે નહિ. એમ ભાવશુદ્ધ દાન તે કહેવાય કે, જે દાતા દાન આપતા પિતાને ધન્ય માને. “દઉં ? એમ વિચારવામાં પણ આનંદ પામે, દેતાં પણ આનંદ પામે, આપ્યા પછી પણ હર્ષ પામે. નવકેટિ–પરિશુદ્ધ દાન દેતે દાતા વિચારે કે, અહો ! આજે હું કૃતાર્થ થયે કે, મેં સાધુ ભગવંતને આહાર–પાણી વગેરેનું દાન આપ્યું. અનુકંપાદાન તે તીર્થકર ભગવંતે ક્યાંય પણ નિષેધ્યું નથી. આ દાનમય ધર્મ જણાવ્યું.
શીલમય– ધર્મ પાંચ મહાવ્રતનું પાલન કરવું. ક્ષાંતિ, નમ્રતા, સરળતા, સંતોષ, ચિત્તની સ્થિરતા કરવી, ક્ષણ-લવ પ્રતિબંધનતા. સર્વ જીવે ઉપર મૈત્રીભાવ, એકાંતે મોક્ષ સિવાય બીજી કઈ અભિલાષાથી રહિતપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org