________________
પુરુષસિંહને પૂર્વભવ વૃત્તાન્ત
૧૧૩ શીલ, રૂપ. વિજ્ઞાન, કળા-કલાપ, શસ્ત્ર-અસ્ત્રના પારગામીપણાથી સકલ લેકનાં મનને આનંદ આપનાર, લેકમાં આશ્ચર્યભૂત, નગરના માર્ગો અને ચેક-ચૌટામાં પરિભ્રમણ કરતો તે રાજ્યસુખનો અનુભવ કરતે રહેલે હતે. રતિના રૂપને જિતનાર, મનને આનંદ પમાડનાર આ કુમાર જ્યાં જ્યાં પરિભ્રમણ કરતું હતું. ત્યાં ત્યાં નગરની રમણીઓ પોતાના પરિજનોને મૂકીને તેની પાછળ દોડી જતી હતી, આ કુમાર પિતાની પાંપણવાળી ઉજજવલ લાંબી કટાક્ષયુક્ત વિલાસવાળી દષ્ટિ જ્યાં ફેંકે, ત્યાંથી જ કામદેવ દેડતે હતે. એ પ્રમાણે જે જે લેકેના જેવાના વિષયમાં આવે છે, તે તે લોકો એમ માનતા કે, આ ત્રણ લોકમાં આપણે ભાગ્યશાળી છીએ કે તેમની દૃષ્ટિ આપણું ઉપર પડી. જે પરિજનને કેઈ પણ પ્રકારે પ્રસંગે ફેગટ આલાપ કરે છે, (આજ્ઞા કરે છે), તે જીવે છે–એમ જન–મધ્યમાં જન વડે ગણાય છે.
એ ક્યાં જાય છે? શું કરે છે? કોની સાથે આલાપ કરે છે? કેને દેખે છે? તેની પ્રવૃત્તિઓમાં જ પરાયણ મુખવાળી ત્યાંની રમણીઓ દિવસે પસાર કરતી હતી. જે કુમાર આરામ ભગવતે હોય, તે નગર પણ આરામ કરે. કુમાર માર્ગમાં ફરવા નીકળે તે, સમગ્ર નગરલેક તેનાં દર્શન કરવાની તૃષ્ણાવાળા થઈ આકુલ-વ્યાકુલ રહેતા હતા. રૂપથી રમણી સમુદાય, બુદ્ધિવિશેષથી વિદ્વાનલેક, વિનયથી ગુરુ, અને શીલથી સર્વની આરાધના કરી શકાય છે. આ પ્રમાણે સુખના સાગર આશ્ચર્યભૂત શુભ પરમાણુઓ વડે તૈયાર થયેલા અવયવવાળા પુરુષસિંહ કુમારની લેકે પ્રશંસા કરવા લાગ્યા.
કેઈક સમયે કીડા-નિમિત્તે ઉદ્યાનમાં ગયેલા કુમારે નિર્જીવ સ્થાનમાં સાધુઓના પરિવાર સાથે બેઠેલા “વિનયનંદન” આચાર્યને જોયા. તેમને દેખતાં જ હદય શ્વાસ લેવા લાગ્યું, અંગમાં શાંતિ પ્રસરી, નેત્રો આનંદજળથી પૂર્ણ બન્યાં. વિચાર્યું કે, “આ મહાપુરુષ કોણ હશે? જેમણે પ્રથમ યૌવનવયમાં કામદેવના વેગનો નાશ કરી શ્રમણપણું અંગીકાર કર્યું? તો એમને જ ધર્મ સંબંધી કંઈ પ્રશ્ન કરું” એમ વિચારી તેમની પાસે આવ્યો. તેમને અને બાકીના સાધુઓને વંદન કર્યું. તેમણે ધર્મલાભ આપે, એટલે ગુરુની સમીપે બેઠે. કેટલાક સમય પછી પૂછયું કે–“હે ભગવંત! તમે ત્યાગ કર્યો એટલે સમજાઈ જ ગયું છે કે “આ સંસાર અસાર જ છે. કર્મ–પરિણતિ વિષમ છે, સંસારનું સુખ છેવટે કડવાં ફળ આપનાર છે; તે આપ સમજાવો કે સંસાર પાર પમાડનાર સમર્થ ધર્મ કયો? ભગવંતે કહ્યું-“હે સૌમ્ય ! સાંભળ–
દાનાદિ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ
હે સુંદર ! તું ખરેખર ભાગ્યશાળી છે કે, યૌવન, રૂપ, સંપત્તિ પામવા છતાં પણ પૂ ઉપાર્જન કરેલા પુણ્યસમૂહ-ગે હજુ પણ ધર્મ કરવામાં તારી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. તે તારા સરખાને વધારે શું કહેવું ? ધર્મના ઉપાય ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે-દાન, શીલ, તપ અને ભાવનાઓ. તેમાં દાન ચાર પ્રકારનું-જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપગ્રહદાન અને અનુકંપાદાન. તેમાં જ્ઞાનદાન કરવાથી જીવે બંધને અને મેક્ષને જાણે છે. હેય અને ઉપાયભૂત પદાર્થો જાણીને હેય પદાર્થોને ત્યાગ કરે છે. તથા ગ્રહણ કરવા યોગ્ય પદાર્થને
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org