________________
પન્ન મહાપુરુષોનાં ચરિત
વિદાય આપી. સહાય વગરની એકદમ શયનમાં પડી, શરીર સંબંધી કાંઈ સાર-સંભાળ કરતી નથી. ચિત્રામણ કાર્ય કરતી નથી. મેના, પોપટ વિગેરે પક્ષીઓની ખબર અંતર કાઢતી નથી. આવી અવસ્થા જાણી એટલે રાજા ત્યાં તેની પાસે આવ્યા. રાજાએ પૂછ્યું કે, આમ કેમ રહેલી છે? શું સેવકવર્ગ તારી ઈચ્છા પૂર્ણ કરતો નથી? કે તું આટલી ચિંતા-પિશાચી વડે આત્માને હેરાનગતિમાં નાખે છે? તારી આજ્ઞાનું ખંડન કોણે કર્યું ? અથવા તે કેણે તારી તરફ અવળી નજર કરી? હે સુંદરી! તું જણાવ કે યમરાજાએ કોને યાદ કર્યો છે? આ સર્વ સાંભળીને સુદર્શના રાણેએ પ્રત્યુત્તર આપે કે, હે આર્યપુત્ર ! તમે સ્વાધીન છે, પછી મારી આજ્ઞા કેણ ખંડિત કરે ? માત્ર હું મારા પિતાના નિષ્ફલ જન્મથી કંટાળી છું. ત્યારે રાજાએ દુખવાળું વચન સાંભળી વિચાર્યું કે, આ નિર્વેદ થવાનું મહાન કારણ કર્યું હશે? તે હવે ફરી પૂછું હે સુંદરી ! આવી મોટી ચિંતા કરીને અમારા સરખા આખા પરિવાર ને ચિંતામાં કેમ નાખે છે? માટે ઉદ્વેગનું જે કારણ હોય તે જણાવ”. એટલે ઉદ્યાનમાં જ્યાથી માંડી ભવને આવતાં સુધી વચમાં જોયેલ વૃત્તાંત મહારાજને કહ્યો. પછી વિદ્યા, મંત્ર, ઔષધિ, વૈદ્ય વગેરે સ્વાધીન હોવા છતાં, તમે પણ અનુકૂળ હોવા છતાં મને પુત્રોત્પત્તિ ન થાય, તે સંદેહ રહિતપણે નિરર્થક એવા મારા શરીરને હું ત્યાગ કરીશ. આ સમગ્ર જીવલેકમાં એક માત્ર સારભૂત પદાર્થ હોય તે પુત્ર જ છે. જેને એક પણ પુત્ર નથી, તેનું મનુષ્યપણું પણ નિષ્ફળ સમજવું. તે સાંભળીને રાજાએ કહ્યું, હે સુંદરી ! આટલામાં આટલી આકુળ વ્યાકુળ કેમ બની ગઈ? શાન્ત થા, ભેજનું પાણી કર. હું દેવતાની આરાધના વગેરે તેવી રીતે કરીશ, જેથી દેવીના મને રથ પૂર્ણ થાય, એમ કહીને મહાદેવીને સાત્વન આપ્યું.
કેઈક સમયે રાજા છડૂતપ કરીને રહેલા હતા. સુખપૂર્વક રાજા નિદ્રામાં હતા, ત્યારે રાત્રિના છેલ્લા પહેરમાં આરાધેલાં કુલદેવતા આવ્યા. દેવતાએ રાજાને કહ્યું કે, “હે મહારાજ! આમ ઉદ્વેગ કેમ કરે છે? દેવલેકમાંથી ચેવેલે સર્વલક્ષણ ધારણ કરનાર પુત્ર તમને પ્રાપ્ત થશે. એમ કહીને દેવતા ગયા. મહારાજાએ બનેલી સ્વપ્નની હકીક્ત દેવીને જણાવી, એટલે તે ખુશ થઈ.
કેઈક સમયે સુખે સૂતેલી મહાદેવીએ રાત્રિના છેલ્લા પહોરમાં મુખમાં સિંહ બાળકને પ્રવેશ કરતું દેખ્યું એટલે ભય પામેલી એકદમ ઉભી થઈને યથાવિધિ તે વૃત્તાન્ત પતિને નિવેદન કર્યો. રાજાએ પણ “પુત્રજન્મ થશે.” એમ કહી શાંતિ પમાડી. અને કહ્યું કે-હે સુંદરી! પૂર્વે કુલદેવતાએ પુત્ર થશે” એમ કહ્યું જ હતું, તેમાં પણ સિંહ સરખે ઉત્તમ શક્તિસંપૂર્ણ પુત્ર થશે, માટે દેવગુરુની વિશેષ પ્રકારે પૂજા કર. ત્યારથી માંડીને ગર્ભ વૃદ્ધિ પામવા લાગે. દેહલે ઉત્પન્ન થયે કે –“હું સર્વ જીને અભયદાન આપું, આખા રાજ્યમાં અમારિની ઉદ્દઘષણ કરાવું. દરેક મંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવે કરાવું” પતિએ વિશેષ પ્રકારે તેના દેહલા પૂર્ણ કરાવ્યા. દેવીએ સર્વ લક્ષણવાળા પુત્રને જન્મ આપે. કેદીઓને મુક્ત કરાવ્યા, મહાદાન દેવડાવ્યું. “પુરુષસિંહ” એવું પુત્રનું નામ પાડ્યું. કાલક્રમે મેટે થયે. તેને કળા-સમુદાયને અભ્યાસ કરાવ્યું. તે સમગ્ર શાસ્ત્રો શીખે. ઉત્તમકુળમાં જન્મેલી, સુંદર રૂપવાળી, સર્વ લક્ષણવાળી, સમગ્ર કળાઓ શીખેલી આઠ કન્યાઓ સાથે તેને પરણાવ્યું. ત્યાર પછી વગર પ્રયત્ન પ્રાપ્ત થતા સમગ્ર ઇન્દ્રિયના વિષયસુખને અનુભવતે અસાધારણ કુલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org