________________
શીઅભિનંદન સ્વામીનું ચરિત્ર સોળ ગણધરને દીક્ષા આપી. ધર્મક્યા શરૂ કરી. ભવ્ય પ્રતિબોધ પામ્યા. કેટલાયના સંયે છેડાયા. કેટલાય પ્રાણીઓના કર્મસમૂહ વિલય પામ્યા, ત્યાર પછી આઠ પૂર્વાગ ન્યૂન ૧ લાખ પૂર્વ સુધી દીક્ષા પર્યાય પાલન કરીને, પચાસલાખ પૂર્વનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને પિતાનું બાકી રહેલ અલ્પ આયુષ્ય જાણું “સમેત પર્વતના શિખર પર ગયા. ત્યાં સૂફમક્રિય અપ્રતિપાતિ ધ્યાનમાં પ્રવેશ કરીને ફરી ઉપરતકિય અનિવૃત્તિ ધ્યાન વિશેષ પ્રાપ્ત કરીને ભવ સુધી રહેનારાં ચાર અઘાતિ કર્મોને ખપાવીને ભગવંત સિદ્ધિપદને પામ્યા.
મહાપુરુષચરિતમાં શ્રીઅભિનંદન સ્વામીનું ચરિત્ર સમાપ્ત. [ 6 ]
(૭) શ્રી સુમતિનાથ સ્વામીનું ચરિત્ર લેકમાં પ્રજાના પુણ્યગે તેવા મહાત્માઓ ઉત્પન્ન થાય છે કે, જેઓ પોતાના યશવડે કરીને ભુવનને ભરીને સમગ્ર જીવલેકને શાન્તિ પમાડે છે. પૂર્વભવ
જંબુદ્વિપ નામના આ જ દ્વિીપમાં “પુષ્કલાવતી’ વિજથમાં નિત્ય રમણીય પ્રમુદિત લેકવાસી શંખપુર” નામનું નગર હતું. ત્યાં “વિજયસેન નામના રાજાને સકલ અંતઃપુરમાં મુખ્ય સુદર્શના” નામની પટરાણી હતી. તે રાજાને તેની સાથે વિષયસુખ અનુભવતાં દેગુંદક દેવ માફક દિવસો સુખમાં પસાર થતા હતા. આમ તેમને સંસાર કાળ વહી રહેલે હતો.
કેઈક સમયે પિતાના વૈભવ અનુસાર ક્રિીડા કરવા માટે નગરલકે ઉદ્યાનમાં ગયા. ત્યારે હાથણીપર બેઠેલી સુદર્શનને તે નગરવાસી નંદીષેણની સુલક્ષણ નામની ભાર્યા જે આઠ વહુઓ સાથે પરિવરેલી હતી, તે જોવામાં આવી. ત્યારે કેઈક સેવકને સુદર્શનાએ પૂછ્યું કે, એ કેણ છે? આ કેની ભાર્યા છે? એના પરિવારભૂત આ આઠ સુંદરીઓ કેણુ છે? સેવકે પણ તપાસ કરીને યથાસ્થિત હકીક્ત જણાવી કે, હે સ્વામિની! આ નંદીષેણ વણિકની સુલક્ષણા નામની પત્ની છે. તેને બે પુત્રી છે, તે બંનેએ ચાર ચાર કન્યાઓની સાથે લગ્ન કર્યા છે. તેઓની સાથે તેઓ અનુરૂપ વિષયસુખ અનુભવે છે. ત્યારે તેમને દેખીને પિતાને સંતાન ન હોવાથી સુદર્શના મહાન વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તેણે ચિંતવ્યું કે, જેમને ગુણને ભંડાર, સદા સુખના આવાસરૂપ પુત્ર જન્મ્યા નથી, તેથી મનુષ્યપણામાં જીવિત અને વૈભવથી કયું સુખ ભેગવી શકાય? અવ્યકત કાલું કાલું બેલનાર, ધૂળમાં ક્રીડા કરતો પુત્ર જે સ્ત્રીને ખોળો ખૂંદતો નથી, તે સ્ત્રીને જન્મ આ જગતમાં નિરર્થક છે. પરસ્પર એક બીજાનાં કાર્યોની અથડામણ કે કાર્યના બોજાથી દબાયેલ મનુષ્યોનાં ચંપાયેલ હૃદય ખરેખર પુત્રના મુખચંદ્રને જોવાથી આશ્વાસન પામે છે. જેઓને ગુણગણના આધારભૂત હદયની શાંતિ કરનાર પુત્ર હોય છે, તેમને દરિદ્રતા જણાતી નથી. મોટી આપત્તિ આવે, તે તે પણ તેઓ ગણકારતા નથી. આ પ્રમાણે પુત્ર-વિષયક ઘણી ચિંતાઓ કરતી તે પિતાના ભવનમાં આવી યોંચી, પણ હવે કેઈ કાર્યમાં તેનું મન પરેવાતું નથી, ભવનમાં આવ્યા પછી સખીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org