________________
(૬) શ્રીઅભિનંદન સ્વામિનું ચરિત્ર
અસાર એવા આ સંસારમાં એવા પણ કઈ મહાપુરુષે ઉત્પન્ન થાય છે કે, જેમનો જન્મ પરમાર્થ કાર્ય કરવામાં ઉદ્યમવાળે અને પ્રશંસવા લાયક થાય છે. આ પૃથ્વીના મધ્યભાગમાં “અધ્યા” નામની પ્રસિદ્ધ નગરી હતી, જે સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) મધ્યે રહેલી સુંદર તળાઈ (શચ્યા) જેવી શેભતી હતી.
તે નગરમાં વિનયગુણ મેળવવામાં તૃષ્ણાવાળા, ઘરે આવનારને પધારે એમ પ્રથમ બોલાવનાર, સરળ મધુર વચન બેલનાર, નિરભિમાની એવા લેકે વસતા હતા. તે નગરીમાં નામ પ્રમાણે ગુણ ધારણ કરનાર “સંવર’ નામના રાજા હતા. તેને સમગ્ર ગુણના નિધાનરૂપ સરળ સ્વભાવી “સિદ્ધાર્થા” નામની અગ્રમહિષી હતી. રાજ્ય–સુખને અનુભવ કરતાં બંનેના દિવસે પસાર થઈ રહેલા હતા. આ પ્રમાણે સંસારને પ્રવાહ વહી રહેલે છે.
કઈક દિવસે મહાદેવી મહાકિંમતી શયનમાં સુખપૂર્ણ સૂઈ રહેલી હતી, ત્યારે રાત્રિના છેલા પહેરમાં ચોદ મહાસ્વને દેખીને જાગી. વિધિપૂર્વક પતિને સર્વ સ્વને નિવેદન કર્યા. રાજાએ પણ પુત્રજન્મને ફલાદેશ જણાવી કેટલીક હિતશિક્ષાઓ આપી. રાણી ખુશ થઈ તે જ રાત્રિએ પૂર્વભવમાં તીર્થંકરનામકમ ઉપાર્જન કરનાર તે કર્મોદયના શુભ પરિણામવાળા,
દવ પરહિત કરવામાં ઉદ્યમવાળા વૈશાખ શુદિ છઠ્ઠના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે ઈન્દ્ર મહારાજાથી શુદ્ધ કરાયેલા ગર્ભસ્થાનમાં ઉત્પન્ન થયા. માતાને પીડા ન થાય તેમ ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યા. નવ મહિના અને સાડાસાત દિવસ અધિક રાત્રિ-દિવસ પૂર્ણ થયા ત્યારે માઘશુકલ બીજના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં જગદુગુરુને જન્મ થયે. સંભવનાથ ભગવંત પછી દસ લાખ ક્રોડ વર્ષ વીત્યા બાદ ભગવંતને જન્મ થયો. ઈન્દ્રાદિકેએ જન્માભિષેક કર્યો. ભગવંત ગર્ભમાં હતા ત્યારે કુલ, રાજ્ય, નગરે હર્ષઅભિનંદન પામતા હતા, તે કારણે માતા-પિતાએ વિચાર કરીને ગુણથી ઉત્પન્ન થયેલું એવું અભિનંદન” નામ પાડ્યું. વિધિપૂર્વક પાલન કરાતા તે મોટા થયા. કમે કરી યૌવનવય પામ્યા. લગ્ન કર્યા પછી વિષય અને રાજ્યસુખનો ભોગવટો કરતા હતા. તે મહાભાગ્યશાલી સાડી ત્રણસે ધનુષ ઊંચી કાયાવાળા હતા. નિર્મળ તપાવેલા સુવર્ણ સરખી દેડકાંતિવાળા તથા વિકસિત કમળ સરખા સુગંધી શ્વાસવાળા હતા. સાડાબાર લાખ પૂર્વ કુમારપણામાં, આઠ લાખ પૂર્વાગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ સુધી વિધિથી રાજ્યનું પાલન કરી, ભેગો ભેગવીને લેકાંતિક દેવેએ પ્રેરેલા પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું. માહ શુકલ બારશના દિવસે દેવો અને અસુરોના ઈન્દ્રો સન્મુખ સહસ્ત્રાપ્રવણ નામના ઉદ્યાનમાં મહાભાગ્યવંત ભગવંતે દીક્ષા અંગીકાર કરી. ચાર જ્ઞાનયુક્ત છદ્મસ્થ ભગવંત અઢાર વર્ષ સુધી વિચરતા વિચરતા પિયાલ વૃક્ષની છાયાતલમાં આવ્યા. ત્યાં તેઓ કાઉસ્સગ ધ્યાનમાં ધ્યાનાંતરમાં રહેલા હતા, ત્યારે તેમનાં ચાર ઘાતિકર્મો ક્ષય પામ્યાં. એથી પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયું. ચલાયમાન આસન થવાથી ઇંદ્ર મહારાજે દેના પરિવાર સાથે આવીને ભકિતથી ત્રિભુવનપતિનું સમવસરણ બનાવ્યું. ભગવંતે એકસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org