________________
આઠ પ્રકારનાં કર્મબંધના કારણે
૧૦૯ જ્ઞાનાંતરાય અને દર્શનાંતરાય બંને કર્મો બંધાય છે. ઉપર અનુકંપા-દયા વગરને થાય, શીલવ્રત વગરને, ક્રોધ કરવાના સ્વભાવવાળો, દાન આપવાની રુચિના પરિણામ વગરને, ગુરુને દ્રોહ કરનાર અશાતાદનીય કર્મ ઉપાર્જન કરે. ગુરુની ભક્તિ કરનાર, કરુણા રાખનાર, વ્રત શીલગુણવાળો, ક્ષમા રાખનાર, દાન આપવાની રુચિવાળે શાતા વેદનીય કર્મ બાંધે. અરિહંતે, સિદ્ધો ચે, તપસ્વીએ શ્રુત, ગુરુ, સાધુ અને સંઘની આશાતના કરવાથી, તેમને દ્રોહ કરવાથી, નિંદા કરવાથી જીવને દર્શનમેહનીય કર્મ બંધાય, કે જેના ઉદયથી લાંબા કાળ સુધી અનંત સંસાર-સમુદ્રમાં રખડવું પડે. તીવ્ર ઉત્કટ કષાદયવાળે, ઘણે મેહ કરનાર, રાગ દ્વેષ કષાયવાળે, બંને પ્રકારના ચારિત્રગુણને ઘાત કરનાર ચારિત્રમેહનીય કર્મ ઉપાર્જન કરે છે. અત્યંત મિથ્યાષ્ટિ, મહારંભ મહાપરિગ્રહવાળ, તીવ્ર લેભ કરનાર, શીલ વ્રતવગરને, પાપમતિવાળ, મહારૌદ્ર પરિણામવાળે નરકનું આયુષ્ય બાંધે છે. ઉન્માર્ગની દેશના કરનાર, માર્ગને નાશ કરનાર, ગૂઠહુદયવાળે માયાવી, શલ્યવાળે તિર્યંચાયું બાંધે. સ્વભાવથી પાતળા કષાયવાળે, દાન કરવાની ઈચ્છાવાળે, સ્વાભાવિક ભદ્રિક પરિણામવાળે, શીલ સંયમરહિત, દયા, દાક્ષિણ્ય, લજજાદિક મધ્યમ ગુણવાળો મનુષ્યનું આયુષ્ય બાંધે. સંન્યાસી,
ગી, આદિના પંચાગ્નિ તપ, બાલતપસ્યા, વગર ઈચ્છાએ આવી પડેલાં દુઃ૫ સહન કરવારૂપ અકામનિર્જરા, આણુવ્રત-મહાવ્રતવાળે, સમ્યગ્રદર્શનવાળે જીવ દેવગતિનું આયુષ્ય બાંધે. મન, વચન અને કાયાના ગેની વકતા રાખનારે, કપટ કરવાના સ્વભાવવાળે ત્રણ ગૌરવવાળે અગર ગૌરવમાં આસકિત કરનાર અશુભનામકર્મ ઉપાર્જન કરે છે. તેથી વિપરીત ગુણવાળો શુભનામકર્મ ઉપાર્જન કરનાર થાય છે. તીર્થકર ભગવંત, પ્રવચન, સિદ્ધાંત, ગુરુ અને સાધુઓના અવર્ણવાદ-નિંદા કરનાર, અભિમાની જાતિમદ કરનાર, બીજાને પરાભવ કરવાના સ્વભાવવાળા અને પિતાનો ઉત્કર્ષ કરનાર જીવ નીચત્રકર્મ બાંધે. કહેલાથી વિપરીતપણે વર્તનાર ઉચ્ચગોત્રકર્મ ઉપાર્જન કરે છે. પ્રાણવધાદિકમાં રક્ત બનેલે, સર્વને વિશ્વ કરનાર લાભાંતરાયના કારણભૂત અંતરાયકર્મ બાંધે. એ આઠે કર્મના બંધકે આયુષ્યબંધ કરે, ત્યારે હોય છે. તે સિવાય આયુને વજિને બાકીના કાળમાં સાતકર્મના બંધક હે ય છે. મેહનીય કર્મ બાંધતે અટકે, ત્યારે છ પ્રકારના કર્મને બંધક ગણુ ય. કેવલીઓ, ઉપશાંત મેહવાળા, ક્ષીણમેહવાળા જ એક પ્રકારના શતાવેદનીય કર્મના બંધક હોય છે.
એ પ્રમાણે ભગવંતે કર્મનાં કારણેની પ્રરૂપણ કરીને ભવ્ય રૂપી કમલવનને પ્રતિબંધ કરી ભરતક્ષેત્રમાં વિચારીને જીવોમાં સમ્યકત્વ પ્રગટાવીને, ચારિત્રમોહનીયકર્મ ઉપશમાવીને પિતાનું અલપ આયુ બાકી રહેલું જાણુને “સમેતશિખર” નામના પર્વત ઉપર ગયા. ત્યાં માસિકી સંલેખના પાદપપગમન અનશન કરીને શૈલેશીકરણ કરવા પૂર્વક ભોપગ્રાહી ચાર અઘાતી કર્મને નાશ કરીને ચૈત્ર શુદિ પંચમીના દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે એકહજાર સાધુઓના પરિવાર સાથે પીડા વગરના, શાશ્વત સુખના સ્થાનકરૂપ સિદ્ધિપદને પામ્યા. ભવરૂપી જાળથી મુક્ત થયેલા, દુષ્ટ આઠકર્મના બંધનથી છુટા થયેલા, સમગ્ર જગતના અગ્રભાગે રહેલા સ્થાને પ્રયાણ કરતાં, શુદ્ધભાવવાળા આત્માનું શુદ્ધ ઉત્તમ સ્વરૂપ અને અનંત જ્ઞાન મેળવીને સર્વ શરીરથી મુક્ત બની શ્રીસંભવનાથ ભગવંત તત્કાલ સિદ્ધિપદને પામ્યા. ચઉપન્ન મહાપુરુષ-ચરિત વિષે શ્રીસંભવનાથ તીર્થકર ચરિત્ર પૂર્ણ થયું. [૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org