________________
૧૦૮
થાપન્ન મહાપુરુષોનાં ચરિત અંદર ચતુર્મુખવાળું સિંહાસન તૈયાર કર્યું. બહાર માટે ધર્મધ્વજ અને શ્રેષ્ઠ ધર્મચકની રચના કરી. દે, ઈદ્રો અને પ્રતિહારે વડે જય જયકાર કરાતા ભગવંત પૂર્વ દ્વારથી પ્રવેશ કરે છે. સિંહાસનને ત્રણ પ્રદક્ષિણા ફરીને જમ તિરથ ચતુર્વિધ સંઘરૂપ તીર્થને નમસ્કાર થાઓ, એમ ભણીને પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન થાય છે. બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં સરખાં ત્રણ પ્રતિબિંબ થાય છે. એક બે ગણુધરેને પ્રભુએ દીક્ષા આપી. તે પછી પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને અગ્નિદિશામાં પ્રથમ ગણધરે, કેવળીએ, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદપૂર્વધરે, બાકી રહેલા સાધુઓ, તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઉભાં રહ્યાં. ફરી દક્ષિણદ્વારથી પ્રવેશ કરીને નિત્યદિશામાં ભવનપતિ, જયોતિષ્ક અને વાનમંતર દેવેની દેવીઓ ધર્મકથામાં મન પરોવીને ઉભી રહે છે. વળી પશ્ચિમદિશાના દ્વારથી પ્રવેશ કરીને ઈશાન ખૂણામાં કલ્પવાસી દે, મનુષ્યો અને નારીઓ ધર્મશ્રવણ નિમિત્તે સ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ચારે વિદિશાઓમાં ત્રણ ત્રણ પર્ષદાઓએ સ્થાન ગ્રહણ કર્યા. આઠ પ્રકારનાં કર્મબંધના કારણે
પછી ભગવંતે ધર્મકથા શરૂ કરી કે, “આ સંસારમાં છ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષા અને એગ વડે આઠ પ્રકારના કર્મસમૂહ બાંધીને ચારે ગતિરૂપ સંસારમાં પર્યટન કર્યા કરે છે અને સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રથી નિરાબાધ મિક્ષસ્થાનકને મેળવે છે. તે સાંભળીને પ્રથમ ગણધર ભગવંતે પૂછ્યું કે, હે ભગવંત! મિથ્યાત્વાદિક સંસારના કારણરૂપ કેવી રીતે બને છે, તે કહ” ત્યારે ભગવંતે કહ્યું કે, જીવાદિક તત્ત્વભૂત પદાર્થ વિષયમાં મિથ્યાત્વને આગ્રહ રાખવે, તે મિથ્યાત્વ. તે અભિગ્રહિક અને અનભિગ્રહિક એમ બે ભેદવાળું છે. મિથ્યાત્વના પુદ્ગલના ઉદયથી ઉત્પન્ન થયેલ ચિત્તને પરિણામ, તે મિથ્યાત્વ. કાગડાના માંસ વગેરેની વિરતિના પરિણામથી રહિતપણું, તે અવિરતિ, અપ્રત્યાખ્યાનકષાયના ઉદયથી-કષાયથી જન્મેલી ચિત્તની પરિણતિ. તે અવિરતિ, પ્રમાદના પાંચ પ્રકારે, તે આ પ્રમાણે-મદિરાપાન કરવું, વિષય, પ્રમાદ, કષાય, વિકથા અને નિદ્રા. કષાયે-કેધ, માન, માયા અને લેભ. યોગ ત્રણ પ્રકારને છે. મનોવેગ વચનગ અને કાયયેગ. મ ગ ચાર પ્રકારને, તે આ પ્રમાણે–સત્ય મનાયેગ, અસત્ય મનેયેગ, સત્યાસત્ય મનેયેગ અને અસત્યાસત્ય મને.. એ પ્રમાણે વચનગના પણ સત્યાદિક ચાર પ્રકાર સમજવા. કાગ સાત પ્રકારને તે આ પ્રમાણે-દારિક કાયયોગ, ઔદારિક મિશ્ર કાગ, વૈક્રિય કાયાગ, વૈક્રિય મિશ્ર કાયાગ, આહારક કાયયેગ, આહારકમિશ્ર કાગ, કાર્મણ કાયગ-એ પ્રમાણે પંદર પ્રકારના ગવડે મિથ્યાત્વાદિક બંધકારણ યુક્ત છે બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત ભેટવાળાં કર્મ ઉપાર્જન કરે છે. કર્મબંધનાં આ સામાન્ય કારણે જણાવ્યાં.
વિશેષ કર્મબંધ તે આ પ્રમાણે સમજ. જ્ઞાની કે સમ્યકત્વી જીવોના દ્રોહ, આશાતના અપમાન, નિંદા કરવાથી, તથા જ્ઞાનમાં તથા દર્શનમાં અંતરાય-વિઘ કરવાથી, જ્ઞાનને નાશ, દર્શનનો નાશ કરવાથી જ્ઞાન-જ્ઞાનીને અને દર્શન-દર્શનીને દ્વેષ કરવાથી, જ્ઞાન અને દર્શન જેની પાસેથી મેળવ્યાં હોય, તેને ઓળવવાથી, વારંવાર તેવાં કાર્યો કરવાથી, તેની અત્યંત આશાતના કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org